‘આજકાલ ગરબા-2018’ નવા રંગરૂપ સાથે ધૂમ મચાવશે

August 20, 2018 at 4:32 pm


પોતાના વાંચકોને સમાચારો ઉપરાંત દર વર્ષે કંઈક નવું અને અનોખું આપી રહેલા ધનરાજ ગ્રુપ દ્વારા સતત આઠ વર્ષની સફળતા પછી આ વખતે નવમા વર્ષે પણ નવલી નવરાત્રીનું ધમાકેદાર આયોજન હાથ ધરવામાં આવ્યું છે. રાજકોટ જ નહી પરંતુ સૌરાષ્ટ્રભરના ખેલૈયાઆે માટે લોડ્ર્ઝનું મેદાન ગણાતા વિરાણી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં ‘આજકાલ ગરબા-2018’ના આયોજનની જાહેરાત થતાંની સાથે જ ખેલૈયાઆેમાં ઉત્સાહનો સંચાર થયો છે અને ગ્રુપ બુકિંગ માટે પૂછપરછ શરૂ થઈ ગઈ છે. આ વખતની નવરાત્રીમાં ‘આજકાલ’ દ્વારા અનેક નવા આકર્ષણ ઉમેરવામાં આવી રહ્યા છે. મુંબઈના પ્રખ્યાત સિંગર્સ અને આેરકેસ્ટ્રા ધૂમ મચાવશે અને ખેલૈયાઆેને નવરાત્રીનો આનંદ લૂંટાવશે.

છેલ્લા આઠ-આઠ વર્ષથી નંબર-1 નવરાત્રીનું બિરૂદ પામી ચૂકેલા ‘આજકાલ’ નવરાત્રી મહોત્સવનો આ વર્ષે પણ આગાઝ થતાની સાથે ખેલૈયાઆેમાં ઉત્સાહ જોવા મળ્યો છે. સુંદર પારિવારિક માહોલમાં યોજાતા ‘આજકાલ ગરબા’ નિહાળવા માટે વિવિધ ક્ષેત્રના મહાનુભાવો, ઉચ્ચ અધિકારીઆે અને રાજકારણીઆે ઉમટી પડતા હોય છે અને બધા એક અવાજે આ આયોજનના વખાણ કરતા હોય છે.

‘આજકાલ’ નવરાત્રી મહોત્સવમાં ભાગ લેતા ખેલૈયાઆે અને તેમના પરિવારજનોની સુરક્ષા ‘આજકાલ’ના મેનેજમેન્ટ માટે સર્વોપરી છે અને આ બાબતને ધ્યાનમાં રાખી સીસીટીવી કેમેરા તેમજ મેટલ ડિટેકટર સહિતના સાધનો મુકવામાં આવે છે. સિકયુરિટી ગાર્ડ્ઝ પણ મોટી સંખ્યામાં તૈનાત કરવામાં આવે છે. વિરાણી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં નયનરમ્ય રોશની અને અતિ આધૂનિક સાઉન્ડ સીસ્ટમને કારણે નવરાત્રીનો મહોલ કંઈક અલગ જ જોવા મળતો હોય છે.

‘આજકાલ’ નવરાત્રી મહોત્સવમાં પ્રિન્સ-પ્રિન્સેસનું બિરૂદ મેળવવા માટે ખેલૈયાઆે નવેય દિવસ પરસેવો પાડતા હોય છે અને છેલ્લા દિવસે ગ્રાન્ડ ફિનાલેમાં વિજેતા બનનારને લાખેણા ઈનામો આપવામાં આવતા હોય છે. પ્રિન્સ-પ્રિન્સેસને બાઈક, સ્કૂટર, ટીવી, ફ્રિઝ, વોશિંગ મશીન, ઘરઘંટી, મોબાઈલ જેવા ઈનામોથી નવાઝવામાં આવતા હોય છે. પ્રિન્સ-પ્રિન્સેસ ઉપરાંત કિડ્ઝ માટે પણ અલગ ઈનામો તેમજ વેલડ્રેસ માટે પણ પ્રાેત્સાહક ઈનામો રાખવામાં આવતા હોય છે.

આ વખતે પ્રિન્સ-પ્રિન્સેસની પસંદગીમાં પણ ‘આજકાલ’ દ્વારા નવા માપદંડ અપનાવવામાં આવશે અને વિજેતાની પસંદગી માટે પણ પ્રાેફેશનલ જજ રાખવામાં આવશે.

‘આજકાલ ગરબા-2018’ના સહભાગી થવા માટે દર વખતે દેશની નામી-અનામી કંપનીઆે આ આયોજનમાં સહભાગી બને છે. આ માટેની કોઈપણ પૂછપરછ માટે મોબાઈલ નં.98242 49094 અને 98984 85815નો સંપર્ક કરવાનો રહેશે.

ખેલૈયાઆે માટે સ્પેશ્યલ મોન્સૂન આેફર

‘આજકાલ’ દ્વારા વિરાણી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં યોજાનારા નવરાત્રી મહોત્સવમાં ભાગ લેવા ઈચ્છતા ખેલૈયાઆે માટે સ્પેશ્યલ મોન્સૂન આેફર જાહેર કરવામાં આવી છે. 31મી આેગસ્ટ સુધીમાં મેલ અને ફિમેલ તેમજ કપલ પાસ લેનારને ખાસ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ વખતે કિડ્ઝ માટે પણ અલગ ઝોન બનાવી તેમને વિશેષ ડિસ્કાઉન્ટ આપવાનું આયોજન છે. ખેલૈયાઆેને ગ્રુપ બુકિંગ ક્રાવી લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

રંગીલા રાજકોટના ખેલૈયાઆેને ડોલાવવા માટે યોજાનારા ‘આજકાલ ગરબા-2018’ના પાસ મેળવવા માટે ધનરજની બિલ્ડિંગ, 1લો માળ, ડો.યાજ્ઞિક રોડનો સંપર્ક કરવાનો રહેશે. પાસ માટે મો.98242 49094 અને 98984 85815નો સંપર્ક કરવાનો રહેશે.

Comments

comments

VOTING POLL