28 માર્ચથી 17 મે સુધીમાં મોદીએ એક લાખ કિલોમીટરનો પ્રવાસ ખેડયો

May 18, 2019 at 10:47 am


Spread the love

પ્રચંડ ગરમી છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ચૂંટણી અભિયાન કોઈ પણ જાતની બ્રેક વગર સતત 51 દિવસ સુધી ચાલ્યું હતું. 28 માર્ચે મેરઠથી શ થયેલું અભિયાન 17 મેએ મધ્યપ્રદેશના ખરગોનમાં સમાપ્ત થયું હતું. આ દરમિયાન મોદીએ 142 જનસભાઓ, ચાર રોડ શો કરતાં 1.50 કરોડ લોકો સાથે સીધો સંવાદ કર્યો હતો. વડાપ્રધાને એક લાખ પાંચ હજાર કિલોમીટરનું અંતર કાપ્યું હતું.

આ આખા અભિયાન દરમિયાન વડાપ્રધાન મોદી પોતાની સરકાર યથાવત રાખવાને લઈને આશ્ર્વસ્ત દેખાયા હતા. મુખ્ય ચૂંટણી પ્રચાર અભિયાન ભલે 28 માર્ચથી શ થયું હોય પરંતુ મોદીએ ફેબ્રુઆરી મહિનાથી જ દેશના ખૂણે-ખૂણે જઈને સંવાદ શ કરી દીધો હતો. ફેબ્રુઆરીથી મે સુધી મોદી દેશના દરેક રાજ્ય સુધી પહોંચ્યા અને વિવિધ વર્ગો સાથે વાત કરી હતી. મોદીએ ચૂંટણી સભાઓના મંચ પરથી ઉતરીને પંડાલમાં વરિષ્ઠ કાર્યકરો સાથે મુલાકાતના ક્રમમાં દસ હજારથી વધુ વરિષ્ઠ કાર્યકરો સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાને વિવિધ યોજનાઓના અંદાજે સાત હજાર લાભાર્થીઓ સાથે પણ સંવાદ કર્યો હતો.

મોદીની સાથે સાથે ભાજપ પ્રમુખ અમિત શાહે પણ સઘન પ્રચાર કર્યો હતો. શાહે 28 માર્ચથી 17 મે સુધી 161 સભાઓ સાથે 18 રોડ શો કયર્િ હતાં. આ દરમિયાન તેમણે 1.58 લાખ કિલોમીટરની યાત્રા કરી હતી. આખા અભિયાન દરમિયાન ભાજપ્ના મોટા નેતાઓએ દેશભરમાં 1500થી વધુ સભાઓ કરી હતી જ્યારે પ્રદેશ સ્તરના નેતાઓએ 3800 સભાઓ સંબોધી હતી.
વડાપ્રધાનના ચૂંટણી અભિયાનની ખાસ વાત એ રહી કે તેમણે શઆત મેરઠથી કરી જ્યાંથી 1857ની ક્રાંતિની શઆત થઈ હતી.