• રાજકોટના પૂર્વ આર.ડી.સી. એફ.પી.હાલાણી આજે જન્મ દિવસ

    રાજકોટમાં આર.ડી.સી. તરીકે ફરજ બજાવી ચૂકેલા એફ.પી. હાલાણીનો આજે તા.૧૮ એપ્રિલના રોજ જન્મદિવસ છે. તેઓ કુતિયાણા મામલતદાર, ગોંડલ ડેપ્યુટી કલેકટર, જામનગર અને રાજકોટમાં આર.ડી.સી. તરીકે જિલ્લા વિકાસ અધિકારી આણંદ, તોલમાપ નિયંત્રણ, સમાજ સુરક્ષા નિયામક અને રાજય પરીક્ષા બોર્ડના ચેરમેન સહિતના વિવિધ હોદ્દાઓ ઉપર લાગલગાટ ૩૩ વર્ષ સુધી સેવા આપી વયનિવૃત થયા છે. નિવૃત બાદ એચ.પી.સી.એલ. મિત્તલ કંપનીના ત્રણ વર્ષ ઉપરાંત કોમ્પીટન્ટ ઓર્થેારેટી તરીકે અને હાલ એસ્સાર કંપનીના એડવાઇઝર તરીકે કામગીરી કરી રહયા હતા. હવે તેઓ એસ્સાર ઓઇલ લિમિટેડના કોર્પેારેટ રિલેશન ગ્રુપના ગુજરાત હેડ તરીકે નિમાયેલ છે અને જાણીતી ખાદી સંસ્થા ક્ષેત્ર યોજનાના વડા તરીકે અમરેલીના ચેરમેન તરીકે જોડાયેલ છે. ‘આજકાલ’ પરિવારે શુભેચ્છા પાઠવી છે. મો. ન.ં ૮૯૮૦૪ ૦૯૦૦૮ છે

  • રાજકોટના કન્સલ્ટિંગ એન્જિનિયર ધર્મેન્દ્ર મિરાણીનો આજે જન્મદિન

    રાજકોટના જાણીતા કન્સલ્ટિંગ સિવિલ એન્જિનિયર અને ભાજપના પૂર્વ કોર્પેારેટર ધર્મેન્દ્ર મિરાણીનો આજે તા. ૧૮ એપ્રિલના રોજ બાવનમો જન્મદિવસ છે. બિલ્ડીંગ પ્લાન તૈયાર કરવાની સાથે સાથે પોલિટિકલ પ્લાન તૈયાર કરવામાં પણ સારી ફાવટ આવી જતાં ભાજપે તેમને રાજકોટ મહાપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં.૨માંથી સતત બે ટર્મ સુધી ટિકિટ આપી હતી અને તેઓ જંગી બહુમતીથી ચંૂટાઈ આવ્યા હતા. તેઓ ગુજરાત પોલીસ આવાસ નિગમમાં ડિરેકટર તરીકે સેવા આપી ચુકયા છે. ‘આજકાલ’ પરિવારે શુભકામનાઓ પાઠવી છે. મો.નં.૯૪૨૬૮ ૧૭૫૫૫ છે

  • સૌરાષ્ટ્ર્ર–કચ્છના ખ્યાતનામ એડવોકેટ કમલેશ શાહનો આજે જન્મદિવસ

    સૌરાષ્ટ્ર્ર–કચ્છના ખ્યાતનામ એડવોકેટ અને રાજકોટ બાર એસો.ના પૂર્વ ઉપપ્રમુખ કમલેશ શાહનો આજે તા.૧૮ એપ્રિલના રોજ ૫૬મો જન્મદિવસ છે.૧૯૮૯થી વકીલાત વ્યવસાયમાં પ્રવેશેલા કમલેશભાઈ રાજકોટના અગ્રણી અને પ્રતિીત ધારાશાક્રી સદગત નટવરલાલ પી. શાહના પુત્ર હોય વકીલાત તેમને ગળથુંથીમાં મળી છે. ૨૫ વર્ષની ઉંમરથી જ ક્રિમીનલ સાઈડની પ્રેકટીસ કરીને અનેક ચકચારી કેસોમાં સફળતા મેળવી છે. ‘આજકાલ’ પરીવારે શુભેચ્છા પાઠવી છે. મોબાઈલ ફોન ન.ં ૯૮૨૫૨ ૯૩૨૭૮, ૯૯૯૮૨ ૧૮૯૩૨ છે.

Most Viewed News
VOTING POLL