શરીર પર આગ લગાવી નિષ્ણાત દૂર કરે છે ગંભીર બિમારીઆ

March 30, 2018 at 6:37 pm


સમયની સાથે વિજ્ઞાનએ ખૂબ પ્રગતિ કરી છે. જેના કારણે ખતરનાક બીમારીઆેની સારવાર કરવાની ટેકનિક પણ શોધી કાઢી છે. જો કે આ ટેકનિકમાંથી કેટલીક અજબગજબ હોય છે. આજે તમને આવી જ એક ટેકનિક વિશે જાણવા મળશે.ભારતનો પાડોસી દેશ ચીન આ ટેકનિકના કારણે ખૂબ પ્રખ્યાત થયો છે.આ ટેકનિકથી ચીનમાં ગંભીર બીમારીઆેની પણ સારવાર કરવામાં આવે છે.સારવાર કરવા માટે નિષ્ણાંતો દર્દીના શરીર પર આલ્કોહોલ છાંટી અને આગ લગાવી દે છે.આ રીતથી ચીનમાં સ્ત્રીઆેની સંતાન સંબંધિત સમસ્યા, પેટની સમસ્યા,કેન્સર, માનસિક તાણ જેવી સમસ્યાઆેની સારવાર કરવામાં આવે છે. આ રીતથી સારવાર છેલ્લા 100 વર્ષથી કરવામાં આવે છે. ચીનની આ સારવાર પદ્ધતિને ફાયર થેરાપી કહેવામાં આવે છે. આગ લગાવતાં પહેલાં થેરાપીના નિષ્ણાંત શરીર પર ખાસ પ્રકારનો લેપ લગાવે છે. આ લેપ પર એક કપડું રાખવામાં આવે છે અને પછી તેના પર આગ લગાવવામાં આવે છે. શરીર પર લગાવેલો લેપ આગના કારણે ગરમ થાય છે અને તેની અસરથી શરીરની બીમારીની સારવાર થાય છે.

Comments

comments

VOTING POLL