Bhavnagar Lattest News

 • ભાવનગર એરપોર્ટ પર વડાપ્રધાન મોદીનું ટૂંકુ રોકાણ : સ્થાનિક નેતાઓ સાથે ટૂંકી ગુફ્તેગુ

  દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આજે ચૂંટણી પ્રચાર અર્થે અમરેલીમાં હતા તેઓ દિલ્હીથી પોતાના ખાસ પ્લેન મારફત સીધા ભાવનગર એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા અને અહીંથી હેલીકોપ્ટર મારફત અમરેલી પહોંચ્યા હતા. વડાપ્રધાનના નિયત કાર્યક્રમને પગલે એરપોર્ટ પર ઉચ્ચ સ્તરની સુરક્ષા જવાનોની ટૂકડી બંદોબસ્તમાં ગોઠવાઇ હતી તો ભાવનગર પોલીસ બેડાના અધિકારીઓ અને કર્મચારીઓએ પણ બંદોબસ્ત જાળવ્યો હતો. &hel Read More

 • default
  પપ્પુભાઇની પાણીપુરી ચર્ચામાં : વાંદો નિકળ્યો કે નખાયો?

  ભાવનગરમાં જુના સી ડીવીઝન પોલીસ સ્ટેશનના દરવાજે ઉભા રહી પાણીપુરીનો વ્યવસાય કરતા પપ્પુભાઇ પાણીપુરીની ભેળમાંથી બે દિવસ પૂર્વે એક ગ્રાહકે મરેલો વાંદો નિકળ્યો હોવાની ફરિયાદ કરી હતી. આ મામલે ભારે હોબાળો મચ્યો હતો અને મ્યુનિ. આરોગ્યની ટીમે દોડી આવી કહેવા પુરતી કામગીરી કરી હતી. આ બનાવમાં પપ્પુભાઇએ પોલીસમાં અરજી કરી પોતાની પેઢીને કલંકિત કરવા પ્રયાસ … Read More

 • default
  સગીર વયની સાવકી પુત્રી પર દુષ્કર્મ આચરનાર પિતા ઝડપાયો

  મુળ અમરેલી પંથકનો અને હાલ સિહોરમાં રહેતા શખ્સને તેની સાવકી સગીર વયની પુત્રી પર દુષ્કર્મ આચરવાનાં ગુનામાં પોલીસે ઝડપી લીધો હતો. સિહોર પોલીસ સુત્રોથી ઉપલબ્ધ વિગતો મુજબ મુળ અમરેલી પંથકના ધારીનો અને હાલ સિહોરનાં0 રામનગરમાં રહેતો મુકેશ હરીભાઇ મકવાણા વિધ્ધ તેની પત્નિએ બે દિવસ પુર્વે એવી ફરિયાદ નોંધાવી હતી કે, તેણીનાં આગલા ઘરની સગીર વયની … Read More

 • default
  પાલિતાણા-સોનગઢ રોડ પર કાર પલ્ટી જતા મહિલાનું મોત

  પાલિતાણા સોનગઢ રોડ પર મોખડકા ગામ નજીક કાર પલ્ટી જતા મહિલાને ગંભીર ઇજાઓ થતા તેણીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ. જયારે અન્ય પાંચને ઇજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. પાલિતાણા ટાઉન પોલીસ મથક સુત્રોથી પ્રાપ્ત વિગતો મુજબ પાલિતાણા – સોનગઢ રોડ પર મોખડકા ગામ નજીકથી પુરપાટઝડપે જઇ રહેલી કાર નંબર જી.જે.4 બી.ઇ. 9724ના … Read More

 • default
  30 હજારની લાંચના છટકામાં સપડાયેલા બન્ને નાયબ મામલતદારને સાંજે કોર્ટ હવાલે કરાશે

  ગેરકાયદે રેતી ખનનના મામલે ઝડપાયેલ ડમ્પરના માલિક વિઘ્ધ આગળની કાર્યવાહી ન કરવા પેટે પિયા 30 હજારની લાંચ લેવાની એસીબીના છટકામાં સપડાયેલા ગારિયાધાર તાલુકા મામલતદાર કચેરીમાં ફરજ નિયુકત ધર્મેશ જીતન્દ્રભાઇ ભટ્ટ અને અશોક વિનોદભાઇ પંડયાનો જુનાગઢ એસીબીના પીઆઇ ચાવડાએ કબ્જો લઇ રીમાન્ડની માંગ સાથે બન્ને નાયબ મામલતદારને કોર્ટ હવાલે કરવા તજવીજ હાથ ધરી હતી. Read More

 • default
  હિરોગીરી કરી ડમ્પરની ચાવી આંચકી લેનાર બે ના.મામલતદાર 30 હજારની લાંચ લેતા ઝડપાયા

  ગારિયાધાર તાલુકા મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા બે કર્મચારી સહિત ત્રણ શખ્સોને એસીબીએ પિયા 30 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પાલિતાણા તાલુકાના આદપુર ગામે રહેતા ભાવેશભાઇ રતિભાઇ ગોહિલે એસીબી સમક્ષ એવી ફરિયાદ કરી હતી કે ગારિયાધાર તાલુકા મામલતદાર કચેરીના નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતો ધર્મેશ જીતેન્દ્ર ભટ્ટ … Read More

 • default
  ચૂંટણી કામગીરીમાં રોકાયેલ કર્મીઓ માટે આજથી તાલીમ સાથે ટપાલ દ્રારા મતદાન

  ભાવનગર લોકસભા બેઠકની ચૂંટણીલક્ષી કામગીરીમાં રોકાયેલા ૪૦૬૨ સુરક્ષા કર્મીઓ સહિત ૧૮૯૨૨ કર્મચારીઓ માટે આજથી ટપાલ દ્રારા મતદાનનો પ્રારભં થયો હતો. ચૂંટણી કામગીરીમાં રોકાયેલા તમામ કર્મીઓ માટે આજથી તાલીમનો પણ પ્રારભં થયો હતો. ભાવનગર લોકસભા બેઠકની ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા ૪૦૬૨ સુરક્ષાકર્મીઓ સહિત કુલ ૧૮૯૨૨ કર્મચારીઓ માટે તાલીમની સાથોસાથ ટપાલ દ્રારા મતદાનનો પ્રારભં થયો છે. જ Read More

 • default
  ખારશીમાં સર્જાયેલી મારામારીના મામલે વધુ ત્રણ શખ્સો જડપાયા

  શહેરના તરસમીયા રોડ, ખારશી વિસ્તારમાં વિધાર્થીઓને મકાન ભાડે આપવાના મામલે થયેલી મારામારીના મામલે ભરતનગર પોલીસે વધુ ૩ શખ્સોને જડપી લીધો હતો. શહેરના તરસમીયા રોડ ખારશી વિસ્તારમાં વિધાર્થીઓને મકાન ભાડે આપવાના મામલે સોમવારે મોડી સાંજે થયેલી મારામારીમાં મહીલા સહીત ૪ને ઇજાઓ પહોંચી હતી. મકાન ભાડે આપ્યાની દાઝ રાખી થયેલી બોલાચાલી બન્ને પક્ષના લોકો તલવાર, છરી અને … Read More

 • ચોરાઉ બાઇક સાથે બોટાદનો શખ્સ ઝડપાયો

  શહેરી વિસ્તારમાં વાહન ચેકીંગ દરમ્યાન એલસીબીએ ચોરાઉ બાઇક સાથે શખ્સને ઝડપી લીધો હતો. લોકસભા ચૂંટણી સંદર્ભે શહેરી વિસ્તારમાં વાહન ચેકીંગમાં રહેલી એલસીબીએ હલુરિયા ચોક ક્રેસન્ટ રોડ પર નંબર પ્લેટ વગરના બાઇક પર જઇ રહેલા અતુલ ઉર્ફે તૌફિક ઇકબાલભાઇ મુલતાણી (રહે : બોટાદ, હરણફત્પઇ વિસ્તાર, હાલ લીંબડીવાળી સડક, સાંઢીયાવાડ, ભાવ.)ને અટકાવી બાઇકના કાગળો માંગતા જે ન … Read More

 • default
  પરીક્ષાના ભારણમાંથી મુકત થયા બાદ જીવન ઘડતરના પાઠો શીખશે સ્કાઉટ ગાઇડ

  દક્ષિણામૂર્તિ વિધાર્થી ભવન સંચાલિત દક્ષિણામૂર્તિ સ્કાઉટ ગ્રુપ, ગીજુભાઇ બધેકા સ્કાઉટ ગ્રુપ, તારાબેન મોકડ ગાઇડ કંપની, કસ્તુરબા ગાઇડ કંપનીના સ્કાઉટ ગાઇડ માટે આગામી તા.૧૯–૨૦ એપ્રિલ બે દિવસ વાર્ષિક કેમ્પનું આયોજન દક્ષિણામૂર્તિ બાલપમરાટના મેદાન ખાતે કરવામાં આવેલ છે. પ્રતિ વર્ષ યોજાતા વાર્ષિક કેમ્પમાં પ્રથમ સોપાનથી લઇ તૃતિય સોપાન સુધીના ૧૦૦ સ્કાઉટ ગાઇડઆ કેમ્પમાં ભાગ લેશે અને ધ Read More

Most Viewed News
VOTING POLL