એશિયાડમાં સિંધુનો રેકોર્ડ, ૫૬ વર્ષમાં પ્રથમ વાર ભારતને સિલ્વર અપાવ્યો

August 29, 2018 at 12:00 pm


૧૮મી એશિયન ગેમ્સમાં ભારતીય મહિલા બેડમિન્ટન ખેલાડી પી. વી. સિંધુએ મહિલા સિંગલ્સની ફાઇનલમાં હારીને પણ ઇતિહાસ રચી દીધો છે. તે મહિલા સિંગલ્સની ફાઇનલમાં વર્લ્ડ નંબર વન ચાઇનીઝ તાઇપેઈની તાઈ ઝુ યિંગ સામે હારી ગઈ હતી પરંતુ સિંધુ એશિયન ગેમ્સમાં બેડમિન્ટનના ૫૬ વર્ષના ઇતિહાસમાં સિલ્વર મેડલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બની ગઈ છે. એશિયન ગેમ્સમાં ૧૯૬૨માં બેડમિન્ટનને સામેલ કરાયું હતું. સિંધુ પહેલાં કોઈ પણ ભારતીય ખેલાડી સિંગલ્સની ફાઇનલમાં પહોંચ્યો નહોતો. મંગળવારે ૨૩ વર્ષીય સિંધુ જરાય લયમાં જોવા મળી નહોતી જેને કારણે તાઇ ઝુ યિંગે ૩૪ મિનિટમાં આ મેચ ૨૧-૧૩, ૨૧-૧૬થી જીતી ગોલ્ડ મેડલ જીત્યો હતો. સિંધુનો તાઈ ઝુ યિંગ સામે સતત છઠ્ઠો અને કુલ ૧૦મો પરાજય હતો. સિંધુ માત્ર ત્રણ જ મેચ જીતવામાં સફળ રહી છે.

Comments

comments

VOTING POLL