BSNLએ લોન્ચ કર્યો અત્યાર સુધીનો સૌથી સસ્તો પ્લાન

October 11, 2018 at 11:59 am


ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) દ્વારા Jio GigaFiberને ટક્કર આપવા અત્યાર સુધીનો સૌથી સસ્તો બ્રોડબેન્ડ પ્લાન લોન્ચ કર્યો છે. બીએસએનએલના આ પ્લાનથી યૂઝર્સને અનલિમિટેડ ફ્રી ડેટાનો લાભ મળશે.

BSNL દ્વારા લોન્ચ કરવામાં આવેલા સૌથી સસ્તા બ્રોન્ડ બેન્ડ પ્લાનની કિંમત 99 રૂપિયા છે. આ પ્લાનમાં યૂઝર્સને કુલ 45GB હાઇસ્પીડ ટેડાનો લાભ મળશે. યૂઝર્સને પ્રતિદિવસ આ પ્લાનમાં 1.5GB ડેટા 20Mbpsની સ્પીડ સાથે મળશે. ત્યારબાદ સ્પીડ ઘટીને 1Mbps થઇ જશે અને યૂજર્સને આ સ્પીડ સાથે અનલિમિટેડ ડેટાનો લાભ મળી શકે છે.

આ પ્લાન સિવાય ભારત સંચાર નિગમ લિમિટેડે અન્ય ત્રણ પ્લાન લોન્ચ કર્યા છે. જેમાં 199 રૂપિયાના પ્લાનમાં યૂઝર્સને કુલ 150GB હાઇ-સ્પીડ ડેટાનો લાભ મળશે. જેમાં યૂઝર્સ પ્રતિદિવસ 5GB ડેટા 20Mbpsની સ્પીડ પર મેળવી શકશે. જ્યારે 299 રૂપિયાના પ્લાનમાં યૂઝર્સને કુલ 300GB હાઇ-સ્પીડ ડેટાનો લાભ મળશે.

Comments

comments

VOTING POLL