એરસેલ કંપની દેવાળું ફુંકે તેવી વકી : કર્મચારી ભારે ચિંતાતુર

February 28, 2018 at 7:55 pm


મોબાઇલ સેવા ઉપલબ્ધ કરાવનાર કંપની એરસેલ દેવાળુ ફુંકે તેવી શક્યતા દેખાઈ રહી છે. મોબાઇલ સ##352;વસ આેપરેટર એરસેલે પાેતાના યુનિટની સાથે મુંબઈના નેશનલ કંપની લો ટ્રીબ્યુનલમાં પાેતાને બેંકરÃટ અથવા તાે દેવાદાર જાહેર કરવા માટે અરજી કરી દીધી છે. 15500 કરોડ રૂપિયાના દેવામાં ડુબેલી કંપની ટુંક સમયમાં જ પાેતાને બેંકરÃટ જાહેર કરવા માટે અરજી કરવાની તૈયારીમાં છે. કંપનીનાે આ નિર્ણય તમામ મોબાઇલ આેપરેટરોમાં પણ ભારે ચર્ચા જગાવે છે. કંપનીનાે આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે મલેશિયાની કંપની મેÂક્સસ અને તેના શેર ધારકો તથા દેવાદારો વચ્ચે કોઇપણ પ્રકારની સહમતિ થઇ શકી નથી. જો નેશનલ કંપની લો ટ્રીબ્યુનલ એરસેલની દેવાદાર કંપની તરીકે જાહેર કરવાની તેની અરજી પર વિચારણા કરશે તાે એનસીએલટી એક અનસાેલ્વેન્સી રેગ્યુલેશન પ્રાેફેશનલની નિમણૂંક કરશે જેને 270 દિવસની અંદર કંપનીના રિપેમેન્ટ પ્લાન તૈયાર કરવા માટે કહેવામાં આવશે. જો કે, રિઝોલ્યુશન પ્રાેફેશનલ આમાં ટ્રીબ્યુનલને રિપેમેન્ટ પ્લાન\ આપવામાં અથવા તાે તેના પર સહમતિ દશાૅવવામાં નિ»ફળ રહેશે તાે કંપનીને બેંકરÃટ જાહેર કરીને તેમના લિક્વીડિશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. હાલમાં જ કંપનીએ છ ટેલિકોમ સર્કલમાં પાેતાની સેવા બંધ કરી દીધી છે. સÃટેમ્બર 2016માં રિલાયન્સ જીયોની શરૂઆત બાદથી સતત નુકસાનમાં ચાલી રહેલી કંપનીની હાલત કફોડી બની છે. અનેક સર્કલમાં કંપનીની સેવા બંધ થવાના કારણે સેંકડો લોકોના રોજગાર ઉપર પણ સંકટના વાદળો ઘેરાઈ ગયા છે. ડિસેમ્બર 2017ના આંકડા મુજબ કંપની દેશની છઠ્ઠી સાૈથી મોટી મોબાઇલ સ##352;વસ કંપની છે અને તેના 8.5 કરોડ ગ્રાહકો રહેલા છે. કોપાેૅરેટ જગતમાં અહેવાલની ચર્ચા ચાલી રહી છે.

Comments

comments

VOTING POLL