Bhuj Kutch Lattest News

 • default
  લુહારીયામાંથી રાયોટીંગ ગુનાનો આરોપી ઝડપાયો

  અંજાર તાલુકાના લુહારીયા ગામમાંથી છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા રાયોટીંગના ગુનાના આરોપીને પેરોલ ફર્લો સ્કવોર્ડે ઝડપી પાડયો હતો. આ અંગેની મળતી વિગતો મુજબ લુહારીયા ગામના બસ સ્ટેન્ડ પાસેથી છેલ્લા ચાર વર્ષથી નાસતો ફરતો આરોપી મિલન રમેશ ચાવડા (ઉ.વ. ર૬) (રહે. લોહારીયા)ને રાયોટીંગ સહિતના જુદા જુદા ગુનામાં ઝડપી પાડી અંજાર પોલીસને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી … Read More

 • default
  ગળપાદરમાંથી વિદેશી દારૂ સાથે એક ઝડપાયો

  ગાંધીધામ તાલુકાના ગળપાદર ગામે વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડયો હતો. આ અંગેની મળતી વિગતો મુજબ તારાચંદ બાબુલાલ જાશી (રહે. બાપુ બેન્સા ગળપાદર)ના રહેણાંકના મકાનમાં રેડ કરતાં વિદેશી દારૂની બોટલ નંગ ૧૮ કિ.રૂ. ૬૩૦૦નો મુદામાલ મળી આવતાં પોલીસે આરોપીને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. Read More

 • default
  ગળપાદરમાં શોક લાગતા મહિલાનું મોત

  ગાંધીધામ તાલુકાના ગળપાદર ગામે શોક લાગતાં મહિલાનું મૃત્યુ નીપજયું હતું. આ બનાવની મળતી વિગતો મુજબ સ્નેહલતાબેન કૃષ્ણકુમાર યાદવ (ઉ.વ. ૩૭) (રહે. આર્મી કેમ્પ ગળપાદર) પોતાના રહેણાંક મકાનના બાથરૂમમાં ન્હાવા ગયા હતા ત્યારે ઈલેકટ્રીક શોક લાગતાં સારવાર માટે સ્ટ‹લગ હોÂસ્પટલ ખસેડવામાં આવતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતાં સરકારી રામબાગ હોÂસ્પટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા. … Read More

 • default
  સામખિયાળી નજીક કંપનીમાં મેટલ પ્રવાહી પડતાં ૧૦ કર્મચારીઓ દાઝયા

  સામખિયાળી નજીક આવેલ ખાનગી કંપનીમાં મેટલ પ્રવાહી પડતાં ૧૦ કર્મચારીઓ દાઝી જતાં ગાંધીધામની ખાનગી હોÂસ્પટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની મળતી વિગતો મુજબ સામખિયાળી નજીક આવેલ ગેલેન મેટલ કંપનીમાં સીસીએમ ડિપાર્ટમેન્ટમાં કામ કરતાં વિશાલ યાદવ, સંજય રાય, રામાનંદ રાય, રાજીવસિંહ, કૌશલ રાય, જીતેન્દ્ર રામદોસ, મૂર્તજીર જાકીહુશેન, રાહુ પવાર, શૈલેન્દ્ર યાદવ અને પ્રમોદ રાય … Read More

 • ૪૨.૫ ડીગ્રી તાપમાને કચ્છમાં ગરમીનો પ્રકોપ

  કચ્છમાં અવિરત પણે વધી રહેલી ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યાં છે, ગગનમાંથી રીતસરની અગ્ની વર્ષા થઇ રહ્યાની અનુભૂતિ નાના મોટા સૈ કોઇને થઇ રહી છે. તાપમાનનો પારો સતત વધી રહ્યો છે, તેને કારણે લોકોને પરસેવે રેબઝેબ થવાનો વારો આવ્યો છે. આજે પણ ભુજનો પારો એક ડીગ્રી વધીને ૪૨.૫ પર પહોંચતાં ગરમીનો પ્રકોપ અનુભવા મળી … Read More

 • default
  ભુજ સુધરાઇની એક સાંધો ત્યાં તેર તુટે જેવી હાલત

  જેમ જેમ ઉનાળો પોતાનું સામ્રાજ્ય જમાવતો જાય છે તેમ તેમ ભુજ સુધરાઇની હાલત પણ કફોડી થઇ રહી છે. દિવસ ઉગેને એક સાંધો ત્યા તેર તુંટે તેવી હાલત જાવા મળી રહી છે. અત્યાર સુધી નર્મદાનાં પાણીને લઇને હેરાન પહેશાન સુધરાઇને પાણી વિતરણ વ્યવસ્થા માટે અત્યંત જરૂરી એવા વાલોનાં લીકેજની ઉદ્‌બવેલી નવી પરેશાનીનો સામનો કરવાનો વારો આવ્યો … Read More

 • default
  કચ્છ સરહદે સુરક્ષા દળોની કવાયત

  કચ્છ સરહદે શરૂ થયેલ તટરક્ષક કવાયતના આજે ત્રીજા દિવસે બુધવારના લખપત તાલુકાના છેવાડાના વિસ્તારોમાં આર્મીની જબરદસ્ત ચહલ-પહલ જાવા મળી હતી અને સંભવતઃ એક દિવસ વધુ કવાયતનો વધારતા ગુરૂવારના પણ કવાયત ચાલુ રહેશે અને સમય-સમય પર હવે કચ્છ સરહદે કવાયતો ચાલુ જ રહેશે તેવું જાણવા મળી રહ્યું છે. અત્યંત ગુપ્ત રીતે ચાલતી કવાયતમાં બુધવારના કોટેશ્વર વિસ્તારમાં … Read More

 • default
  વાગડ વિસ્તારમાંથી હથિયારો સાથે બે ઝડપાયા

  પૂર્વ કચ્છ એસઓજીને મળેલી બાતમીના આધારે રાપર નજીકથી એક આરોપીને હથિયાર સાથે ઝડપી લીધા બાદ તેની પૂછપરછ દરમિયાન અન્ય શખ્સને હથિયાર આપ્યા હોવાનું બહાર આવતાં તેની પણ ધરપકડ કરી હતી. આ અંગેની મળતી વિગતો મુજબ પૂર્વ કચ્છ એસઓજી રાપર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમીના આધારે લાકડાવાંઢ ડેમ પાસેથી આરોપી ધીરૂ ગણેશ લુહાર (રહે. રાપર)ના કબ્જામાંથી … Read More

 • default
  કિડાણામાં ફટાકડા ફોડવાની ના પાડતાં આધેડને માર માર્યો

  કિડાણામાં હિંગલાજ માતાજી દર્શન કરી પરત આવેલ યાતાળુઓના સ્વાગત માટે ફટાકડા ફોડતા હોઈ જેની ના પાડતાં આરોપીઓએ આધેડને માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવાઈ છે. આ અંગે મોહનભાઈ બીજલભાઈ રોશિયા (રહે. શ્રીરામ સોસાયટી કિડાણા, તા. ગાંધીધામ)એ મનોજ પ્રેમજી સાચલા, પ્રેમજી પાલા સાચલા, ખીમા પાલા સાચલા, મોહન પાલા સાચલા, ખીમા પાલા સાચલા (તમામ રહેવાસી કિડાણા) વિરૂદ્ધ ફરિયાદ … Read More

 • default
  કાળી તલાવડી હત્યા કેસના આરોપીઓને આજીવન કેદની સજા

  પૂર્વ સરપંચની હત્યામા પિતા પુત્ર સહિત ચાર આરોપીઓને સજા ફટકારતો ભુજ કોર્ટનો ચુકાદો ગાંધીધામ : ભૂજ તાલુકાના કાળીતલાવડી સીમમાં પૂર્વ સરપંચની હત્યાના પિતા પુત્ર સહિત ચાર આરોપીઓને આજીવન કેદની સજા ફટકારતો ભુજની કોર્ટે ચુકાદો આપ્યો હતો આ કેસની મળતી વિગતો મુજબ રાજકીય વેરઝેરમાં ભુજના કાળી તલાવડીના પૂર્વ સરપચં રણધીરભાઈ બરાડીયાની કાળીતલાવડી સીમમાં કરપીણ હત્યા થઈ … Read More

Most Viewed News
ભુજ કચ્છ રોજનીશી
VOTING POLL