95 બેઠકો માટે બીજા તબક્કાનું મતદાન: દિગ્ગજ નેતાઓના ભાવિ દાવ પર

April 18, 2019 at 11:06 am


લોકસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. સાત રાઉન્ડની લોકસભાની ચૂંટણીનો આજે બીજો રાઉન્ડ છે. આ બીજા તબક્કામાં 11 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. મોટા ભાગના સ્થળોએ સાંજે 6 વાગ્યે મતદાન પૂરું થશે.મતદાનની શરૂઆત થવાની સાથે જ પ્રથમ એક કલાકમાં અનેક હસ્તીઓએ વોટિંગ કર્યું હતું. જેમાં કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ, અભિનેતામાંથી નેતા બનેલા સાઉથના સુપરસ્ટાર રજનીકાંતનો પણ સમાવેશ થતો હતો.
સવારે નવ વાગ્યા સુધીમાં આસામની પાંચ બેઠકો પર 9.51 ટકા, જમ્મુ અને કાશ્મીરની બે બેઠકો પર 0.99 ટકા, કણર્ટિકની 14 બેઠકો માટે 1.14 ટકા, મહારાષ્ટ્રની 10 બેઠકો પર 0.85 ટકા, મણિપુરની એક બેઠક માટે 1.78 ટકા, ઓડિશાની પાંચ બેઠકો પર 2.15 ટકા, તામિલનાડુની 38 બેઠકો માટે 0.81 ટકા, ત્રિપુરાની એક બેઠક માટે 0 ટકા, યુપીની 8 બેઠકો પર 3.99 ટકા, પશ્ચિમ બંગાળની 3 બેઠકો માટે 0.55 ટકા, છત્તીસગઢની 3 બેઠકો માટે 7.75 ટકા, અને બિહારની પાંચ બેઠકો પર 12.27 ટકા તથા પુડ્ડુચેરીમાં 1.62 ટકા મતદાન નોંધાયું છે.
તમિલનાડુમાં રજનીકાંતે ચેન્નઇ સેન્ટ્રલ સંસદીય ક્ષેત્રમાં સ્ટેલા મેરિસ કોલેજમાં મતદાન કેન્દ્રમાં મતદાન કર્યું.રક્ષામંત્રી નિર્મલા સીતારમણે બેંગ્લોર સાઉથ બેઠક પર જયાનગરના પોલિંગ બુથ 54 પરથી મત આપ્યો.તમિલનાડુના મુખ્યમંત્રી ઇ પલાનીસામીએ સેલમથી વોટિંગ કર્યું અભિનેતા અને રાજકીય પાર્ટી એમકેએમના ચીફ કમલ હસને પુત્રી શ્રુતિ હસન સાથે ચેન્નઇમાં વોટિંગ કર્યું કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમના પરિવારે શિવગંગાનગરના કરાઇકુડીથી મત આપ્યો મહારાષ્ટ્રના સોલાપુરમાંથી કોંગ્રેસ નેતા સુશીલ કુમાર શિંદેએ વોટિંગ કર્યું
બીજા તબક્કામાં ઘણા બધા નેતાઓની પ્રતિષ્ઠા દાવ પર લાગેલી છે. જેમાં એક પૂર્વ વડાપ્રધાન સહિત બે પૂર્વ મુખ્યમંત્રીઓનો સમાવેશ થાય છે. આજના મતદાનમાં પૂર્વ વડાપ્રધાન એચ ડી દેવગૌડા, દ્રમુક નેતા દયાનિધિ મારન, મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણ, જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના ફારુક અબ્દુલ્લા, ઉત્તર પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ રાજ બબ્બર, ભાજપા નેતા હેમા માલિની, બસપાના દાનિશ અલી કણર્ટિકના મુખ્યપ્રધાન એચ.ડી. કુમારસ્વામીના પુત્ર નિખીલ ગોવડા, કેન્દ્રીય પ્રધાનો જિતેન્દ્ર સિંહ, જુઅલ ઓરમ, સદાનંદ ગોવડા, પી. રાધાકૃષ્ણ, ડીએમકે પાર્ટીનાં એ. રાજા, કનીમોઝી જેવા જાણીતા ઉમેદવારોનું જેવા દિગ્ગજ નેતાઓના ભાવિ દાવ પર લાગ્યા છે.
બીજા તબક્કાના મતદાનમાં 19 માર્ચે જાહેર કરેલ સૂચના અનુસાર 13 રાજ્યોની 97 બેઠકો પર મતદાન થવાનું હતું, પરંતુ તાજેતરમાં ચૂંટણી પંચ દ્વારા ત્રિપુરાની પૂર્વી ત્રિપુરા અને તમિલનાડુની વેલ્લોર બેઠક પર થનારા મતદાન સ્થગિત કરવાના કારણે ગુરૂવારે 12 રાજ્યોની કુલ 95 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે.

Comments

comments

VOTING POLL