ASI પ્રેમિકાની હત્યા કરી કોન્સ્ટેબલનો આપઘાત

July 11, 2019 at 11:27 am


‘લવ, સેકસ આૈર ધોખા’માં ઘણી વખત કેવી કરૂણાંતિકા સજાર્ય છે તેનો એક કિસ્સો આજે રાજકોટમાં સામે આવ્યો છે. યુનિવસિર્ટી પોલીસ મથકમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતી મુળ જામજોધપુરની યુવતી અને રાજકોટના પરિણીત કોન્સ્ટેબલ વચ્ચેના પ્રેમસંબંધમાં કરૂણ અંજામ આવ્યો હતો. કોસ્મોપ્લેકસ પાસે આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડ કવાર્ટર્સમાં રહેતી મહિલા એએસઆઈની સરકારી 9 એમ.એમ. પિસ્તોલમાંથી ફાયરિ»ગ કરી પ્રેમી કોન્સ્ટેબલે સાથી એએસઆઈની હત્યા કરી પોતે પણ આપઘાત કરી લેતાં સનસનાટી મચી ગઈ હતી. આ ઘટનાને પગલે પોલીસબેડામાં પણ શોક વ્યાપી ગયો હતો. પોલીસે આ પ્રકરણમાં કોન્સ્ટેબલ સામે હત્યાનો ગુનો નાેંધવા તજવીજ હાથ ધરી છે. સમગ્ર ઘટનાની મળતી માહિતી મુજબ શહેરના યુનિવસિર્ટી પોલીસ મથકમાં ડી-સ્ટાફમાં ફરજ બજાવતાં અને મવડી પોલીસ કવાર્ટર્સમાં રહેતા પરિણીત રવિરાજસિંહ અશોકસિંહ જાડેજા (ઉ.વ.30) અને યુનિવસિર્ટી પોલીસ મથકમાં જ એએસઆઈ તરીકે ફરજ બજાવતી મુળ જામજોધપુરની ખુશ્બુ રાજેશભાઈ કાનાબાર (ઉ.વ.26) વચ્ચે છેલ્લા ઘણા વખતથી પ્રેમસંબંધ હોય ગઈકાલે બન્ને ગુજરાત હાઉસિંગ બોર્ડના ચોથા માળે આવેલ પોલીસ મિત્રના કવાર્ટર્સમાં ભાડેથી રહેતી ખુશ્બુના ફલેટ નં.ઈ-402માં રવિરાજસિંહ ગતરાત્રીના આવ્યા હતા અને વહેલી સવારે કે મોડીરાત્રે બન્ને વચ્ચે કોઈ કારણસર ઝઘડો થયો હોય રવિરાજસિંહે ખુશ્બુની 9 એમ.એમ. સવિર્સ પિસ્તોલમાંથી ફાયરિ»ગ કરી ખુશ્બુની હત્યા કર્યા બાદ પોતે પણ લમણે ગોળી ધરબી આપઘાત કરી લીધો હતો.

યુનિવસિર્ટી પોલીસ મથકના સાથી કોન્સ્ટેબલને રવિરાજસિંહના પિતા અશોકસિંહ જાડેજાએ રવિરાજસિંહ ઘરે આવ્યા ન હોય અને ફોન ઉપાડતા ન હોય તે બાબતે તપાસ કરવાનું કહેતાં સાથી કોન્સ્ટેબલ કે જેને રવિરાજસિંહ કયા હતા તે જાણ હોય તે ખુશ્બુના ફલેટે પહાેંચ્યા હતા. અંદરથી દરવાજો બંધ હોય ઈ-402ની બાજુમાં જ આવેલા ફલેટ કે જ્યાં ફલેટનું ફનિર્ચર કામ ચાલુ હાય તેની ગેલેરીમાંથી બાજુના ખુશ્બુના ફલેટમાં તે પ્રવેશ્યા હતા અને અંદર દૃશ્ય જોતાં તે હતપ્રભ બની ગયા હતા. લોહીલુહાણ હાલતમાં ખુશ્બુ અને રવિરાજસિંહની લાશ પડી હતી. આ અંગે તેમણે તાત્કાલીક તાલુકા પોલીસ અને યુનિવસિર્ટી પોલીસ તેમજ અધિકારીઆેને જાણ કરી હતી. જોઈન્ટ પોલીસ કમિશનર અજયકુમાર ચૌધરી, ડીસીપી રવિમોહન સૈની, એસીપી જે.એસ. ગેડમ, તાલુકા પોલીસ મથકના પીઆઈ વી.એસ. વણઝારા, યુનિવસિર્ટી પોલીસ મથકના પીઆઈ એ.એલ. આચાર્ય, એસઆેજીના પીઆઈ આર.વાય. રાવલ, ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ સોનારા તેમજ સાથી પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પ્રેમ પ્રકરણમાં કોન્સ્ટેબલ રવિરાજસિંહે એએસઆઈ ખુશ્બુ કાનાબારને સવિર્સ રિવોલ્વરમાંથી ગોળી મારી હત્યા કર્યા બાદ પોતે પણ આપઘાત કરી લીધાની વાત વાયુવેગે પ્રસરી જતાં રવિરાજસિંહના પરિવારજનો અને મિત્રો તથા સ્નેહીઆે ગુજરાત હાઉસિંગ બોર્ડ કવાર્ટર્સ ખાતે દોડી ગયા હતા. આ સમગ્ર બનાવની પોલીસ તપાસ ચલાવી રહી છે.

પરિણીત રવિરાજસિંહ અને મહિલા એએસઆઈ ખુશ્બુ કાનાબાર વચ્ચે પ્રેમસંબધં બાદ સાથે રહેતા હતાં
મુળ શાપરના વતની અને હાલ યુનિવર્સિટી પોલીસ મથકમાં ડી–સ્ટાફમાં ફરજ બજાવતાં રવિરાજસિંહ અશોકસિંહ જાડેજાના લ વાંકાનેર પાસેના સરધાર ગામે ઝાલા પરિવારની દીકરી સાથે થયાં હતાં અને તેમને સંતાનમાં એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લાં આઠ વર્ષથી પોલીસ બેડામાં ફરજ બજાવતાં રવિવરાજસિંહને યુનિવર્સિટી પોલીસ મથકમાં પ્રથમ પોસ્ટિંગ મેળવનાર ત્રણ વર્ષથી પોલીસ વિભાગમાં જોડાયેલ મુળ જામજોધપુરની ખુશ્બુ કાનાબાર સાથે મિત્રતા થયા બાદ આ સંબધં પ્રેમમાં પરિણમ્યો હતો અને ખુશ્બુ જે ફલેટમાં ભાડે રહેતી હતી ત્યાં રવિરાજસિંહ પણ રહેતા હતાં અને બન્ને વચ્ચેના સંબધં જગજાહેર હતાં.

રવિરાજસિંહ પરિવારનો એકનો એક પુત્ર: પિતા રૂરલ પોલીસમાં ફરજ બજાવે છે
મુળ શાપરના વતની રવિરાજસિંહ અશોકસિંહ જાડેજાના પિતા રાજકોટ જિલ્લા પોલીસમાં ફરજ બજાવે છે અને તે મવડી હેડકવાર્ટર ખાતે રહે છે. રવિરાજસિંહ પોતે પરિવારના એકમાત્ર સંતાન હતાં અને પરિવારના આધારસ્તભં હતાં. પુત્રના અવસાનથી પરિવાર શોકમ બની ગયો છે અને એક પુત્રીએ પિતાની છત્રછાયા ગૂમાવી દીધી છે

ખુશ્બુના પિતા ભજીયાની રેંકડી ચલાવે છે: બહેને આપઘાત કર્યેા’તો
મુળ જામજોધપુરની વતની ખુશ્બુ કાનાબાર ત્રણ વર્ષથી પોલીસ વિભાગમાં સીધા જ એએસઆઈ તરીકે જોડાઈ હતી. તે બે બહેન અને એક ભાઈમાં વચેટ હતી. તેના પિતા રાજેશભાઈ કાનાબાર જામજોધપુરમાં ભજીયાની રેકડી ચલાવે છે. જેનું નામ ‘ખુશ્બુ ભજીયા હાઉસ’છે. ખુશ્બુની બહેન નીધિએ ત્રણ વર્ષ પહેલા આપઘાત કર્યેા હોય કાનાબાર પરિવારની એક પુત્રીના અવસાન બાદ બીજી પુત્રીના મોતથી પરિવાર શોકમ બની ગયું છે

ખુશ્બુના ફલેટમાં ઘટનાની રાત્રે હાજર અન્ય પોલીસ કોણ…?
આ ઘટનાની રાત્રે ખુશ્બુ અને રવિરાજસિંહ ઉપરાંત અન્ય એક પોલીસ કોન્સ્ટેબલ સહિતના ચાર વ્યકિતઓ હાજર હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જોકે આ મુદ્દે હજુ સુધી તપાસનીશ પોલીસ અધિકારીઓએ કોઈ સ્પષ્ટ્રતા કરી નથી પરંતુ ખુશ્બુ સાથે રાત્રે શું બનાવ બન્યો તે ઘટના પૂર્વે હાજર પોલીસ સ્ટાફની પૂછપરછથી પોલીસને મહત્વની કડી મળી શકે છે

રવિરાજસિંહ અને ખુશ્બુ વચ્ચે તકરારનું કારણ શું…?
આ ઘટનામાં પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનું પોલીસ અધિકારીઓ સ્વીકારી રહ્યાં છે. પરંતુ ખુશ્બુ અને રવિરાજસિંહ વચ્ચે એવું તે શું બન્યું કે વાત હત્યા અને આપઘાત સુધી પહોંચી ગઈ. રવિરાજસિંહ અને ખુશ્બુ વચ્ચેના પ્રેમપ્રકરણની જાણની યુનિવર્સિટી પોલીસ મથકમાં જગજાહેર હતી અને બન્ને અવારનવાર સાથે મળતા હતાં. ખુશ્બુ જે ફલેટમાં રહેતી હતી તે ફલેટ પણ યુનિવર્સિટી પોલીસમાં ફરજ બજાવતાં સાથી કોન્સ્ટેબલનો છે. સમગ્ર પ્રકરણમાં ખુની ખેલ શા માટે સર્જાયો તે મસ મોટો સવાલ છે

ખુશ્બુની લાશ સંભાળવાનો પરિવારનો ઈનકાર
ઘટનાની જાણ જામજોધપુરથી દોડી આવેલા ખુશ્બુના પિતા રાજેશ કાનાબાર અને માતા પીએમ રૂમ ખાતે પોલીસ અધિકારીઓ સામે રોષ ઠાલવી પુત્રી ખુશ્બુ યાં ફલેટમાં રહેતી હતી ત્યાંથી લાશ અમે આવ્યા તે પૂર્વે શા માટે હટાવી લીધી તે અંગે જણાવી તટસ્થ તપાસની માંગ સાથે લાશ સંભાળવાનો ઈન્કાર કર્યેા હતો.

Comments

comments

VOTING POLL