BMWએ રૂા.1.55 કરોડમાં નવી એમ-5 લોન્ચ કરી

October 8, 2019 at 11:06 am


જર્મનની લકઝરી કાર ઉત્પાદક કંપની બીએમડબલ્યુએ તેમની પ્રીમિયમ સેડાન એમ-5ને ભારતમાં રૂા.1.55 કરોડમાં (એકસ-શોરૂમ)માં લોન્ચ કરી છે. નવી એમ-5 આઠ સિલિન્ડર પેટ્રાેલ પાવરટ્રેન ધરાવશે. તે સોમવારથી કિમ્પ્લટલી બિલ્ટ-અપ (સીબીયુ) મોડલમાં ઉપલબ્ધથ હશે. બીએમડબલ્યુના એમ ડિવિઝને હંમેશા ઉંચી મહત્વાકાંક્ષાઆે પુરી કરી છે અને તે અમારા ગ્રાહકલક્ષી પર્ફોર્મન્સનું પરિણામ છે, એમ બીએમડબલ્યુ જૂથના પ્રમુખ અને ચીફ આેપરેટિંગ આેફિસર રૂદ્રતેજ સિંઘે જણાવ્યું હતું. હાઈ પર્ફોર્મન્સ મોડલ 625 એચપીના એન્જિન અને આઠ સ્પીડ ટ્રાન્સમિશન સાથે આવે છે અને તે ફકત 3.3 સેકન્ડમાં શૂન્યથી સો કિમીની ઝડપ પર પહાેંચી જાય છે. તેમાં ડાયનેમિક સ્ટેબિલિટી કંટ્રાેલ (ડીએસસી), કોર્નરિ»ગ બ્રેક કંટ્રાેલ (સીબીસી), ડાઈનેમિક બ્રેક કંટ્રાેલ (ડીસીબી) સહિતના ફીચર્સનો સમાવેશ થાય છે.

Comments

comments