આધાર નંબર આપવાની ઝંઝટ દૂર થશે: નવું વીઆઈડી બનશે

April 4, 2018 at 11:21 am


યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ વર્ચ્યુઅલ આઈડીના બીટા વર્ઝનની શરૂઆત કરી અને જણાવ્યું કે, ટૂંક સમયમાં જ સર્વિસ પ્રોવાઈડર્સ આધાર નંબરને બદલે તેને સ્વીકારવાનું શરૂ કરશે. આધાર યૂઝર્સ હવે પોતાનું વર્ચ્યુઅલ આઈડી બનાવી શકે છે અને તેનો ઉપયોગ એડ્રેસને અપડેટ કરવા માટે પણ કરી શકે છે.
એ પ્રાઈવસી ચિંતાઓની વચ્ચે આ વર્ષે વર્ચ્યુઅલ આઈડીની જાહેરાત કરી હતી. આધાર નંબરના ઓથેન્ટિકેશન સમયે તમે માત્ર વીઆઈડી આપી શકો છો, તમારા આધાર નંબરને શેર કરવાની જરૂર નહીં રહે. આ રીતે આધાર ઓથેન્ટિકેશન પહેલા કરતા વધુ સુરક્ષિત થઈ જશે. વર્ચ્યુઅલ આઈડી એક 16 આંકડાની સંખ્યા હશે, જે ઓથેન્ટિકેશન માટે આધાર નંબરને બદલે ઉપયોગમાં લઈ શકાશે. તે જરૂરતના સમયે કમ્પ્યૂટર દ્વારા તાત્કાલિક જનરેટ થશે.
યુઆઈડીએએ આજે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે, ટૂક સમયમાં જ સર્વિસ પ્રોવાઈડર્સ આધાર નંબરને બદલે વીઆઈડી સ્વીકારશે. તમે ઓનલાઈન એડ્રેસ અપડેટ કરવા માટે પણ તેનો ઉપયોગ કરી શકો છો.
આધારની જગ્યાએ યુઆઈડીએએ વર્ચુઅલ આઈડીનો પ્રયોગ કરવાનું પ્રાયોગીક ધોરણે શરૂ કરી દીધું છે. યુઆઈડીએનું કહેવું છે કે, જુદા જુદા સર્વિસ પ્રોવાઈડર ટુંક સમયમાં જ આધારના બદલે આ વર્ચુઅલ આઈડી સ્વિકારવાનું શરૂ કરી દેશે. આ વ્યવસ્થામાં આધાર સંખ્યાના ધારકને પોતાનું એક વર્ચ્યુઅલ આઈડી બનાવવાનું રહેશે.
ખરાઈ માટે જ્યાં આધાર નંબર જણાવવાની જરૂરિયાત રહેશે ત્યાં આ આઈડી બતાવવાથી કામ ચાલી જશે. આનાથી આધાર ધારકની 12 આંકડાનો ખુલાસો બીજા વ્યક્તિ કે સર્વિસ પ્રોવાઈડને નહીં થઈ શકે છે. વર્ચ્યુઅલ આઈડી એક 16 આંકડાનો નંબર છે, જે ઓથેંટિકેશન માટે આધાર નંબરનું સ્થાન લેશે. તે જરૂરિયાતના સમયે કંમ્પ્યૂટર દ્વારા તત્કાળ જનરેટ થઈ જશે.
યુઆઈડીએએ ટ્વિટર પર પણ આ બાબતની જાણકારી આપી છે કે, પ્રારંભમાં આ આઈડીનો ઉપયોગ આધારમાં એડ્રેસને ઓનલાઈન અપડેટ કરાવવા માટે કરી શકાશે. યુઆઈડીએએ આધાર ધારકોને તેમની નવી વીઆઈડી બનાવી લેવાનો આગ્રહ કર્યો છે.
ટ્વીટમાં યૂઝર્સને કહેવાયું છે કે, વેબસાઈટ (https://uidai.gov.in) પર જઈને તમે તમારો વીઆઈડી જનરેટ કરો.

Comments

comments

VOTING POLL