ASI ખુશ્બુએ રવિરાજની હત્યા કરી : રિપોર્ટમાં દાવો

July 15, 2019 at 9:32 pm


સમગ્ર ગુજરાતમાં ભારે ચકચાક જગાવનાર એએસઆઈ ખુશ્બુ કાનાબાર અને કોન્સ્ટેબલ રવિરાજ સિંહ જાડેજાના રહસ્યમય મોતના મામલામાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. સમગ્ર મામલામાં તપાસ કરનાર એફએસએલનો રિપોર્ટ આવી ગયો છે. જેમાં જણાવવામાં આવ્યું છે રાજકોટના એએસઆઈ ખુશ્બુ કાનાબારે કોન્સ્ટેબલ રવિવાજસિંહ જાડેજાની હત્યા કરી નાંખી હતી અને ત્યારબાદ પોતે પણ આપઘાત કરી લીધો હતો. આ મામલામાં હાલમાં ઉંડી તપાસ ચાલી રહી છે. કેટલીક નવી વિગતો હજુ પણ ખુલી શકે છે. છેલ્લા કેટલાક દિવસોથી ભારે ચકચાર જગાવનારા રાજકોટના એએસઆઇ ખુશ્બુ કાનાબાર અને કોન્સ્ટેબલ રવિરાજસિંહ જાડેજાના રહસ્યમય મોતને લઇને કોકડુ ગુંચવાયું છે. બીજીબાજુ, ફ્‌લેટમાં પોતાની સર્વિસ રિવોલ્વર ભૂલી જનાર એએસઆઇ વિવેક કુછડીયા સામે ખાતાકીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ સમગ્ર કેસને લઇને પોલીસ બેડામાં પણ ભારે ચકચાર મચી ગઇ છે.

આ કેસમાં એસીપી કક્ષાના અધિકારી દ્વારા તપાસ અને પૂછપરછ કરવામાં આવી રહી છે. રિવોલ્વર ભૂલી ગંભીર બેદરકારી દાખવનાર વિવેક કુછડીયાના મામલે ડિટેઇલ્ડ રિપોર્ટ ડીસીપીને સોંપવામાં આવશે. બાદમાં એએસઆઇ વિવેક કુછડિયા વિરૂદ્ધ ક્યાં પગલા લેવા તે અંગે નિર્ણય કરવામાં આવશે. બનાવ પૂર્વે ફ્‌લેટમાં હાજર વિવેક કુછડિયાના કોલ ડિટેઇલ અને લોકેશન પણ પોલીસે મેળવ્યા છે. એટલુ જ નહી, જે કાર સીસીટીવીમાં આંટા મારતી નજરે પડતી હતી તે સહિતની બાબતોને લઇ પોલીસ ઝીણવટભરી તપાસ ચલાવી રહી છે. આગામી દિવસોમાં આ કેસમાં નવા ખુલાસા સામે આવે તેવી પૂરી શકયતા છે.

Comments

comments

VOTING POLL