ઓલ ઈગ્લૈંડ ચેમ્પિયનશીપ: સિંધુનો વિજય તો સાઈનાને ફરી મળી હાર

March 15, 2018 at 11:25 am


Spread the love

ભારતની સ્ટાર બેડમિંટન ખેલાડી પીવી સિંધુએ ઓલ ઈગ્લૈંડ ચેમ્પિયનશીપના પહેલા પડાવમાં જીત મેળવી છે. જો કે આ જીત મેળવવા માટે તેને ખૂબ મહેનત કરવી પડી છે. ઓલંપિક સિલ્વર મેડલ વિજેતા સિંધુને થાઇલેન્ડની પોર્નપાવી ચોચુવોંગએ મુશ્કેલ પડકાર આપ્યો હતો. સિંધુએ 56 મિનિટ સુધી ચાલેલા આ મેચને 20-22, 21-17, 21-9થી જીત્યો છે.

આ સિવાય શ્રીકાંતને પહેલા રાઉન્ડમાં ફ્રાંસના બ્રાઈસ લીવરદેજને હરાવવામાં મુશ્કેલી નડી હતી. શ્રીકાંતે લીવરદેજને 7-21, 21-14 અને 22-20થી હરાવ્યો છે. જ્યારે ભારતની સાઈના તાઈ જુ યિંગ સામે 14-21, 18-21થી મેચ હારી હતી. મહત્વપૂર્ણ છે કે છેલ્લા પાંચ વર્ષમાં તાઈવાનની આ ખેલાડી સામે સાઈના આઠમી વખત હારી છે.