Bhavnagar Lattest News

 • default
  કાળીયાબીડ અક્ષરપાર્ક–૨માં ચોરીની ઘટના અંગે ફરિયાદ નોંધાઇ

  શહેરના કાળીયાબીડ અક્ષરપાર્ક–૨માં પ્લોટ નં.૨૩૭૪માં રહેતા અને હીરા ઘસવાનો વ્યવસાય કરતા ગોરધનભાઇ પ્રેમજીભાઇ સોનગરા (ઉં.વ.૪૫)ના રહેણાંક બધં મકાનમાં ગુરૂવારથી શુક્રવાર સવાર સુધીમાં કોઇ અજાણ્યા શખ્સોએ તાળા તોડી અંદર કોઇ અજાણ્યા શખ્સોએ તાળા તોડી અંદર પ્રવેશ કરી શેટીની તિજોરીમાં રાખેલ બુટ્ટી નં.૧ આશરે ૫૦૦ ગ્રામ વજનના જુના ચાંદીના તુટેલા છડા, પોચી, કંદોરો, કડી, કડલા, ચાંદીના સિક્કા &hel Read More

 • default
  અલ્ટ્રાટેક સામેના પ્રદર્શનકારીઓ પર થયેલ પોલીસ દમનની તપાસ CIDને સોંપતી હાઇકોર્ટ

  ભાવનગર જિલ્લામાં મહત્પવા અને તળાજા તાલુકાનાં કેટલાક ગામોમાં અલ્ટ્રાટેક સિમેન્ટની લીઝ માઇનનો વિરોધ કરવા એકત્ર થતા હિંસક ઘર્ષણ થયુ હતુ અને સ્થાનિકો ઉપર પોલીસ દ્રારા દમન ગુજારવામાં આવ્યો હોવાની રાવ સાથે મામલો ગુજરાત હાઇકોર્ટ સુધી પહોંચતા આ પ્રકરણમાં પોલીસ દમનની તપાસ સીઆઇડી (ક્રિમીનલ ઇન્વેસ્ટીગશેન ડિપાર્ટમેન્ટ)ને સોંપવા ગુજરાત હાઇકોર્ટે આદેશ કર્યેા છે. આ ઉપરાંત લાઇમ સ્ટોન &he Read More

 • default
  તસ્કર બેલડી ઝડપાતા ગારિયાધાર અને સિહોરની ચાર ઘરફોડીનો ભેદ ઉકેલાયો

  સિહોર અને પાલિતાણાનાં બે શખ્સોએ મળી આ પંથકમાં તસ્કરીની ઘટનાને અંજામ આપી તરખાટ મચાવ્યો હતો. જે બન્ને આરોપીઓ ગારિયાધાર પોલીસના પેટ્રોલિંગમાં ઝડપાઇ જતાં સિહોર, પાલિતાણા અને ગારિયાધારની ચાર ચોરીની ઘટનાઓનો ભેદ ખુલ્યો છે. પોલીસે બન્ને શખ્સો પાસેથી ચોરીનો મુદ્દામાલ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રા માહિતી અનુસાર ગારિયાધાર પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો … Read More

 • default
  શહેરમાં વીજકાપનો સિલસિલો યથાવત

  શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી વિકટ બનેલી પાણી પરિસ્થિતિ વચ્ચે પાછો ફરી એકવાર શહેરમાં બે દિવસ માટે વીજકાપ ફટકારી દેવાતા લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. ગરમીનો પારો વધી રહ્યો છે ત્યારે વૈશાખીમાં લદાયેલો આ કાપ લોકો માટે મુશ્કેલી ઉભી કરી રહ્યો છે. આજે મોતીતળાવમાં વીજકાપ હતો તો કાલે કણબીવાડને પણ વીજકાપનો સામનો કરવો પડશે. ભાવનગર શહેરના … Read More

 • default
  નવા બંદર મફતનગરમાં જાહેરમાં બાજી માંડી તીનપત્તી ખેલતા છ બાજીગરો ઝડપાયા

  ભાવનગરમાં જાણે જાહેરમાં જુગાર રમવાની મોસમ ખીલી હોય તેમ બે દિવસમાં શહેરમાંથી જ ચારથી વધુ દરોડામાં પોલીસને જુગારીઓને ઝબ્બે કરવામા સફળતા મળી છે. ગઇકાલે રાત્રે નવાબંદર મફતનગરમાં જાહેરમાં બાજી માંડીને કેટલાક શખ્સો બેઠા હોવાની બાતમી મળતા એલસીબીએ દોડી જઇ દરોડો કરતાં છ શખ્સો તીનપત્તીનો જુગાર રમતા રંગેહાથ ઝડપાઇ ગયા હતા. જેમાં પોલીસે પટ્ટમાંથી રોકડા રૂા.૪૬ … Read More

 • default
  જાહેરમાં જુગાર રમવાનો ક્રેઝ : રૂા.૧ લાખના મુદ્દામાલ સાથે ૧૧ ખેલંદા ઝબ્બે

  ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાંચ નાઇટ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળતા સિંઘુનગરના જુગાર અંગે દરોડો કરતાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ખેલંદાઓ રૂા.૩૨,૭૧૦ના મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપાઇ ગયા હતા. આ બનાવમાં તમામ સામે ઘોઘા રોડ પોલીસ મથકમાં ગુનો નોંધવામા આવ્યો હતો. આ અંગે ઘોઘા રોડ પોલીસ પાસેથી ઉપલબ્ધ વિગતો મુજબ એલસીબીનો સ્ટાફ નાઇટ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી … Read More

 • default
  રાત્રે પવન, સવારે ગરમી : બેવડુ વાતાવરણ

  ભાવનગર શહેરમાં ગઇકાલે મહત્તમ તાપમાનમાં ૧ ડિગ્રીનો ઘટાડો થયો હતો અને સાંજના સમયે જોરદાર પવન ફત્પંકાયો હતો. તેના કારણે બપોરના ભાગે ગરમીમાં થોડીક રાહત રહી હતી. જો કે આજે સવારે સૂર્ય પ્રકાશથી વાતાવરણ યથાવત રહ્યુ હતુ. તેમજ ગઇકાલના પ્રમાણમાં લઘુત્તમ તાપમાનમાં પણ વધારો નોંધાયો હતો. ગઇકાલનું મહત્તમ તાપમાન ૩૬.૫ ૯િગ્રી હતુ તો આજે સવારે લઘુત્તમ … Read More

 • default
  વડોદરીયા એઇજમાં ઓફિસ વેચ્યા બાદ બિલ્ડરે કબ્જો કર્યેા

  શહેરના સંસ્કાર મંડળ પાસેના વડોદરીયા પાર્ક નજીક આવેલ વડોદરીયા એઇજ બિલ્ડીંગના બિલ્ડરે એક વેપારી સાથે છેતરપિંડી અને વિશ્ર્વાસઘાત કર્યેા હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. ઉલ્લેખનિય છે કે, અગાઉ પણ બિલ્ડર સામે કેટલાક આક્ષેપો થયેલા અને મામલો પોલીસમાં ગયો હતો. તેવામાં વધુ એક ફરિયાદ નોંધાઇ છે. જેમાં રૂા.૧પ લાખ રોકડા મેળવીને બિલ્ડરે ઓફિસનું વેચાણ કર્યા બાદ … Read More

 • default
  રૂવાપરી રોડ પર મધરાતે પ્લાસ્ટીકના વેસ્ટજમાં વિકરાળ આગ : બે ગાડી પાણીનો છંટકાવ

  ભાવનગરનાં રૂવાપરી રોડ ઔધૌગિક વિસ્તારમાં ગતરાત્રીના ત્રણ વાગ્યાના સુમારે પ્લાસ્ટીકના વેસ્ટજમાં આગ ભભૂકી ઉઠી હતી અને ઘડીવારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતુ. આગની ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર કાફલાએ દોડી જઇ દોઢ કલાક સુધી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. સદ્દનસીબે આગની ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી. જયારે નુકશાની કે આગ … Read More

 • default
  પાલિતાણાના ઇન્ચાર્જ ડેપો મેનેજર ફરજમાં બેદરકાર રહેતા સસ્પેન્ડ

  ભાવનગર એસ.ટી. ડીવીઝનના પાલિતાણાના ઇન્ચાર્જ ડેપો મેનેજર ફરજ પર વારંવાર ગેરહાજર રહેતા હોય અને વડી કચેરીને જાણ પણ કરતા ન હોવાથી વિભાગીય નિયામકે તેઓને સસ્પેન્ડ કરી દીધા હતા. જો કે, સસ્પેન્ડેડ ડેપો મેનેજરને નોકરીનો એક જ માસ બાકી હોય અને હાલ રમઝાન માસ ચાલુ હોય તેઓ રોજા રહેતા હોવાનું કારણ આગળ ધરી લાગણીસભર દલીલો કરતા … Read More

Most Viewed News
VOTING POLL