30મીએ મોદી સરકારના શપથની સંભાવના: તૈયારીઓ શરૂ

May 24, 2019 at 10:44 am


Spread the love

દેશભરમાં ભાજપનો ભગવો લહેરાવી 350થી વધુ બેઠકો હાંસલ કરનાર ભાજપ અને એનડીએ દ્વારા નવી સરકારની રચનાની કવાયત શ કરી દેવામાં આવી છે. દરમિયાન એવી પણ સંભાવના બહાર આવી છે કે 30મી મેએ નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાઈ શકે છે. આ માટે અત્યારથી જ તૈયારીઓ શ કરી દેવામાં આવી છે. ગત વખતની જેમ આ વખતના સમારોહમાં પણ અનેક દેશના વડાઓ હાજર રહે તે માટે વિદેશ મંત્રાલય દ્વારા કવાયત શ કરી દઈ આમંત્રણ મોકલવાનું શ કરી દેવાયું છે. સૂત્રોના જણાવ્યા મુજબ શપથ ગ્રહણ કરતાં પહેલાં મોદી ગુજરાત આવી માતાના આશીવર્દિ લ્યે તેવી પણ સંભાવના છે. તા.30મીએ સાંજે 4થી 5 વાગ્યાથી શપથ સમારોહ શ થાય તેવી પ્રબળ શક્યતા છે. આ પહેલાં 2014માં મોદીએ 27મી મેએ શપથ ગ્રહણ કયર્િ હતા.

આજે કેબિનેટની બેઠક બાદ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપશે મોદી

એક વખત ફરીથી ઇતિહાસ રચાયો છે. એક વખત ફરીથી દેશે નરેન્દ્ર મોદી પર વિશ્વાસ વ્યકત કર્યો છે. લોકસભા ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી. ભાજપ 300 સીટો જીતવામાં સફળ રહ્યું. એનડીએ 350ની નજીક પહોંચી ગયું. હવે આજથી નવી સરકાર બનાવાની પ્રક્રિયા શરૂ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે પોતાની કેબિનેટની સાથે બેઠક કરશે. ત્યારબાદ નવી રણનીતિ પર કામ થશે.

પરિણામો જાહેર થતાંની સાથે જ નવી દિલ્હીમાં નવી સરકાર રચવાની ગતીવીધિઓ શરુ થઈ ચૂકી છે. આવતીકાલે કેબિનેટની બેઠક મળે એ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિને મળીને રાજીનામું સુપ્રત કરી શકે છે. નવી સરકાર ન રચાય ત્યાં સુધી એ વડાપ્રધાન પદે ચાલુ રહેશે. 26 મે ની આસપાસ જ નવી સરકારના વડા તરીકે નરેન્દ્ર મોદી બીજી વખત વડાપ્રધાન પદના શપથ લેશે એવુ માનવામાં આવી રહ્યું છે.

કેબિનેટ બેઠકમાં હાલની સ્થિતિ, જૂની સરકારના ખત્મ થવાની પ્રક્રિયા અને લોકસભા ભંગ થવાની પ્રક્રિયા હશે. ત્યારબાદ તમામ કેબિનેટ મંત્રી પોતાના રાજીનામાં સોંપશે અને અંતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પોતાનું રાજીનામું આપશે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપશે, ત્યારબાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ નરેન્દ્ર મોદીને ફરીથી સરકાર બનાવા માટે આમંત્રિત કરશે. ઉલ્લેખનીય છે કે ગઇ વખતે 26મી મેના રોજ નરેન્દ્ર મોદીએ શપથ લીધા હતા, એવામાં જોવાનું રહેશે કે આ વખતે પણ તેઓ 26મી તારીખના રોજ શપથ લેશે કે નહીં.
નરેન્દ્ર મોદીને જેવી નવી સરકાર બનાવાની તક મળશે તે પછી ચચર્ઓિ શરૂ થશે કે નવા મંત્રીમંડળમાં કોણ હશે. શું નરેન્દ્ર મોદી જૂના મંત્રીમંડળને ફરીથી રાખશે કે પછી નવા ચહેરાઓને લાવી દરેક લોકોને ચોંકાવી દેશે. આજે બપોર સુધીમાં તમામ સીટો પર પરિણામો આવી જશે. ત્યાપબાદ ચૂંટણી પંચની તરફથી નવા વિજેતાઓને જીતનું સર્ટિફિકેટ આપી દેવાશે. ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે પણ 25મી મેના રોજ પોતાની પાર્ટીના સાંસદોને દિલ્હી બોલાવ્યા છે.

ઉલ્લેખનીય છે કે ગુરૂવારના રોજ આવેલા પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીને 303 સીટો, એનડીએને 348, યુપીએને કુલ 94 સીટો જેમાં કોંગ્રેસને 52 સીટો મળી છે. આવું લાંબા સમય બાદ થયું છે જ્યારે એક જ પક્ષને સતત બીજી વખત પૂર્ણ બહુમતી મળી છે