48 કલાક બાદ પણ ગાેંડલની આગનાં લબકારા ચાલું

February 1, 2018 at 1:07 pm


ગાેંડલમાં ગોડાઉનમાં લાગેલી આગ હજુય 48 કલાક બાદ પણ બુઝાઈ નથી. ફાયર ફાઈટરોએ 12 દિવસ ચાલે એટલો પાણીનો જથ્થો વાપરી નાખ્યો છતાંય આગના લબકારા ચાલુ છે. એફએસએલની ટીમ ઘટનાસ્થળે પહાેંચી હતી પરંતુ આગ ચાલુ હોવાથી તે નીરીક્ષણ કરી શકી નથી એટલે આગ કાબુમાં આવ્યે તપાસ શરૂ કરશે.

એક સમયે સૌરાષ્ટ્રમાં આેઈલ મીલ ઉદ્યાેગમાં ગાેંડલ અવ્વલ સ્થાન ધરાવતું હતું પરંતુ કેટલાક તેલીયારાજાઆેની મીલીભગત આ ઉદ્યાેગ માટે ફટકારરૂપ બની હતી. ત્યાર બાદ જીનીગ મીલમાં વર્ષના ચોકકસ મહિને આગ લાગવાથી લઈ ઉઠમણા અને હવે મગફળીની ખરીદીમાં ગોલમાલની ઘટનાથી કૌભાંડ આચરવા માટે ગાેંડલ બદનામ બની રહ્યું છે. ઉમવાડા રોડ પર રામરાજ જીનીગના વેર હાઉસમાં પડેલા મગફળીના કરોડોના જથ્થામાં લાગેલી આગ પ્રથમ દ્રષ્ટીએ શંકાસ્પદ હોવા છતાં તંત્ર હોઠ બીડીને બેઠુ છે. આગની ઘટના અંગે મામલતદાર સવાણીએ કલેકટર કચેરીના ડીઝાસ્ટર વિભાગને રીપોર્ટ મોકલી આપ્યો છે. એફએસએલ તથા નાફેડના અધિકારીઆેની ટીમ ઘટનાસ્થળે પહાેંચી તપાસ હાથ ધરી છે. પણ કોઈ અધિકારી આગના કારણ કે તપાસ અંગે મૌન સેવી મગનું નામ મરી પાડી રહ્યા નથી. ત્યારે કેટલાય સહકારી મંડળીના પ્રમુખ અને ખેડુત અગ્રણી જગદીશભાઈ સાટોડીયાએ છેલ્લા કેટલાક સમયથી મગફળીનો જથ્થો સગેવગે કરી હિસાબનો તાલમેલ કરવા હિત ધરાવતા તત્વો દ્વારા પુર્વયોજીત આગ લગાડયાનો સણસણતો આક્ષેપ કરી બનાવ અંગે મેજીસ્ટ્રીયલ તપાસની માંગ કરી છે. જયાં આગ લાગી તે જીનીગને અડીને જ આેકસફોર્ડ ઈન્ટરનેશનલ સ્કુલ ચલાવતા જગદીશભાઈ સાટોડીયાએ જણાવ્યું છે કે, કેટલાક દિવસોથી ગોડાઉનના પાછલે બારણેથી રોજીંદા બે થી પાંચ ટ્રક ભરી મગફળીનો જથ્થો સગેવગે થઈ રહ્યાે હતો. આ અંગે મેં

Comments

comments

VOTING POLL