78-જામનગરના ધારાસભ્યનો લોકસંવાદ તથા અભિવાદન સમારોહ યોજાયો: ગોકુલનગરના વિકાસ માટે ખડે પગે ઉભો રહીશઃ હકુભા જાડેજા

February 14, 2018 at 11:11 am


જામનગર 78ના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા(હકુભા)એ વિધાનસભાની ચુંટણીમાં આપેલા વચન પ્રમાણે ચુંટણીમાં વિજય મેળવ્યા બાદ આ વિજયને મતદારોનો વિજય ગણાવી પોતે આપેલા વચન મુજબ મતદારોનો આભાર માનવા અને મતદારોના પ્રïનોને સાંભળવાનો પ્રારંભ ગોકુલનગર વિસ્તારથી ક્ર્યો હતો. ધારાસભ્ય હકુભા જાડેજાએ ગોકુલનગર મત વિસ્તારના જાગૃત ભાજપના આગેવાનો સામજીક સંસ્થાઆેના આગેવાનો અને મતદારોનો આભાર માનતા જણાવ્યું હતું કે આ વિસ્તારના લોકોને વિકાસના કામોથી વંચીત નહી રહેવું પડે.

આ વિસ્તારના લોકોના પાયા જે પ્રïન છે તે માટે મહાનગરપાલીકામાં કે રાજયસરકારમાં જયાં પણ મારી ગ્રાન્ટ સહિતની જરુર હશે તે હું હંમેશા જાગૃત ધારાસભ્ય બનીને નિભાવતો રહીશ. આ વિસ્તારમાં લોકોને સારા રસ્તાની સુવિધા પ્રાપ્ત થાય તેમજ મહાનગરપાલીકાનું સિવિક સેનટર પ્રાપ્ત થાય એક બાળકો માટે બગીચો બને, પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર પ્રાપ્ત થાય તે માટે મારા પ્રયાસો બની રહશે. તેઆેએ આ વિસ્તારના ચુંટણી સમયના લોક્સંર્પક દરમ્યાન જે લોકોએ મને રજુઆત કરેલ છે તેની યાદ પણ આ અભિવાદન સમારંભમાં તાજી કરી હતી તેઆેએ આ અભિવાદન સમારંભમાં લોકોને અપીલ કરી હતી કે તેઆેની કોઈપણ મુશ્કેલી હોય તો તેઆેની આેફીસ કાયમી લાલબંગલા ખાતે કાર્યરત છે અને અહીયા તેઆે તેઆેની સમશ્યા મોકલી શકશે. આ ઉપરાંત શહેર ભાજપ કાર્યાલય ખાતે પણ તેઆે મળે તે માટે આયોજન ગોઠવ્યું હોવાનું જાહેર કરયું હતું.

આ લોક્સંવાદ કાર્યક્રમમાં આ વિસ્તારના લોકો તરફથી રજુ થયેલા પ્રïનોને ફરીયાદ અને સંકલનમાં લઈ જઈ ઝડપભેર ઉકેલવા કટીબધ્ધ હોવાની જાહેરાત કરી હતી. તેમની સાથે શહેર ભાજપના પ્રમુખ હસમુખભાઈ હિંડોચા, મેયર શ્રીમતિ પ્રતિભાબેન કનખરા, સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન કમલાસિંઘ રાજપુત, દંડક દિવ્યેશભાઈ અકબરી, શહેર ભાજપના મંત્રી ડો. વિમલભાઈ કગથરા, શહેર ભાજપ ઉપપ્રમુખ ગોપાલભાઈ સોરઠીયા, કોર્પોરેટરશ્રીઆે પ્રફુલ્લાબેન જાની, મેઘનાબેન હરીયા, યોગેશભાઈ કણજારીયા, વોર્ડના પ્રમુખ જે.કે. પટેલની ઉપિસ્થતીમાં લોક્સંવાદ અને અભિવાદન સમારોહનો ખુલ્લો મુક્તા શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ હિંડોચાએ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા(હકુભા)ને અભિનંદન આપતા જણાવ્યું હતું કે આ ભારતીય જનતા પાર્ટીની લોકો વચ્ચે રહેવાની પરંપરા રહી છે તેઆેએ દેશના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીની સરકાર દ્રારા પ્રજાલક્ષ્ાી કાર્યની આછેરી ઝલક રજુ કરી હતી.

મહાનગરપાલીકાના મેયર પ્રતિભાબેન કનખરાએ આ વિસ્તારના વિકાસના કાર્યને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્રારા વધુ વેગ મળશે અને આ વિસ્તારને વધુ વિકાસશીલ બનાવવા માટે મહાનગરપાલીકા પણ તત્પર રહેશે. ત્યારે સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન કમલાસિંઘ રાજપુતે રાજય સરકારના સુચીત સોસાયટીઆેના રહેવાસીઆેને તેની જમીન-મકાનના હકકોને કાયદેસરના કરવાની કાર્યવાહીમાં લોકોએ પણ આ કાર્યવાહીમાં જાેડાઈ જવા અનુરોધ કરેલ હતો આ વિસ્તારના લોકો તરફથી ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા(હકુભા) તરફથી આશરે 1પથી વધુ પ્રïન વ્યિક્તગત કે સામુહીક રજુ થયાં હતા જેમાં મુખ્યત્વે પીવાનું પાણી નિયમીત આપવા આ વિસ્તારમાં રહેવાસીઆેને એલ.ઈડી. લાઈટ, ભુર્ગભ ગટરના કનેકશનો, સસ્તા અનાજનો વોડ, તેમજ નળ કનેકશનોના માટે જે રકમ ભરેલ છે જેની પહાેંચ અંગે , એસ્સાર પંપથી સોમનાથ મેડીકલ સ્ટોર સુધી રસ્તાને પુર્ણ કરવા સહીતના વિવિધ પ્રïન રજુ થયેલ હતા આ પ્રïનો અંગે કરવામાં આવેલી કાર્યવાહીની જાણ ધારાસભ્ય દ્રારા અરજદારોને કરાશે.

આમ ખરા અથર્માં ગોકુલનગરના હરસિધ્ધીવાડી ખાતે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા(હકુભા)નો લોક સંવાદ અને અભિવાદન સમારોહ સાથર્ક બન્યાે હતો અને શહેર ભાજપના મંત્રી ડો.વિમલભાઈ કગથરા, શહેર ઉપપ્રમુખ ગોપાલભાઈ સોરઠીયાએ અને દંક દિવ્યેશભાઈ અકબરી, યોગેશભાઈ કણજારીયા, મેઘનાબેન હરીયા સહીતના મહાનુભાવોએ પણ સંબોધન કરેલ હતું. આ કાર્યક્રમનું સંચાલન મહેન્દ્રભાઈ પંડયા, જનકભાઈ ગઢવી, જીતુભા જાડેજા, વિજયસિંહ રાઠોડ, ખુમાનસિંહ જાડેજા, સંગીતાબેન ભંડેરી, વસંતભાઈ કણજારીયા, કિરિટસિંહ સોઢા, રામબાપા, હરીભાઈ, સંજયભાઈ મુંગરા, ગોકળબાપા, ઘનશ્યામસિંહ જાડેજા, વિનય જાની, દિનેશભાઈ માલધારી, યોગેશભાઈ લીબડ, ધીરજભાઈ રાઠોડ, પ્રÛુમનસિંહ જાડેજા, અક્ષ્ાયભાઈ દવે વગેરે આગેવાનો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી.

Comments

comments

VOTING POLL