કેરીની ગોટલી ખાવાથી સ્વાસ્થ્ય સમસ્યા થશે દૂર

April 30, 2018 at 12:34 pm


ઉનાળાની ઋતુ શરૂ થવાની સાથે જ બજારમાં દેખાવા લાગે છે મીઠી મીઠી કેરી. કેરીનો સ્વાદ મનભરીને લોકો ઉનાળામાં માણે છે. કેરીને ફળનો રાજા પણ કહેવાય છે. પાકી કેરી જેટલી સ્વાદપ્રચુર હોય છે તેટલી જ લાભકારક પણ હોય છે. કાચી કેરીના અથાણા ઉપરાંત કેરીની ગોટલીનો ઉપયોગ પણ કરવામાં આવે છે. કેરીની ગોટલીનો મુખવાસ સામાન્ય રીતે દરેક ઘરમાં બને છે. પરંતુ લોકોએ વાતથી અજાણ હોય છે કે કેરીની ગોટલીની આ વસ્તુઓ ખાવાથી લાભ શું થાય છે તે જાણી લેશો તો તમે કેરી ખાધા પછી ગોટલી ફેંકવાનું બંધ કરી દેશો.

ગોટલી ખાવાથી મર્યાદિત માત્રામાં નિયમિત રીતે ખાવાથી બીપીની તકલીફ રહેતી નથી. ગોટલી ખાવાથી કોલેસ્ટ્રોલનું સ્તર પણ કંટ્રોલમાં રહે છે. કેરીની ગોટલી ખાવા ઉપરાંત તેની પેસ્ટ બનાવી તેમાં લીંબુનો રસ ઉમેરી વાળમાં લગાવવાથી જૂ, લીખની સમસ્યામાંથી મુક્તિ મળે છે.

Comments

comments

VOTING POLL