34 નવા મામલતદારોની નિમણૂકઃ સૌરાષ્ટ્ર 12 ફાળવાયા

November 8, 2019 at 10:45 am


Spread the love

ગુજરાતમાં મામલતદારોની ખાલી પડેલી જગ્યાઆે જી.પી.એસ.સી ની પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોથી ભરવા માટે સરકારે નિર્ણય કર્યો છે અને સીધી ભરતીથી 34 મામલતદારોને નિમણૂકના હુકમો આપવામાં આવેલ છે. 36 માંથી 12 ને સૌરાષ્ટ્રમાં પોસ્ટિંગ અપાયું છે.
અમદાવાદના અરુણ શમાર્ને સુરેન્દ્રનગરમાં ,જામનગર જિલ્લાના મોટી બાણુગરના ઉત્તમ કુમાર કાનાણીને રાજકોટ ,સાવરકુંડલાના સિદ્ધાર્થ ત્રિવેદીને જુનાગઢ, ભાવનગરના હંસરાજસીહ ગોહિલને અમરેલી, જામનગરના જીગ્નેશ મહેતાને રાજકોટ, રાજકોટના જાનવી જાડેજાને જામનગર, રાજકોટ નાચિરાગ નિમાવતને કચ્છ, ભાવનગરના તન્વી ત્રિવેદીની જુનાગઢ, જામનગરના ઋિત્વજ સોનગરાને પોરબંદર, ગાંધીનગરના મોસમ જસપરીયાને ભાવનગર, સિક્કાના પ્રીતિબેન મોઢવાડિયાને ભાવનગર, અમદાવાદના પ્રતિક ભુરીયાને જામનગર નિમણૂક આપવામાં આવી છે.