બેડમિન્ટન ખેલાડી સાઈના નહેવાલ એશિયાઈ બેડમિન્ટનના સેમિફાઈનલમાં પહોંચી

April 28, 2018 at 12:32 pm


એશિયાઈ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં શુક્રવારે જ્યાં એક તરફ ભારતની ટોચની મહિલા બેડમિન્ટન ખેલાડી સાઈના નહેવાલનો સેમિફાઈનલમાં પ્રવેશ થયો હતો ત્યાં ભારતને નુકસાન પણ થયું હતું. પી.વી.સિંધુ અને કિદામ્બી શ્રીકાંતનો પરાજય થતાં તેમના અભિયાનનો અંત આવ્યો હતો. મહિલા સિંગલ્સમાં ક્વાર્ટર ફાઇનલમાં સાઈનાનો મુકાબલો દક્ષિણ કોરિયાની લી જેંગ મી સામે થયો હતો. તેણે જેંગને પરાજય આપ્યો હતો. બીજી તરફ મલેશિયાના દિગ્ગજ ખેલાડી લી ચોંગ વેઈએ ભારતીય ખેલાડી શ્રીકાંતને પરાજય આપ્યો હતો. પી.વી.સિંધુનો કોરિયાની સૂંગ જી હ્યુંગ સામે પરાજય થયો હતો. સૂંગ જી હ્યુંગે સિંધુને ૨૧-૧૯ અને ૨૧-૧૦થી હરાવી હતી.

Comments

comments