દિવસમાં 30 મિનિટ મોબાઈલ બંધ રાખવો જરૂરી

May 28, 2018 at 5:12 pm


આજકાલ નાના બાળકો પાસે પણ પોતાના સ્માર્ટફોન હોય છે. ફુરસદના સમયમાં લોકો પોતાનો સમય ફોન સાથે જ પસાર કરવાનું પસંદ કરે છે. જો કે નિષ્ણાંતો સલાહ આપે છે કે દરેક વ્યિક્તએ દિવસમાં આેછામાં આેછી 30 મિનિટ સુધી પોતાના મોબાઈલને બંધ રાખવો જોઈએ. સતત મોબાઈલનો ઉપયોગ કરવાથી તેની અસર સ્વાસ્થ્ય પર પડે છે. આ ઉપરાંત સ્માર્ટફોનનો ઉપયોગ થોડીવાર બંધ કરી દેવાથી ફોન પણ લાંબા સમય સુધી સારો રહે છે. નિષ્ણાંતોના મતે સ્માર્ટફોનને બંધ કરવાથી વિવિધ એપ્સ બંધ થઈ જાય છે અને તેના કારણે બેટરી લાઈફ વધે છે. મોબાઈલને બંધ રાખવાથી આેવર હિટીગની સમસ્યા પણ નડશે નહી. આ વાત તો થઈ સ્માર્ટફોનને થતાં લાભની હવે જાણો અગત્યની વાત જે સ્વાસ્થ્યને અસર કરે છે. એક સંશોધનમાં સ્પષ્ટ થયું છે કે 61 ટકા લોકો મોબાઈલ વિના 30 મિનિટ પણ રહી શકતાં નથી. જો ફોન કોઈ કારણોસર વ્યિક્તના હાથમાં ન હોય તો પણ તેનું ધ્યાન તો મોબાઈલમાં જ હોય છે.

Comments

comments

VOTING POLL