30મીથી અન્ના અચોક્કસ મુદતની ભુખ હડતાલ પર

January 21, 2019 at 8:01 pm


સામાજિક કાર્યકર અને ગાંધીવાદી નેતા અન્ના હજારેએ આજે ભ્રષ્ટાચાર વિરોધી કાયદાને લાગુ કરવા અને ખેડુતાે સાથે જોડાયેલી માંગાેને લઈને 30મી જાન્યુઆરીથી અચોક્કસ મુદતની ભુખ હડતાલની જાહેરાત કરી હતી. હજારેએ કહ્યું હતું કે જો લોકપાલની રચના થઈ હોત તાે રાફેલ કૌભાંડ થયું ન હોત. તેમણે કહ્યું હતું કે સવોૅચ્ચ અદાલતના આદેશ છતાં લોકપાલ અને લોકાયુક્ત 2013ને અમલી કરવામાં કેન્દ્ર સરકાર સફળ રહ્યું નથી. કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢતા અન્ના હજારેએ કહ્યું હતું કે દેશ પર તાનાશાહીની તરફ જવાનાે ખતરો તાેળાઈ રહ્યાાે છે. છેલ્લા આઠ વર્ષના ગાળામાં લોકપાલની માંગને લઈને અન્ના હજારે ત્રીજી વખત ભુખ હડતાલ ઉપર જઈ રહ્યાા છે. સિવિલ સાેસાયટીની સÇયો તથા વિવિધ જુથોનું નેતૃત્વ કરીને એપ્રિલ 2011માં પ્રથમ વખત રામલીલા મેદાન પર અચોક્કસ મુદતની ભુખ હડતાલ યોજવામાં આવી હતી. હજારેએ પત્રકાર સંમેલનમાં કહ્યું હતું કે જો લોકપાલની સ્થિતિ રહી હોત તાે રાફેલ જેવું કૌભાંડ થયું ન હોત. રાફે સાથે જોડાયેલા કાગળોને લઈને પણ વાત કરી હતી. બે દિવસ આ કાગળોને લઈને અÇયા કર્યા બાદ પત્રકાર પરિષદનું આયોજન કરશે. અન્નાએ કહ્યું હતું કે તેમને એ વાત સમજાઈ રહી નથ કે સમજૂતીથ એક મહિના પહેલા બનાવવામાં આવેલી કંપનીને આમાં ભાગીદાર કંપની કઈ રીતે બનાવી શકાય છે. 30મી જાન્યુઆરીના દિવસે તેઆે પાેતાના વતન ગામ રાલેગણસિધ્ધીમાં ભૂખ હડતાલ કરશે. સરકાર દ્વારા માંગ પુરી કરવામાં ન આવે ત્યાં સુધી ભુખ હડતાલ જારી રાખશે. તેમણે કહ્યું હતું કે ભૂતકાળમાં સરકાર લેખિતમાં કહી ચુકી છે કે તેઆે લોકપાલ કાયદાને પસાર કરશે. ખેડુતાેને પેન્શન અને દોઢગણી વધારે સમર્થન મૂલ્યની રકમ ઉપલબ્ધ કરાવશે. તેઆે ખોટા વચનાે ઉપર વિશ્વાસ કરશે નહીં. અન્નાએ કહ્યું હતું કે અચોક્કસ મુદતની ભૂખ હડતાલ પર જવાનાે નિર્ણય તેઆે કરી ચુક્યા છે. કોઈ બંધારણીય સંસ્થાના આદેશનું પાલન નહીં કરવાની બાબત પણ યોગ્ય નથી.
લોકશાહીથ તાનાશાહીની તરફ આ બાબત દેશને દોરી જાય છે. સરકાર આવું જ કરી રહી છે. નવી સરકાર સુપ્રિમ કોર્ટના આદેશનું પાલન કરવા માટે પણ તૈયાર નથી. તેમણે કહ્યું હતું કે રાલેગણસિદ્ધીના બદલે પાેત પાેતાના સ્થળે ભૂખ હડતાળ કરવા માટે અન્નાએ પાેતાના સમર્થકોને કહ્યું છે. રા»ટ્રીય કિસાન મહાપંચાયતે અન્ના હજારેને સમર્થન આÃયું છે. કિસાન મહાપંચાયતે કહ્યું છે કે હજારેએને સમર્થન આપવા દેશભરના ખેડુત સંગઠન ભુખ હડતાલમાં સામેલ થશે.

Comments

comments

VOTING POLL