રાત્રે સૂવાની આદત સ્વાસ્થ્ય માટે છે સારી, જાણી લો તેના લાભ

July 12, 2018 at 6:39 pm


ઘણા લોકોને રાત્રે સૂવાની તૈયારી કરતાં પહેલા નહાવાની આદત હોય છે. આ આદત શરીર અને સ્વાસ્થ્ય માટે સારી છે. આજે તમને રાત્રે સૂતાં પહેલા નહાવાના લાભ વિશે જાણવા મળશે.

– હાઇ બ્લડ પ્રેશક કે તાવ આવવા પર રાત્રે સૂતા પહેલા ગરમ પાણીથી સ્નાન કરવાથી ખૂબ જ ફાયદો મળે છે. જેનાથી શરરીમાં પરસેવો નીકળે છે અને શરીર જલદી ઠંડુ થવા લાગે છે.

– કામ કર્યા પછી થાક અને તનાવના કારણે કેટલાક લોકોને ઊંઘ આવતી નથી. આ સમસ્યાને દૂર કરવા માટે રાત્રે સૂતા પહેલા પાણીમાં થોડુંક એસેંસ ઓઇલ મિક્સ કરીને એક વખત સ્નાન કરી લો. તેનાથી શરીરનો થાક દૂર થવાની સાથે રાત્રે સારી ઊંઘ પણ આવશે.

– સૂતા પહેલા ઠંડા પાણીથી સ્નાન કરવાથી શરીરમાં બ્લડ સર્કુલેશ ન વધે છે. જે હૃદય માટે ખૂબ ફાયદાકારક હોય છે. તે સિવાય શરીરને બીમારીથી બચાવી શકાય છે અને રોગ પ્રતિકારક શક્તિ વધવા લાગે છે.

– સ્થૂળતા ફક્ત જિમમાં જઇને કે ડાયેટિંગ કરવાથી ઘટાડી શકાતું નથી. પરંતુ રાત્રે સૂતા પહેલા સ્નાન કરીને પણ ઓછું કરી શકાય છે. સ્નાન કરવા માટે ગરમ પાણી કરીને કે વધારે ઠંડા પાણીનો ઉપયોગ કરો. તેનાથી શરીરની કેલરેી બર્ન થઇ શકે છે અને વજન સહેલાઇથી ઓછું થશે.

– રાત્રે સ્નાન કરવાથી આખા દિવસની ધૂળ-માટી અને ગંદકીથી રાહત મળે છે. તેનાથી ત્વચા પર ડ્રાયનેસ કે ખીલ પણ થતા નથી અને સાથે ત્વચા ગ્લો કરવા લાગે છે.

Comments

comments

VOTING POLL