BCCIએ ખેલ રત્ન માટે કોહલી, દ્રોણાચાર્ચ એવોર્ડ માટે દ્રવિડનું નામ સુચવ્યું

April 26, 2018 at 1:05 pm


BCCIએ રાજીવ ગાંધી ખેલ રત્ન સન્માન માટે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીનું નામ અને દ્રોણાચાર્ચ પુરસ્કાર માટે પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડનું નામ મોકલ્યું છે. મહત્વપૂર્ણ છે કે રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર રમતક્ષેત્રે મળતું સૌથી મોટું સન્માન છે.

વિરાટ કોહલી અને રાહુલ દ્રવિડ સાથે BCCIએ સુનીલ ગાવસ્કરના નામની રજૂઆત ધ્યાનચંદ લાઈફટાઈમ અચીવમેન્ટ પુરસ્કાર માટે કરી છે. પ્રશાસકોની સમિતિએ પ્રમુખ વિનોદ રાયએ દ્રોણાચાર્ય એવોર્ડ માટે દ્રવિડના નામના નામાંકનની પુષ્ટિ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે દ્રવિડના માર્ગદર્શનમાં અંડર-19 ટીમએ વિશ્વ કપ જીત્યો હતો. તેના કારણે દ્રવિડના નામનું નામાંકન થયું છે.

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીનું નામ આ અગાઉ 2016માં બીસીસીઆઈએ ખેલ રત્ન માટે સુચવ્યું હતું. પરંતુ તે સમયે પીવી સિંધૂ, સાક્ષી મલિક અને દીપા કરમાકરને આ એવોર્ડથી સન્માનિત કરાયા હતા.

Comments

comments