બોલિવૂડ

 • સૌથી વધુ બજેટ ધરાવતી ‘રામાયણ’ ફિલ્મને ૩ ભાગમાં બનાવાની કરાઈ ઘોષણા

  પૌરાણિક કથા ‘રામાયણ’ને મોટા પડદે લાવવાની હાલ યોજના થઇ રહી છે. આ ફિલ્મને ત્રણ ભાગમાં બનાવામાં આવશે. જેનું દિગ્દર્શન નીતેશ તિવારી અને રવિ ઉદ્વેવર દ્વારા કરવામાં આવશે. આ ફિલ્મના નિર્માતા અ્લ્લુ અરવિંદ, મધુ મંટેના અને નમિત મલ્હોત્રાનું હશે. હાલ તો નિર્માતાઓએ આ ફિલ્મની ઘોષણા કરી દીધી છે. આમાં ખાસ વાત એ હશે કે આ ફિલ્મ … Read More

 • સની દેઓલે ફીમાં ભારેખમ વધારો કરતાં ફિલ્મ મેકર્સે ફિલ્મમાંથી સનીને તગ્ડ્યો…

  હાલ ઘણા ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો રાજકારણ તરફ વળ્યા છે. ત્યારે બોલીવુડના સુપરહીત અભિનેતા અને ધર્મેન્દ્રના પુત્ર સની દેઓલે પણ રાજકારણમાં પગ પેસારો કર્યો છે. સની દેઓલ ભાજપના સાંસદ બની પોતાની રાજનૈતિક સફર શરૂ કરી દીધી છે. જોકે તાજેતરમાં સનીની કોઈ ફિલ્મ પણ આવેલી નથી પરંતુ તેમ છતાં સનીએ અચાનક જ પોતાની ફીમાં ભારેખમ … Read More

 • ‘સડક ૨’ની રીલીઝ ડેટ કરાઈ જાહેર, આ પાત્રો હશે મુખ્ય ભૂમિકામાં

  ૧૯૯૧માં આવેલી ‘સડક’ ફિલ્મની રીલીઝ બનવા જઈ રહી છે. ૧૯૯૧માં આવેલી ‘સડક’ ફિલ્મ મહેશ ભટ્ટ દ્વારા ડીરેક્ટ કરવામાં આવી હતી. આ ફિલ્મની સ્ક્રીપ્ટ રોબીન ભટ્ટ દ્વારા લખવામાં આવી હતી. સંજય દત્ત અને પૂજા ભટ્ટ આ ફિલ્મમાં મુખ્ય પાત્ર તરીકે ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મે ૧૯૯૧માં ૧૧૭ મિલિયનની કમાણી કરી હતી. આ ફિલ્મે સારી એવી લોકચાહના … Read More

 • બાઈક ચલાવતી વખતે આ અભિનેત્રીનો પગ થયો ઘાયલ !

  હાલમાં જ તામિલ ફિલ્મમાં પોતાનો ડેબ્યુ કરનાર અભિનેત્રી દીગાંગના સૂર્યવંશીની પગમાં ઘાયલ થયેલી તસ્વીર સામે આવી છે. તસ્વીરમાં સ્પષ્ટપણે દેખાઈ છે કે આ અભિનેત્રીનો પગ ભાંગ્યો છે. આ અભિનેત્રીએ બોલીવુડમાં જલેબી અને ફ્રાય ડે જેવી ફિલ્મોમાં પણ તેણીએ કામ કરેલું છે. અભિનેત્રી દીગાંગના સૂર્યવંશીની તામિલ ફિલ્મ “હિપ્પી”માં એક બાઈકના શુટિંગના સીન દરમિયાન ઘાયલ થઇ હતી. … Read More

 • મલાઈકા અરોરાએ અર્જુન કપૂરને જણાવ્યું આવો હોય ‘સાચો પ્રેમી’ !

  મલાઈકા અરોરા અને અર્જુન કપૂર ઘણા સમયથી રીલેશનશીપમાં છે. હાલ બંનેના સંબંધને લઈને ભારે ચર્ચાઓ થઇ રહી છે. સોશિયલ મીડિયામાં પણ અર્જુન અને મલાઈકા અવારનવાર તેઓની સાથે તસ્વીરો શેર કરતાં નજરે પડતાં હોઈ છે. જોકે બંનેએ અત્યારે તો પોતાના રીલેશનશિપને જાહેરમાં સ્વીકાર્યો પણ છે. ત્યારે હાલમાં જ મલાઈકાએ પ્રેમ પર એક પોસ્ટ શેર કરી જેમાં … Read More

 • ભૂલભુલૈયાની સીક્વલમાં જોવા મળશે આ એક્ટર !

  ૨૦૦૭માં આવેલી ફિલ્મ ભૂલભુલૈયાએ બોક્સઓફીસ પર ધૂમ મચાવી હતી. આ ફિલ્મને પ્રિયાદર્શન દ્વારા ડીરેક્ટ કરવામાં આવી હતી તેમજ ભૂષણ કુમાર અને કૃષ્ણકુમારે આ ફિલ્મના પ્રોડ્યુસર હતા. ૨૦૦૭માં આવેલી ભૂલભુલૈયામાં અક્ષય કુમાર અને વિદ્યા બાલન તેમજ શીને અહુજા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. ભૂલભુલૈયા ફિલ્મે લોકોના દિલોને જીતી લીધા હતા. ભૂલભૂલૈયા એક પ્રકારની હોરર વિથ કોમેડી … Read More

 • બીગ બીએ ટ્વીટરમાં શેર કર્યું પોતાનું જ મિમ…….

  આજકાલ મિમઝનો ક્રેઝ ભારે જોવા મળી રહ્યો છે ત્યારે મીમ્ઝમાં તમામ લોકોમાં બોલીવુડના સ્ટાર્સ પણ કઈ રીતે પાછળ રહી જાય. અવારનવાર સારા એવા મીમ્ઝ બોલીવુડ સ્ટાર્સ દ્વારા અપલોડ કરવામાં આવતા હોય છે. તમામ સોશિયલ સાઈટ જેવી કે ફેસબુક, ઇન્સટાગ્રામ, ટ્વીટર પર પણ બહોળા પ્રમાણમાં મીમ્ઝ જોવા મળતા હોઈ છે. વરસાદની સીઝન ચાલી રહી છે ત્યારે … Read More

 • ‘જબરીયા જોડી’ ફિલ્મનું ટ્રેલર રિલીઝ, ફિલ્મમાં જોવા મળશે ‘જબરીયા જોડી’ની જબરી કોમેડી

  બોલીવુડ એકટર સિદ્ધાર્થ મલ્હોત્રા અને એક્ટ્રેસ પરિણીતી ચોપરા સ્ટારર ફિલ્મ ‘જબરીયા જોડી’નું ટ્રેલર રિલીઝ થઇ ચુક્યું છે. આ કોમેડી ફિલ્મને પ્રશાંત સિંહે દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે તેમજ આ ફિલ્મને એકતા કપૂર દ્વારા પ્રોડ્યૂસ કરવામાં આવી છે. ફિલ્મની સ્ટોરી બિહારમાં કલ્ચર પર આધારિત છે એટલે તેના કેરેક્ટરની ભાષા અને ટોન પણ એકદમ બિહારી અંદાજમાં જ … Read More

 • ‘મેન્ટલ હૈ ક્યા’ ફિલ્મનું નામ બદલીને કરાયું ‘જજમેન્ટલ હૈ ક્યા’…

  હાલમાં જ કંગના અને રાજુમારની આગામી ફિલ્મનું પોસ્ટર રીલીઝ થયું હતું. ફિલ્મના પોસ્ટર રીલીઝ સમયે જ ફિલ્મના નામને લઈને વાદવિવાદ થયો હતો જેને અનુસંધાને મેન્ટલ હૈ ક્યાનું નામ બદલી ‘જજમેન્ટલ હૈ ક્યા’ રાખવામાં આવ્યું છે. ફિલ્મની પ્રોડક્શન કંપની ‘બાલાજી ટેલિફિલ્મ્સ’ના પ્રવક્તાએ આ વાતની પુષ્ટિ કરી દીધી છે. તેણે એક સ્ટેટમેન્ટમાં પણ એવું જણાવ્યું છે કે, … Read More

 • મુંબઈના વર્સોવા પોલીસ સ્ટેશનમાં આાદિત્ય પંચોલી પર દાખલ થયો દુષ્કર્મનો કેસ !

  થોડાં ટાઈમ પહેલાં મીટુ કેમ્પેઈન શરૂ થયું હતું જેના દ્વારા અવનવા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા હતા. પરંતુ આદિત્ય પંચોલીનો આ કેસ તેનાથી પણ જુનો છે. બોલિવૂડની એક હિરોઈને આાદિત્ય પંચોલી સામે મુંબઈના વર્સોવા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મનો કેસ દાખલ કર્યો છે. આદિત્ય પંચોલી અને અભિનેત્રી વચ્ચે છેલ્લાં ઘણા વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. અભિનેત્રીએ આ પહેલા પણ … Read More

Most Viewed News