ભારતના પૂર્વ કેપ્ટન અજિત વાડેકરનું ૭૭ વર્ષની વયે નિધન

August 17, 2018 at 8:08 pm


ભારતને ક્રિકેટની દુનિયામાં અલગ ઓળખ અપાવનાર ભારતના પૂર્વ કેપ્ટન અજિત વાડેકરનું ૭૭ વર્ષની વયે બુધવારે રાત્રે નિધન થયું હતું. તેઓ ઘણા લાંબા સમયથી કેન્સરથી પીડાતા હતા. એક એપ્રિલ ૧૯૪૧ના રોજ મુંબઈમાં જન્મેલા વાડેકરે બુધવારે રાત્રે મુંબઈની જસલોક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

અજિત વાડેકરે ૧૯૬૬થી ૧૯૭૪ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી હતી. તેઓએ પોતાની ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની શરૂઆત ૧૯૫૮માં કરી હતી. ૧૯૭૧માં અજિત વાડેકરની કેપ્ટનશિપમાં ભારતે ઇંગ્લેન્ડમાં પોતાની પ્રથમ ટેસ્ટ સિરીઝ જીતી હતી.

Comments

comments

VOTING POLL