રોજની એક ચોકલેટ ખાશો તો ડિપ્રેશનની સમસ્યા નહીં સતાવે

April 14, 2018 at 1:50 pm


આજકાલના ભાગદોડ ભર્યા જીવનમાં લોકો તણાવ અને ડિપ્રેશનનો ભોગ ઝડપથી બની જતાં હોય છે. કામના વધતા બોજ અને સ્ટ્રેસની અસર આહાર પર પણ પડે છે. દિવસ દરમિયાન સ્વાસ્થવર્ધક ખોરાક લઈ શકાતો નથી અને જંક ફૂડ બેકરી ફુડ વધારે પ્રમાણમાં ખવાય છે. તેના કારણે શારીરિક અને માનસિક સમસ્યાઓ વધે છે. જો કે તાણની સમસ્યાને દૂર કરવાનો એક ખાસ ઉપાય તમે અમલમાં મુકી શકો છો. આ ઉપાય માટે તમારે કોઈ દવાઓ નહીં લેવી પડે. માનસિક તાણને દૂર કરવાવ માટે રોજ ચોકલેટનું સેવન કરવાનું રાખો. જી હાં એક રીસર્ચમાં સ્પષ્ટ થયું છે કે ચોકલેટનું સેવન કરવાથી માનસિક તાણની સમસ્યા સતાવતી નથી. ચોકલેટમાં આવેલા ફિનીલેથાઇલામાઇન મગજને આરામ આપે છે. તેમાં હાઇ ફલેવેનોલ કન્ટેન્ટ હોવાના કારણે તેનાથી સુંદરતા પણ વધે છે. ચોકલેટના ખાસ તત્વો ત્વચાને હાઈડ્રેટ કરે છે. જો કે તેનો અર્થ એ પણ નથી કે દિવસ દરમિયાન એટલી ચોકલેટનું સેવન શરૂ કરી દો કે તેનાથી વજન વધી જાય. ચોકલેટમાં કેલેરીનું પ્રમાણ પણ વધારે હોય છે.

Comments

comments

VOTING POLL