65 ટ્રક અને 500 મુસાફરો હવે ઘોઘા-દહેજ વચ્ચે રો-રો ફેરીથી જઇ શકશે

September 14, 2018 at 11:08 am


ઘોઘાથી દહેજ વચ્ચેની દરિયાઇ રો-રો ફેરી સર્વિસ તેના મૂળ આયોજન પ્રમાણે ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. આ માટે વોઇસ સિમ્ફની નામનું ત્રણ માળનું વિશાળ વેસલ લાવવામાં આવી રહ્યું છે. જેમાં એકસાથે 65 ટ્રક, 40 કાર અને 500 જેટલા મુસાફરોનો સમાવેશ થઇ શકશે. આ વેસલમાં 72 જેટલી વીઆઇપી અને 96 જેટલી ઇકોનોમી બેઠક પણ રાખવામાં આવશે. અનેક વાહનોના વજનને ખમી શકતા આ વેસલનું વજન 6500 ટન કરતા વધુ છે. આ વેસલથી સફર શરૂ થતા વાહનચાલકો કે ટ્રક ચાલકો તેમના ટ્રક-વાહન સાથે તેમાં મુસાફરી કરી શકશે. જેના કારણે રોડ માર્ગે જવામાં તેમને છ કલાક કરતા વધુ સમય લાગતો હતો તે ફક્ત કલાકથી સવા કલાકમાં આરામદાયક મુસાફરી સાથે કાપી શકશે. જેના કારણે ઇંધણના ખર્ચમાં પણ ભારે બચત થશે. હાલ મુસાફરોની ફેરી કરાવતી સર્વિસ ચાલુ હતી તે તાજેતરમાં બંધ કરવામાં આવી હતી..

Comments

comments

VOTING POLL