Ahmedabad Lattest News

 • default
  કેન્સર, કિડની ગ્રસ્ત બાળકો ૫૩ ટકા સુધી વધી ગયા છે : સ્કૂલ હેલ્થ સર્વેમાં ચોંકાવનારી વિગત સપાટી પર

  ગુજરાતમાં સ્કૂલ હેલ્થ સર્વેમાં કેટલીક ચોંકાવનારી વિગતો સપાટી ઉપર આવી છે. આમા જણાવવામાં આવ્યું છે કે, કેન્સર, કિડની અને હાર્ટ સાથે સંબંધિત રોગ બાળકોમાં વધ્યા છે. આ રોગમાં ૫૩ ટકા સુધીનો વધારો નોંધાઈ ગયો છે. સર્વેમાં અનેક બાબતોને ધ્યાનમાં લેવામાં આવી હતી. કેન્સર, હાર્ટ અને કિડનીની સમસ્યા બાળકોમાં વધી છે. આ તમામ પ્રકારના રોગથી ૧૧૯૨૩ … Read More

 • default
  તિજારી લૂંટવા કોન્ટ્રાકટર્સને કોઇ છૂટ આપી શકાય નહી : ઓકિસજનની ખરીદી કરવા મુદ્દે સરકારને ફટકાર

  અમદાવાદ, ગાંધીનગર સહિતની સરકારી સિવિલ હોસ્પિટલ માં ખાનગી દવાખાનાઓમાં ઉંચા અને મોંઘા ભાવે ઓકિસજન ખરીદી કરવાના મામલે ગુજરાત હાઇકોર્ટમાં બહુ મહત્વની રિટ અરજી દાખલ થઇ છે. જેની સુનાવણી દરમ્યાન હાઇકોર્ટે રાજય સરકાર અને આરોગ્ય સત્તાવાળાઓની ઝાટકણી કાઢી હતી. હાઇકોર્ટે જણાવ્યું હતું કે, દર્દીઓના આરોગ્ય અને તબીબી સારવાર માટે અનિવાર્ય એવા ઓકિસજનની મોંધા ભાવે ખરીદી કરી … Read More

 • default
  રાહુલે ગુજરાતના સભ્યોને દિલ્હી બોલાવી કરેલ ચર્ચા

  ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉત્કૃષ્ટ અને અસાધારણ દેખાવથી ખુશ થયેલા રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ આગામી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીને લઇ ગુજરાતના સ્થાનિક ધારાસભ્યોને દિલ્હી તેડાવ્યા હતા અને તેઓની સાથે મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા હાથ ધરાઈ હતી. બેઠકમાં રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણીમાં કયા મુદ્દા ઉઠાવવા, પ્રજાને કયા મુદ્દાઓ પર આકર્ષવી અને કયા પ્રકારે આગળ વધવુ તે સહિતની

  Read More
 • default
  ઇજનેરી-ફાર્મસીમાં પ્રવેશ માટે ગુજકેટ ૨૩મી એપ્રિલે લેવાશે

  ઇજનેરી અને ફાર્મસીમાં પ્રવેશ માટેની ગુજકેટની પરીક્ષા આગામી તા.૨૩મી એપ્રિલના રોજ યોજાશે. આ વર્ષે એડમીશન માટે ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહના ગ્રુપ-એ, ગ્રુપ-બી અને ગ્રુપ-એબીના વિદ્યાર્થીઓ માટેની આ ગુજકેટની પરીક્ષા માટે ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખ સત્તાવાળાઓ દ્વારા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. જિલ્લા કક્ષાના કેન્દ્રો પર સવારે ૧૦થી સાંજે ચાર વાગ્યા દરમ્યાન ગુજકેટની આ પરીક્ષા યોજાશે.

  Read More
 • default
  ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં અંતે પી. પી. પાંડે બિનતહોમત છૂટ્યા

  ચકચારભર્યા ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં પૂર્વ ડીજીપીને બહુ મોટી રાહત આપતાં અત્રેની સીબીઆઇ સ્પેશ્યલ કોર્ટે આ કેસમાંથી તેમને બિનતહોમત છોડી મૂકતો ખૂબ જ મહત્વનો આદેશ કર્યો છે. ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં બિનતહોમત છૂટનાર નિવૃત્ત ઇન્ચાર્જ ડીજીપી પી.પી.પાંડે સૌપ્રથમ અધિકારી છે. ચકચારભર્યા ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં ગુજરાતના નિવૃત્ત ઇન્ચાર્જ ડીજીપી પી.પી.પાંડેની આ કેસમાંથી પોતા

  Read More
 • default
  બિનતહોમત છૂટવા હાર્દિક પટેલે કરેલી અરજી એડી. સેશન્સ કોર્ટે રિજેક્ટ કરી

  પાટીદાર અનામત આંદોલન દરમ્યાન ઉશ્કેરણીજનક ભાષણો અને નિવેદનો કરી કોમી વૈમનસ્ય ફેલાવવા અને રાજયની શાંતિનો ભંગ કરવાના ચકચારભર્યા રાજદ્રોહના કેસમાં બિનતહોમત છૂટવા માટે પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલ દ્વારા કરાયેલી ડિસ્ચાર્જ અરજી અત્રેના એડિશનલ સેશન્સ જજ દિલીપ પી.મહિડાએ આકરા વલણ સાથે ફગાવી દીધી હતી. કોર્ટે પાટીદાર અનામત આંદોલન સમિતના કન્વીનર અને પાટીદાર નેતા હાર્દિક પટેલને &hel

  Read More
 • default
  આગામી વાયબ્રન્ટ સમિટમાં સિંગાપોરને પાર્ટનર કન્ટ્રી બનવા મુખ્યમંત્રીનું ઇંજન

  મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સિંગાપોરના મુંબઇ સ્થિત કોન્સ્યુલ જનરલ અજિતસિંગે ગાંધીનગરમાં સૌજ્ન્ય મુલાકાત કરી હતી. મુખ્યમંત્રીએ આગામી વાયબ્રન્ટ સમિટ-ર૦૧૯માં સિંગાપોરને પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાવા કોન્સ્યુલ જનરલને નિમંત્રણ પાઠવ્યું હતું. વિજયભાઇ રૂપાણીએ ર૦૧પથી વાયબ્રન્ટ સમિટમાં સિંગાપોર પાર્ટનર કન્ટ્રી તરીકે સહભાગી થાય છે તેનો પણ વિશેષ ઉલ્લેખ કર્યો હતો. તેમણે ગુજરાત-

  Read More
 • default
  રાજ્યભરમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું : નલિયામાં રાત્રિનું તાપમાન ૨૦ ડિગ્રી

  અમદાવાદ શહેરમાં ગરમીના પ્રમાણમાં દિન પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. આજે લઘુતમ તાપમાનમાં વધુ વધારો થયો હતો. શહેરમાં તપમાન ૧૬ ડિગ્રી થયુ હતુ. લઘુતમ તાપમાન તમામ જગ્યાએ વધારે જાવા મળે છે. જેથી હવે ગરમીના પ્રમાણમાં વધારો થઇ રહ્યુ હોવાના સંકેત મળી રહ્યા છે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ તીવ્ર ગરમીનો અનુભવ થવાની શક્યતા જાણકાર … Read More

 • default
  હવે ટ્રેનમાં પૈસાની ઉઘરાણી કરતા નનહીં જોવા મળે કિન્નર : રેલવે

  દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેના સાલેમ ડિવિઝનમાંં કિન્નરોએ બે મુસાફરોને પૈસા ન આપવાને કારણે ટ્રેનમાંંથી નીચે ફેંકી દીધા હતા. જેમાંથી એક મુસાફરનું ઘટના સ્થળે જ મોત થઇ ગયું અને બીજા મુસાફરની સ્થિતિ ગંભીર હોવાનું સામે આવી રહ્યુ છે. મુસાફરના મૃત્યુ બાદ પરિવારજનોએ ટિ્‌વટર પર ફરિયાદ કરી તો રેલવે બોર્ડની ઊંઘ ઉડી અને ૧૫ દિવસની અંદર દેશભરની … Read More

 • default
  મ્યુનિ. દ્વારા શહેરના વસ્ત્રાપુરથી આઈઆઈએમ બ્રિજ સુધી રસ્તો પહોળો કરાશે

  વસ્ત્રાપુર તળાવથી આઈઆઈએમ બ્રિજના છેડા સુધીના ૪૦૦ મીટર લાંબા રસ્તાને પહોળો કરવા માટે હવે ટૂંક સમયમાં કાર્યવાહી કરવામાં આવશે. કોર્પોરેશનના અધિકારીઓએ આ રસ્તો પહોળો કરવામાં આવતા જે લોકોની મિલકત કપાતમાં જઈ રહી છે તેમની સાથે બેઠક કરી હતી. જેમાં હાજર લોકો કપાત માટે રાજી થતાં ટૂંક સમયમાં જ ઓપરેશન હાથ ધરી રસ્તો પહોળો કરવાની કામગીરી … Read More

અમદાબાદ રોજનીશી
Most Viewed News
VOTING POLL