૨૪ વર્ષ પછી શ્રીદેવીની ‘લાડલા’ ફિલ્મ દેખાશે ટીવી પરદે, ટીવીની આ હોટ એક્ટ્રેસ કરશે લીડ રોલ..

March 16, 2018 at 1:46 pm


બોલીવુડ સુપર સ્ટાર શ્રીદેવીનું અચાનક મૃત્યુ થઇ જવાથી આખા વિશ્વમાં શોકનો માહોલ સર્જાયો હતો. આમ લોકોની સાથે સાથે બોલીવુડ કલાકાર પણ શ્રીદેવીની એક્ટિંગને ખુબ જ પસંદ કરતા હતા. શ્રીદેવીને ફિલ્મમાં ઘણા સારા રોલ કર્યા છે. પછી એ ‘ચાલબાજ’ માં નટખટ રોલ હોય કે પછી ‘લાડલા’ ફિલ્મમાં વાત મનાવવાવાળી પત્ની હોય. ૨૪ વર્ષ પછી શ્રીદેવીએ જે ‘લાડલા’ ફિલ્મમાં પત્નીનો રોલ કર્યું છે તે ફરીએકવાર રીયલ લાઈફનો હિસ્સો બનવા જઈ રહ્યો છે. પરંતુ આ કોઈ ફિલ્મ નથી સીરીયલ છે.
રિપોર્ટ અનુસાર, ટીવી સીરીયલ ‘તું સુરજ મેં સાંજ પિયા જી’ સીરીયલમાં ૨ વર્ષનો લિપ પાડવામાં આવ્યો છે. જેમાં મીરા મિતલની નવી એન્ટ્રી થશે. કેહવામાં આવે છે કે મીરાનો આ રોલ ૧૯૯૪માં આવેલી ફિલ્મ ‘લાડલા’થી પ્રેરિત છે. આ રોલ પ્રખ્યાત એક્ટ્રેસ કંગના શર્મા કરવાની છે. શ્રીદેવી દ્વારા કરવામાં આવેલ રોલ વધારે સારી રીતે કરી શકે તે માટે કંગનાએ ડ્રેસિંગ સેન્સ થી લઇ ડાયલોગ સુધી ઘણી પ્રેક્ટિસ કરી છે. કંગના આ રોલ કરવા માટે ઘણી ઉત્સાહિત છે. શ્રીદેવી મારી ફેવરીટ એક્ટ્રેસ છે. મેં તેની લાડલા ફિલ્મ ઘણી વાર જોઈ છે. મને આશા છે કે લોકોને મારી એક્ટિંગ પસંદ આવશે.

Comments

comments

VOTING POLL