33 બાકીદારોની પ્રાેપર્ટી સીલ કરતી મહાપાલિકા

November 27, 2018 at 4:44 pm


મહાપાલિકાની ટેક્સ બ્રાન્ચ દ્વારા આજે ત્રણેય ઝોનમાં બાકીદારોની કુલ 33 પ્રાેપર્ટી સીલ કરી દેવામાં આવી હતી જેમાં સૌથી વધુ ઉપલાકાંઠે 22 પ્રાેપર્ટી, પશ્ચિમ રાજકોટમાં 4 પ્રાેપર્ટી અને સેન્ટ્રલ રાજકોટમાં 7 પ્રાેપર્ટી સીલ કરવામાં આવી હતી.
વધુમાં મહાપાલિકાના અધિકારી સૂત્રોએ જણાવ્યું હતું કે કાલાવડ રોડ પર કેકેવી ચોકમાં આવેલા કામદગીરી કોમ્પલેક્સમાં આવેલ એક બિનરહેણાક યુનિટનો બાકીવેરો રૂા.61000 વસૂલવા માટે મિલકત સીલ કરાઈ હતી. જ્યારે વોર્ડ નં.9માં સાધુ વાસવાણી રોડ પર વનવાટિકા એપાર્ટમેન્ટમાં માટેલ ડેવલપર્સના નામે નાેંધાયેલી મિલકતનો બાકીવેરો 35 હજાર વસૂલવા મિલકત સીલ કરાઈ હતી. તદ્ઉપરાંત સાધુ વાસવાણી રોડ પર બાલાજી કોમ્પલેક્સમાં મણીબેન વાછાણીના નામે રહેલી બે મિલકતો સીલ કરાઈ હતી. આ મુજબ વેસ્ટ ઝોન ટેક્સ બ્રાન્ચે આજે કુલ ચાર મિલકતો સીલ કરી રૂા.11.97 લાખની વેરા વસૂલાત કરી હતી. જ્યારે ઉપલાકાંઠે આજે બપોર સુધીમાં 22 મિલકતો સીલ કરી દેવામાં આવી હતી તે પૈકી 17 યુનિટધારકોએ વેરો ચૂકતે કરી દેતાં રૂા.16.51 લાખની વેરાવસૂલાત થઈ હતી. આજી જીઆઈડીસી, પટેલનગર, દૂધસાગર રોડ, કોઠારિયા રોડ સહિતના વિસ્તારોમાં બાકીવેરાની ઉઘરાણી માટે ટેક્સ બ્રાન્ચની ટીમ ત્રાટકી હતી તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
સેન્ટ્રલ ઝોન ટેક્સ બ્રાન્ચ દ્વારા આજે બજરંગવાડી પાસેના પૂનમ કોમ્પલેક્સમાં દુકાન નં.107, 109, 110 અને 121 સહિત ચાર દુકાનો સીલ કરાઈ હતી. યાજ્ઞિક રોડ પર ધનરજની કોમ્પલેક્સમાં દુકાન નં.7 અને આેફિસ નં.507 સહિતના બે યુનિટને બાકી માગણા સબબ સીલ કરવામાં આવ્યું હતું. આ મુજબ મધ્ય ઝોનમાં કુલ સાત મિલકતો સીલ કરવામાં આવી હતી.

Comments

comments

VOTING POLL