અનીલ અંબાણીએ પીપાવાવના નિખીલ ગાંધી સામે રૂા.૫૪૪૦ કરોડનો દાવો કર્યેા

March 6, 2018 at 11:21 am


અનીલ અંબાણીની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રકચરે તેની પેટા કંપની સાથે મળીને પીપાવાવ ડિફેન્સ એન્ડ એન્જીનિયરીંગના સ્થાપક પ્રમોટર્સની વિરૂધ્ધમાં લવાદ નોટીસ ઈશ્યુ કરી છે અને ખરીદ કરાર હેઠળની વોરન્ટીનો ભગં કરવા બદલ રૂા.૫૪૪૦.૩૮ કરોડનો દાવો કર્યેા છે. પીપાવાવ ડિફેન્સ એન્ડ એન્જિનિયરીંગ હવે રિલાયન્સ નેવલ એન્ડ એન્જિનિયરીંગ લી. (આર.એન.ઈ.એલ.) તરીકે ઓળખાય છે. રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રકચર એ જે વોરન્ટીનો ભગં કરવામાં આવ્યો છે તેની ચોકકસ વિગતો આપી નથી.
ઉલ્લેખનીય છે કે ૨૦૧૫ની ચોથી માર્ચે આરઈન્ફ્રા, તેની પેટા કંપની રિલાયન્સ ડિફેન્સ સિસ્ટમ (આર.ડી.એસ.પી.એલ) અને પીપાવાવ ડિફેન્સ એન્ડ એન્જીનિયરીંગના સ્થાપક પ્રમોટર્સ વચ્ચે પીપાવાવ ડિફેન્સ એન્ડ એન્જીનિયરીંગનો શેર્સ ખરીદવા માટે કરાર થયા હતાં. આરઈન્ફ્રાએ આ કંપનીને રૂા.૨૦૦૦ કરોડમાં ખરીદી હતી પણ દાવાની રકમ તેના કરતા ઘણી વધારે છે.

આરઈન્ફ્રાએ જણાવ્ું હતું કે, ‘કંપનીએ તેની પેટા કંપની આરડીએસપીએલ સાથે મળીને પીપાવાવ ડિફેન્સ એન્ડ એન્જિનિયરીંગ લી.ના તમામ સ્થાપક પ્રમોટર્સ નિખિલ ગાંધી, ભાવેશ ગાંધી અને તેમની કંપનીઓ (સ્કીલ ઈન્ફ્રાસ્ટ્રકચર્સ લી., ગ્રેવેક ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઈનાન્સ પ્રા.લી. અને સ્કીલ શીપયાર્ડ હોલ્ડિંગ્સ પ્રા.લી.)ની વિરૂધ્ધમાં લવાદ નોટીસ ઈઇશ્યુ કરી છે. અને ૨૦૧૫ની ચોથી માર્ચે થયેલા ખરીદ કરાર હેઠળની વોરન્ટીનો ભગં કરવા બદલ દાવો કર્યેા છે. માર્ચ–૨૦૧૫માં એરઈન્ફ્રાએ પીપાવાવ ડિફેન્સ એન્ડ ઓફશોર એન્જીનિયરીંગનો અંકુશાત્મક હિસ્સો રૂા.૨૦૮૨.૩ કરોડમાં ખરીદવાની જાહેરાત કરી હતી. સોમવારે બીએસઈ પર આરક્રાફટએ ૧૮ ટકા હિસ્સો રૂા.૮૧૯ કરોડમાં ખરીદવા માટે પ્રમોટર ગ્રુપ સાથે શેર પર્ચેઝ એગ્રીમેન્ટ કર્યા હતાં અને બાદમાં કંપનીએ રૂા.૧૨૦૦ કરોડમાં કંપનીનો વધુ ૨૬ ટકા હિસ્સો ઓપન ઓફર કરીને ખરીધો હતો.

Comments

comments

VOTING POLL