BSNLનું આયુષ્ય પૂરું થવાના આરે…
બીએસએનએલ માંથી કર્મચારીઓ સ્વૈચ્છિક નિવૃત્તિ લઇ રહ્યા છે. જોકે આ યોજના બીએસએનએલ દ્વારા જ બહાર પાડવામાં આવી છે. સૌથી વધુ ટેકનીકલ અને ફિલ્ડ સ્ટાફ જોડાતા મોટાભાગના ટેલિફોન એકસચેંજમાં ૩૧ જાન્યુઆરી પછી ટેલીફોનના ફોલ્ટ કરનારા એકપણ કર્મચારી જોવા ન મળે તેવી સ્થિતિ સર્જાઈ હોવાનું જાણવા મળે છે. દેશભરમાં અગાઉ ડીપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમ્યુનિકેશન વિભાગમાંથી નવું નામ ધારણ કરીને ૧.૧૦.૨૦૦૦થી બીએસએનએલ તરીકે ઓળખાતા ટેલિફોન તંત્રનું અસ્તત્વ પુરૂ થવા આડે જાણે ગણત્રીના દિવસો બાકી રહ્યાં હોય તેમ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી સ્વૈચ્છીક નિવૃત્તિ યોજનામાં ૮૦ ટકાથી વધુ કર્મચારીઓ જોડાઈ ગયા છે. હજુ તા.૩ ડીસે. સુધી સ્વૈચ્છીક રીતે નિવૃત્ત થવા ઈચ્છુક ઉમેદવારોના રજીસ્ટ્રેશન માટેની કામગીરી ચાલુ રહેશે. દરમિયાન બીએસએનએલની નિવૃત્તિ યોજનાની મુદત પુરી થયા બાદ તા.૩૧ જાન્યુ.ના કર્મચારીઓ છૂટા થયા પછી જે હાલત સર્જાવવાની છે. હવે બાકી થોડા ટેકનીશ્યનો, અને ઓફિસ સંભાળનારા વહીવટી કલાર્ક સહિતના કામદારો છે તેમના ઉપર કામગીરીનો બોજ વધશે. એક સમયે ટેલિફોન તંત્રએ સમગ્ર દેશમાં આર્થિક રીતે સૌથી મજબુત ગણાતું એકમ હતું.