Apple યુઝર્સ આનંદો, આ સ્માર્ટફોન પર મળી રહ્યું છે રૂ.12000નું કેશબેક

April 10, 2019 at 1:53 pm


આજકાલ એપલ ફોનની બોલબાલા ફૂલીફાલી છે, અને જો આ ફોન પર ડિસ્કાઉન્ટ મળે તો તમામ લોકોમાં બુકિંગ માટે ભાગદોડ મચે છે, ત્યારે ઈ-કૉમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ અને એમેઝોન ઇન્ડિયા સતત સ્માર્ટફોન પર ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ કરાવે છે.

 

હવે પીએટીએમ કંપની આઇફોન પર રૂ .12,000 સુધીનું કેશબેક આપી રહી છે. જો તમે આઇફોન ખરીદવાની વિચારણા કરી રહ્યા છો, તો પેટીએમ આ સમયે સારી ડીલ આપી રહ્યું છે. તમે iPhone X, iPhone XR, iPhone XS અને iPhone XS Max ને કેશબેક સાથે ખરીદી શકો છો. આ કેશબેક યૂઝર્સોને તેમના પીટીએમ વૉલેટમાં આપવામાં આવશે.

 

Apple iPhone X: આ ફોનના 64 જીબી સ્ટોરેજ મોડલ 81,992 રૂપિયા સુધીના કેશબેક સાથે ખરીદી શકાય છે. તેના પર રૂ. 4,100 સુધીનું કેશબેક આપવામાં આવશે, ત્યારબાદ તેની અસરકારક કિંમત રૂ. 77,892 રહેશે. તે જ સમયે તેના 256 જીબી સ્ટોરેજ મોડેલ પર રૂ. 12,000 સુધીના કેશબેક સાથે ખરીદી શકાય છે. તેની કિંમત 91,399 છે. કેશબેક પછી તેની કિંમત 79,399 રૂપિયા હશે.

 

એપલ આઈફોન એક્સઆર ફોનમાં 64 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ રૂ. 3,800 ના કેશબેક સાથે ખરીદી શકાય છે. આ ફોનની કિંમત રૂ. 76,900 છે, જે કેશબેક પછી રૂ. 73,100 થશે. તે જ સમયે તેના 256 જીબી સ્ટોરેજ વેરિયન્ટ રૂ .12,000 ના કેશબેક પછી 79,900 રૂપિયા થશે. તેની હકીકત કિંમત 91,900 રૂપિયા છે. તો સાથે જ આઈફોન મેક્સમાં 64 જીબી સ્ટોરેજ મોડલને રૂ. 12,000ના કેશબેક્સ સાથે રૂ. 87,890 માં ખરીદી શકાય છે. તે જ સમયે આઇફોન XS મેક્સના 64 જીબી સ્ટોરેજ વેરિયન્ટને રૂ. 1,09,000 માટે ખરીદી શકાય છે. આ ફોનમાં રૂ. 12,000 નું કેશબેક આપવામાં આવે છે. ત્યારે આઈફોન યુઝર્સ હવે તમામ ફેસિલીટી અને ડિસ્કાઉન્ટ સાથે ટહેલતા જોવા મળી રહ્યા છે.

Comments

comments