એશિયન ગેમ્સમાં સુરતના ખેલાડીએ ભારતને અપાવ્યો બ્રોન્ઝ

August 29, 2018 at 11:54 am


એશિયન ગેમ્સમાં ભારતની પુરુષ ટેબલ ટેનિસ ટીમનો સાઉથ કોરિયા સામેની સેમિફાઇનલમાં પરાજય થયો છતાં ભારત માટે બ્રોન્ઝ મેડલ મેળવવામાં સુરતનો હરમીત દેસાઈ સફળ રહ્યો છે. ભારતનો ટેબલ ટેનિસમાં આ પ્રથમ મેડલ છે. આ પહેલાં ક્યારે ભારત ટેબલ ટેનિસમાં મેડલ જીત્યું નથી. ૧૯૫૮થી ટેબલ ટેનિસનો એશિયન ગેમ્સમાં સમાવેશ કરાયો છે ત્યારથી લઈ એક પણ મેડલ ભારતને મળ્યું નથી. ભારતીય ટીમે ક્વાર્ટર ફાઇનલમાં સોમવારે જાપાનને ૩-૧થી હરાવી મેડલ નિશ્ચિત કર્યો હતો. ભારતીય ટીમ પાસે સેમિમાં જીત મેળવી ફાઇનલમાં સ્થાન મેળવવાની તક હતી પરંતુ કોરિયા સામે પરાજય થતાં બ્રોન્ઝ મેડલ મળ્યો હતો.

Comments

comments

VOTING POLL