બુલેટ ટ્રેન: વિરારથી મુંબઈ–બીકેસી ૨૪ મિનિટમાં પહોંચાશે

March 1, 2018 at 11:01 am


મુંંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેનને કારણે બોઈસર, વિરાર, થાણેથી પ્રવાસ કરનારા પ્રવાસીઓના સમયમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે, પણ તેની સાથે સાથે જ પ્રવાસીઓએ ખિસ્સું હળવું કરવાની તૈયારી પણ રાખવી પડશે, એવી શકયતા વ્યકત કરાઈ રહી છે. આ પ્રોજેકટને કારણે બોઈસરથી મુંબઈ માત્ર ૩૯ મિનિટમાં પહોંચી શકાશે, હાલમાં આટલું અંતર કાપવા માટે પ્રવાસીઓને બેથી અઢી કલાકનો સમય લાગે છે.

આ જ પ્રમાણે વિરારથી મુંબઈ માટે લાગનારો એકથી સવા કલાકનો સમય ઘટીને ૨૪ મિનિટ અને થાણેથી મુંબઈ પહોંચવા માટે આશરે ચાળીસ મિનિટનો સમય લાગે છે, આ સમય ઘટીને દસ મિનિટ થઈ જશે, એવું મધ્ય રેલવેના અધિકારી દ્રારા જણાવવામાં આવ્યું હતું.

જોકે આટલા ઝડપી પ્રવાસ માટે પ્રવાસીઓએ ખિસ્સું હળવું કરવાની તૈયારી પણ રાખવી પડશે. બાંદ્રાથી થાણે માટે પ્રવાસીએ ટિકિટ માટે . ૧૦, બાંદ્રા–વિરાર માટે . ૧૫ અને બાંદ્રા–બોઈસર માટે . ૨૫ ચૂકવવા પડે છે, પણ બુલેટ ટ્રેનમાં આ ભાડું અનેક ગણું વધું હશે.

બુલેટ ટ્રેનમાં થાણે–બાંદ્રા માટે માસિક સેકન્ડ કલાસ પાસ . ૨૧૫નો છે, યારે બુલેટ ટ્રેનમાં સિંગલ જર્ની માટે પ્રવાસીઓએ . ૨૫૦ ચૂકવવા પડશે. યારે વિરાર– બાંદ્રા માટે સેકન્ડ કલાસ પાસ માટે . ૩૦૦ ચૂકવવા પડે છે અને બુલેટ ટ્રેનમાં સિંગલ જર્ની માટે . ૫૦૦ અને બાંદ્રાથી–બોઈસર જવા માટે સેકન્ડ કલાસ પાસ માટે . ૮૨૦ ચૂકવવા પડે છે એને બદલે બુલેટ ટ્રેન માટે ૭૫૦ પિયા ચૂકવવાની તૈયારી રાખવી પડશે એવું એનએચએસઆરસીના વડા દ્રારા જણાવવામાં આવ્યું હતું

Comments

comments

VOTING POLL