નાના કાળા મરીના દાણાથી થશે અનેક ફાયદા…..

March 5, 2018 at 6:58 pm


આપણે કાળા મરીનો ઉપયોગ મસાલામાં વધારે કરીએ છીએ. તે ખાવામાં તીખા હોય છે પણ તે આપણા આરોગ્ય માટે લાભકારક છે. આ જ કારણ છે કે તેને કિંગ ઓફ સ્પાઇસના નામથી ઓળખવામાં આવે છે. કાળા મરી ઘણા પ્રકારના રોગોને દુર કરે છે. તો ચાલો જાણીએ તેના ફાયદા વિશે…..
૧. કાળા મરી ખાવાથી શરીરમાં સેરોટોનીન નામના હોમન્સનું સ્તર વધી જાય છે. જેનાથી આપણો મુડ સારો રહે છે અને તનાવ દુર થાય છે.
૨. પાચનક્રિયા જો સારી ન હોય તો ભોજનમાં કાળા મરીનો ઉપયોગ કરવો. તેનાથી પાચનક્રિયા સરળ બનશે. આ સિવાય કાળા મરીમાં મીઠું, શેકેલું જીરું, લીંબુનું પાણી મિક્સ કરી તેનું સેવન કરવાથી પેટની તકલીફ દુર થશે.
૩. પેટમાં દુખાવો હોય તો લીંબુ પાણીમાં કાળા મરી અને મીઠું નાખી તે પીવાથી તરત લાભ થશે.
૪.ઘણીવાર ખોરાકમાં ફેરફાર થઇ જવાથી પેટમાં જંતુઓ ઉત્પન્ન થતા હોય છે, ખાસ કરીને આ બીમારી બાળકોમાં વધારે જોવા મળે છે. તેને દુર કરવા એક ગ્લાસ છાશમાં થોડા કાળામરીનો ભુક્કો ઉમેરી પી જવી.
૫.દાંતમાં ઘણીવાર દુખાવો થતો હોય તો કાળા મરી, જાયફળ અને સિંધવ મીઠું એકસાથે પીસી તેનું ચૂર્ણ બનાવી તેનાથી દાંતને સાફ કરવા. આ ચૂર્ણમાં તમે સરસવનું તેલ પણ મિક્સ કરી શકો છો.

Comments

comments

VOTING POLL