અમેરિકા, ફ્રાંસ અને બ્રિટનનો સીરિયા ઉપર હવાઈ હુમલો

April 14, 2018 at 11:06 am


અમેરિકાએ સીરિયાની વિરૂદ્ધ યુદ્ધની જાહેરાત કરી દીધી છે. સીરિયાની રાજધાની દમિશ્કમાં હવાઇ હુમલો કરાયો છે. આ હુમલામાં કોઈ જાનહાની થઈ છે કે કેમ તેની વિગતો હજુ બહાર આવી નથી. અમેરિકાની આ કાર્યવાહીમાં બ્રિટન અને ફ્રાન્સ પણ સાથે છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રને સંબોધિત કરતાં કહ્યું કે અમેરિકાએ સીરિયાની વિરૂદ્ધ યુદ્ધ છેડી દીધું છે અને તેમાં બ્રિટન અને ફ્રાન્સ પણ સામેલ છે.
તાજેતરમાં જ સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ અસદે રાસાયણિક હથિયારોનો પ્રયોગ કર્યો હતો, જેમાં 60થી વધુ લોકોના મોત થયા હતા. અમેરિકાની તરફથી એ સમયે જ સીરિયાની વિરૂદ્ધ આકરી રીતે રજૂ થવાની પ્રતિક્રિયા આપી દીધી હતી. ટ્રમ્પે પોતાના સંબોધનમાં એમ પણ કહ્યું કે રાસાયણિક હથિયારોનો ઉપયોગ થવાના લીધે અમેરિકાએ સીરિયા પર જવાબી કાર્યવાહી કરી છે. અમેરિકાની આ કાર્યવાહીમાં બ્રિટન અને ફ્રાન્સ પણ સામેલ છે.
ટ્રમ્પે સીરિયાના રાષ્ટ્રપિત માટે કહ્યું, આ કોઇ વ્યક્તિની હરકત હોઇ શકે નહીં. આ એક શેતાનની માનવતા વિરૂદ્ધ કરાયેલ હરકત છે. આજની રાત્રે કરાયે હુમલાની પાછળનો અમારો ઉદ્દેશ્ય રાસાયણિક હથિયારોના નિમર્ણિ અને પ્રયોગ કરનારને ચેતવણી આપવાનો છે. રાસાયણિક હથિયારોનો ઉપયોગ અને નિમર્ણિ બંને રોકાવાનો અમારો ઉદ્દેશ્ય છે.
રાષ્ટ્રપિત ડોનાલ્ડ ટ્રમ્પ્ની તરફથી રજૂ કરાયેલ સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે બ્રિટન અને ફ્રાન્સના સહયોગ અને સહમતિના આધાર પર અમેરિકાએ સીરિયા પર હુમલો કર્યો છે અને આ સૈન્ય કાર્યવાહી હજુ ચાલુ રહેશે. તેમણે રશિયાને ચેતવણી આપતા કહ્યું છે કે આ હુમલો સીરિયાના રાષ્ટ્રપતિ અસદને રાસાયણિક હથિયારોનો ઉપયોગ કરતાં રોકવા માટે રશિયાની વિફલતાનું સીધું પરિણામ છે.
એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે મિસાઇલ હુમલાના નિશાના પર સીરિયાના કેટલાંય સ્થળો છે જેમાં થોમહોક ક્રૂઝ મિસાઇલ પણ સામેલ છે. અમેરિકાના રાષ્ટ્રપતિએ સીરિયાની સાથે ઉભા રહેનાર ઇરાન અને રશિયાને લઇને પણ ખૂબ જ કડકાઇભયર્િ શબ્દોનો ઉપયોગ કર્યો. તેમણે કહ્યું કે આ રાષ્ટ્રોએ વિચારવું પડશે કે આ કયા દેશનો સાથ નિભાવી રહ્યાં છે. માસૂમ લોકોના જીવ લેનારાઓનો તમે કેવી રીતે સાથ નિભાવી શકો છો?
આપ્ને જણાવી દઇએ કે છેલ્લાં સાત વર્ષથી સીરિયા ગૃહયુદ્ધમાં અટવાયેલું છે. લાખો સીરિયન નાગરિકોએ દુનિયાના બીજા દેશોમાં શરણ લઇ રહ્યાં છે. સીરિયાના ગૃહયુદ્ધ જેવી સ્થિતિમાં અમેરિકાની સૈન્ય કાર્યવાહીની સાથે બીજું એક પ્રકરણ જોડાઇ ગયું છે.

Comments

comments