વધતી ઉંમરની અસરને ઘટાડો આ કુદરતી વસ્તુઓથી

August 18, 2018 at 6:12 pm


ઉંમર વધે પરંતુ ત્વચા પરની યુવાની દૂર ન થાય તે માટે દરેક વ્યક્તિ પ્રયત્નો કરે છે. પરંતુ ત્વચાની યોગ્ય સંભાળનો અભાવ રહી જાય ત્યારે આ પ્રયત્નો કામ લાગતાં નથી. તમને પણ આવી સમસ્યા સતાવતી હોય તો આજે જાણી લો કે કઈ કઈ વસ્તુઓ ત્વચાને ચમકતી અને યુવાન રાખી શકે છે…

કાકડી
ઓછી કેલરી, ભરપૂર પાણી અને સિલિકા નામનું ખનીજ તત્વ ધરાવતી કાકડી ચમકીલી, સુંવાળી ત્વચા આપે છે. વેઇટ-કન્ટ્રોલ માટે અને કેલરી-કન્ટ્રોલ માટે કાકડી સારી છે.

અખરોટ
અખરોટમાં વિટામિન ઈ અને ખાસ પ્રકારના એસેન્શિયલ ઓઇલ્સ હોય છે જે બ્રેઇન માટે ખૂબ પોષક છે. શરીર માત્ર બહારથી જ યંગ હોય એટલું પૂરતું નથી, બ્રેઇન પણ શાર્પ, સતેજ અને સક્રિય રહે એ માટે અખરોટ ઇઝ મસ્ટ.

ગ્રીન ટી
શરીરમાં ભરાયેલો ટોક્સિક કચરો આંતરિક અવયવોને ડેમેજ કરે તો અંદરના અવયવોને ઘસારો પહોંચે છે. નિયમિત ગ્રીન ટી પીવાથી યુરિન વાટે ઝેરી તત્વોનો તત્કાલ નિકાલ થાય છે ને એટલે લિવર, કિડની, બ્લડનું પ્યુરિફિકેશન થતું રહે છે.

સૂર્યમુખીનાં બી
ત્વચાની ઇલેસ્ટિસિટી જાળવી રાખે એવું વિટામિન ઈ સૂર્યમુખીના બીમાં રહેલું છે. આ બીનું તેલ નહીં, પરંતુ બીને શેકીને ખાવાથી મેક્સિમમ ફાયદો મળે છે.

તલ
તલમાં વિટામિન ઈ ભરપૂર માત્રામાં હોવાથી હાડકાં, દાંત અને નખ માટે ઉત્તમ છે. એજિંગ પ્રોસેસ અટકાવવા માટે હાડકાંનું નિયમિત પોષણ થતું રહે એ માટે આખા તલ સારા છે.

Comments

comments

VOTING POLL