વસીમ અકરમ જેવી જ બોલિંગ કરતાં બાળકનો video વાઇરલ, જોઈ લો તમે પણ

March 3, 2018 at 1:35 pm


‘સ્વિંગ કા સુલ્તાન’ નામથી વિશ્વભરમાં પ્રખ્યાત પાકિસ્તાનના ખેલાડી વસીમ અકરમએ એક નાનકડા બાળકનો વિડીયો ટ્વિટર પર શેર કર્યો છે. આ બાળક વસીમ અકરમની જેમ જ બોલિંગ કરતો જોવા મળે છે. ટ્વિટર પર અન્ય એકાઉન્ટના માધ્યમથી શેર થયેલા આ વિડીયોને વસીમએ પણ શેર કર્યો અને તેના કેપ્શનમાં લખ્યું કે આપણા દેશમાં ટેલેન્ટેડ બાળકો ઘણા છે પરંતુ તેમને યોગ્ય પ્લેટફોર્મ નથી મળતું. જો કે આ વિડીયોનો ઉલ્લેખ કરી વસીમ અકરમની પત્ની પણ ટ્વિટ કરી તેને બીજો વસીમ અકરમ કહ્યો છે. હાલ આ વિડીયો વાઇરલ થઈ રહ્યો છે.

Comments

comments

VOTING POLL