ગજબ કહેવાયઃ કંપનીમાં બોસ કર્મચારીઆેના પગ ધૂએ છે

November 13, 2019 at 11:18 am


જ્યાં તમે કામ કરતાં હોય ત્યાં તમને સારું કામ બદલ પ્રાેત્સાહન મળે, ટાર્ગેટ પુરો કરવા બદલ કંપની બોનસ આપે તેવી વાતો સાંભળી હશે. પરંતુ તાજેતરમાં એક એવી ઘટના બની છે જેમાં એક કોસ્મેટિક કંપનીની બે મહિલા અધિકારીઆેએ સારું કામ કરનાર પોતાના 8 કર્મચારીઆેના પગ ધોઈ તેમનું સમ્માન કર્યું છે. આ ઘટના ચીનમાં બની છે. રિપોર્ટ અનુસાર કર્મચારીઆેનું સમ્માન કરવાનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં કર્મચારીઆેના પગ ધોવા ઉપરાંત કંપનીના મહિલા અધિકારીએ તેમનું હાથ જોડી અભિવાદન કર્યું હતું. આ સમ્માન એટલા માટે કરવામાં આવ્યું કે કર્મચારીઆેએ તેમનો ટારગેટ પૂરો કર્યો હતો. કર્મચારીઆેએ કંપનીએ આપેલા ટારગેટ કરતાં વધારે સેલ કર્યું હતું. તેનાથી કંપનીને મોટો ફાયદો થયો હતો. કંપનીનું કહેવું છે કે કર્મચારીઆેને અવોર્ડ આેફ ધ યર તો બધા આપતા હોય પરંતુ આ રીતે સમ્માન કરો કરતું નથી. આમ કરવાથી કર્મચારીઆેનો ઉત્સાહ વધશે અને તેઆે આગળ વધારે સારું કામ કરશે. જો કે આ કામની કેટલાક લોકો આલોચના પણ કરી રહ્યા છે.

લીટલ સુપરમેનની ક્યુટનેસ પર લોકો થયા ફિદા, વિડીયો વાઈરલ….

at 10:17 am


સોશિયલ મીડિયામાં અવારનવાર કંઇકને કંઇક અજુગતું વાઈરલ થતું હોય છે. ત્યારે હાલમાં જ એક પિતાએ તેના દીકરાને સુપરહીરો બનાવી વિડીયો બનાવ્યો હતો, જે હાલ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. આ બાળકે વિડીયોમાં સુપરમેનનો કોસ્ચ્યુમ પહેર્યું છે. જે એકદમ ક્યુટ લાગી રહ્યું છે. આ વિડીયોમાં બાળકની ક્યુટનેસ પર સૌ કોઈ ફિદા થઇ રહ્યું છે. લોકો આ વિડીયોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે તેમજ શેર કરી રહ્યા છે. આ બાળક સુપરમેનની ડ્રેસમાં પોતાના પિતાનાં હાથે હવામાં ઉડી પણ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વિડીયોની ખૂબ જ પ્રશંસા કરી રહ્યા છે. આ વિડીયોને અત્યારસુધી અત્યારે 44,525 રિટિવ્ટ, 1,79,023 લાઈક્સ અને 20 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.

લ્યો બોલો ! હવે મહિલાઓને ચશ્મા પહેરવા પર પ્રતિબંધ, કારણ જાણીને પણ ચોંકી જશો….

November 12, 2019 at 10:27 am


કમ્પ્યુટર પર લાંબા સમય કામ કરતા લોકો ચશ્માં પહેરતા હોય છે. ચશ્માં પહેરવાથી આંખોની દ્રષ્ટિની સમસ્યામાં રાહત મળે છે. પણ હવે એક એવો દેશ છે કે જ્યાં મહિલાઓને ચશ્મા પહેરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મહિલા કર્મચારીઓને જાપાનમાં કાર્યસ્થળો પર ચશ્મા પહેરવાની મનાઈ છે, જ્યારે પુરુષ કર્મચારીઓ ચશ્માં પહેરી શકે છે. રેસ્ટોરેન્ટથી લઈને એરલાઇન્સના ક્ષેત્ર સુધી ઘણી એવી ખાનગી કંપનીઓ છે, જ્યાં મહિલાઓ ચશ્મા પહેરીને કામ કરી શકતી નથી. જાપાનની કંપનીઓનું એવું માનવું છે કે મહિલાઓ ચશ્માં પહેરે તો તેની સુંદરતામાં ઘટાડો થાય છે. જેને લીધે ગ્રાહકો પર તેની ખોટી અસર થાય છે. જે કારણે કંપનીનાં વ્યવસાયને ઉંડી અસર કરે છે. ત્યારે હાલ મહિલાઓ કંપનીઓના આ વિચિત્ર નિયમોનો સખત વિરોધ કરી રહ્યા છે.

ભારતીય વૈજ્ઞાનિકની કમાલ, 3D પ્રિન્ટવાળી બનાવી સજીવ ત્વચા….

November 11, 2019 at 10:29 am


ભારતીય મૂળનાં એક વૈજ્ઞાનિકનાં નેતૃત્વવાળી ટીમે રક્ત વાહિકાઓથી લેન્સ 3D પ્રિંટવાળી સજીવ ત્વચા તૈયાર કરવાની એક રીત શોધી કાઢી છે. આ પ્રાકૃતિક ત્વચા જેવી પ્રતિકૃતિ બનાવવાની દિશામાં એક મહત્વનું પગલું છે. 3 ડી બાયોપ્રિન્ટિંગ કોષો, વૃદ્ધિના પરિબળો અને બાયોમેટિરલ્સને એકબીજા સાથે જોડે છે જેથી કુદરતી પેશી જેવી લાક્ષણિકતાઓ સાથે બાયોમેડિકલ નકલ બનાવવામાં આવે. યુ.એસ. માં રેનેસેલેર પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટના સહયોગી પ્રોફેસર પંકજ કારાંદેએ કહ્યું કે, હાલમાં ક્લિનિકલ પ્રોડક્ટ તરીકે જે ઉપલબ્ધ છે તે ફેન્સી બેન્ડ-એઇડ જેવું છે.તે ઘાવના ઝડપી ઉપચારની એક પદ્ધતિ પ્રદાન કરે છે પરંતુ તે ક્યારેય યજમાન કોષો સાથે સંકળાયેલ નથી. આ શોધને લગતા સંશોધનનાં પરિણામો ‘ટિશ્યુ એન્જિનિયરિંગ ભાગ એ’ જર્નલમાં પ્રકાશિત થયા છે.તેમણે દાવો કર્યો કે, આ શોધ એટલા માટે મહત્વપૂર્ણ છે, કારણકે, તેની બનાવેલી ત્વચામાં શરીરની રક્ત કોશિકાઓથી પોષક તત્વો આવવા લાગ્યા છે. આ તે ત્વચાને જીવીત રાખવામાં મદદ કરે છે.

વિશ્વનું એક કામ એવું કે જેમાં ફક્ત ૧૧૨ લોકો જ કરે છે નોકરી…

November 9, 2019 at 11:27 am


બેરોજગારી વિશ્વભરની સમસ્યા બની ગઈ છે. લોકો ભણીભણીને નોકરી કરવા તલપાપડ બનતા હોય છે પરંતુ નોકરી મળવાની સંભાવના બહુ ઓછી રહે છે. ઘણી વાર મનગમતી નોકરી ન મળતા લોકો હતાશ થઇ જાય છે અને ઘણા લોકોની મજબૂરીના લીધે અણગમી નોકરી કરવા પણ લાગે છે. પરંતુ શું તમે જાણો છો કે દુનિયામાં એક એવું કામ પણ છે જેમાં માત્ર ૧૧૨ લોકો જ નોકરી કરે છે. જેમાં ગર્વની વાત તો એ છે કે તેમાં એક ભારતીયનો પણ સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં તમે ભોજન, વાઈન, ચા જેવી વસ્તુઓનું ટેસ્ટિંગ થતું હોવાનું સાંભળ્યું હશે. પરંતુ આજે જાણો વોટર ટેસ્ટિંગ વિશે. આ કામમાં ભારતનો એક જ વ્યક્તિ કામ કરે છે. તેનું નામ ગણેશ અય્યર છે. ગણેશ અય્યરના જણાવ્યા અનુસાર, શરૂઆતમાં લોકો તેના પર ખૂબ હસતાં હતા. આપણા દેશમાં પીવાના પાણીની અછત છે અને તે વોટર ટેસ્ટર બન્યો છે. જોકે તેને એમ છતાં આ તમામ બાબતની અવગણના કરીને જર્મનીની એક સંસ્થામાંથી સર્ટિફિકેટ કોર્ષ કર્યો અને વોટર ટેસ્ટર બન્યા.

અરે બાપ રે ! રસ્તામાં કાર પર ચડી ગયો હાથી, વિડીયો વાઈરલ…

November 8, 2019 at 10:27 am


સોશિયલ મીડિયામાં અવારનવાર કંઇક વિચિત્ર ઘટનાઓ વાઈરલ થતી હોય છે ત્યારે ફરી એક વખત આવી જ કંઇક ઘટના સામે આવી છે. જે જોઇને તમે પણ આશ્ચર્યમાં મુકાઈ જશો. આ વિડીયો થાઈલેન્ડનો છે જ્યાં એક હાથી ચાલતી કાર પર તેની માથે ચડી ગયો હતો. જોકે ત્યારે તરત જ કારચાલકે ફટાફટ ગાડી દોડાવી માંડમાંડ જીવ બચાવ્યો હતો. વધુ જાણકારી મુજબ, આ ઘટના થાઇલેન્ડના ખાઓ યાઈ નેશનલ પાર્કની છે. અહીં એક ૩૫ વર્ષીય
હાથી નેશનલ પાર્કના રસ્તા પર ચાલતો હતો. તે જ સમયે, એક કાર ત્યાંથી પસાર થઈ રહી હતી. જ્યારે હાથીએ તે કાર જોઈ અને તેના પર બેસવાની ટ્રાઈ કરી. ત્યારે ડ્રાઇવરે કાર ઝડપથી હંકારી તેનો જીવ બચાવ્યો હતો. હાલમાં સોશિયલ મીડિયામાં આ વિડીયો ખૂબ જ વાઈરલ થઇ રહ્યો છે.

પંચમહાલમાં અનોખી પ્રથા, કન્યાદાનમાં અપાઈ છે ૪૦ વર્ષ જુનું વૃક્ષ…

November 7, 2019 at 10:28 am


લગ્નમાં સામાન્યરીતે કરિયાવરમાં સોનું, ગાડી કે બંગલો આપવામાં આવે છે. પરંતુ પંચમહાલમાં એક અલગ જ પ્રથા છે. પંચમહાલમાં જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછારેલા ૩૦થી ૪૦ વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે. આ ઝાડના ફળ, ફૂલ અને બીજમાંથી વિવિધ વસ્તુઓ બનતી હોવાથી કમાણીના સાધન તરીકે જમાઈને ભેટમાં અપાઈ છે. પ્રતિવર્ષ લગભગ ૨૦૦ કિલો જેટલા ફળનું ઉત્પાદન મહુડામાં થાય છે. કાચા ફળનો ઉપયોગ શાક બનાવામાં થાય છે. ઉપરાંત આ તેલનો ઉપયોગ ત્વચાની દેખભાળ રાખવા, માથાના દુઃખાવામાં, સંધિવા માટે તેમજ સુગંધીદાર સાબુ અથવા ડિર્ટજન્ટ બનાવવા માટે થાય છે.

આ ૩૪ વર્ષનો યુવક લાગે છે બાળક જેવો, લગ્ન કરવા તડપાપડ….

November 6, 2019 at 10:35 am


લોકો હમેંશા પોતે યુવાન રહે તેવું ઈચ્છતા હોય છે. ઘણા લોકો યંગ દેખાવવા માટે ઘણા પૈસા ખર્ચતા હોય છે તેમજ અવનવા તુક્કાઓ અપનાવતા હોય છે. પરંતુ ચીનમાં એક અલગ જ પ્રકારનો વ્યક્તિ રહે છે. આ યુવક ૩૪ વર્ષનો છે છતાં ૧૩-૧૪ વર્ષના બાળક જેવો લાગે છે. આ યુવકનું નામ છે ઝૂ શેંગકાઈ અને તે ચીનનાં વુહાનમાં વસવાટ કરે છે. તેના ચહેરા પર નાતો મૂંછો છે અને નાતો દાઢી. જ્યાં સુધી તેનો અવાજ પણ બિલકુલ બાળકો જેવી છે. આ એજ કારણ છે કે જે લોકો તેને ઓળખતા નથી. તેને બાળક સમજી લે છે. હવે ઝૂ એ વાતથી પરેશાન છે કે તેની ઉંમરનાં તમામ મિત્રોનાં લગ્ન થઈ ચૂક્યા છે. પરંતુ તેનું શરીર પરીપક્વ ના હોવાને કારણે તે લગ્ન કરી શકતો નથી. ત્યારે અત્યારે તે પોતાના લગ્ન જલ્દીથી થઇ જાય તેવું ઈચ્છી રહ્યો છે.

સરકારે બનાવ્યો વિચિત્ર કાયદો, આ રાજ્યમાં ૨૪ કલાકથી વધુ રહેવા કરાવી પડશે નોંધણી….

November 5, 2019 at 10:49 am


સરકાર દ્વારા એક અજુકતો જ કાયદો બનાવવામાં આવ્યો છે જેમાં એક એવું રાજ્ય છે જ્યાં ૨૪ કલાકથી વધુ રહેવા માટે રજીસ્ટ્રેશન કરાવવું પડે છે. આ રાજ્યનું નામ મેઘાલય છે કે જ્યાં શુક્રવારે એવો આદેશ બહાર પાડવામાં આવ્યો છે જેનો વિરોધ મેઘાલયના તમામ લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. મેઘાલય ડેમોક્રેટિક અલાયંસ કેબિનેટ દ્વારા મેઘાલય રેજિડેટ્સ સેફ્ટી એન્ડ સિક્યોરિટી એક્ટ, 2016માં સંશોધનને મંજૂરી આપી દેવામાં આવી છે. ઈનએઅ કાઇન પરમિટ સિસ્ટમ લાવવાની કરવામાં આવી હતી માંગણી
મેઘાલયમાં અવૈધ પલાયનકર્તાઓને આવતા રોકવા માટે ઇનર લાઇન પરમિટ સિસ્ટમ લાવવાની વાત લાંબા સમયથી થઈ રહી છે, પહેલાં આ કાયદો માત્ર અહીં રહેતા લોકો માટે હતો. ઉલ્લેખનિય છે કે, નવેમ્બર મહિનામાં જો તમે મેઘાલય ફરવાનો પ્લાન બનાવી રહ્યા હોય તો IRCTC દ્વારા ખાસ ટૂર પેકેજ બહાર પાડવામાં આવ્યું છે. એમ્યૂસિંગ એન્ડ મેઘાયલ નામના આ પેકેજ અંતર્ગત મૉસિનરામ, જેકરેમ અને ગુવાહાટી ફરવાની તક મળશે.

સેલ્ફીએ બે બહેનોને કરી સંગાથે, ૧૭ વર્ષથી એકબીજાથી હતી વિખૂટી….

November 4, 2019 at 10:27 am


આજના આધુનિક યુગમાં સેલ્ફીનો ક્રેઝ ખુબ જ જોવા મળી રહ્યો છે. ત્યારે સેલ્ફીથી આમ તો ઘણા ફાયદા પણ થાય છે. ભૂતકાળમાં એવા અનેક બનાવો બની ગયા છે જેમાં સેલ્ફીના લીધે વર્ષોથી વિખૂટા પડેલા લોકોનો મિલાપ થઇ ગયો હોય ત્યારે આવો જ એક વધુ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. દક્ષિણ આફ્રિકાના કેપટાઉન શહેરમાં રહેતી બે બહેનો 17 વર્ષ પહેલા છૂટી પડી હતી. જ્યારે એક બહેનને જન્મ પછી ત્રણ દિવસ પછી હોસ્પિટલની નર્સ દ્વારા ચોરી કરવામાં આવી હતી. સેલ્ફી મારફત આ બંને બહેનો આજે એકબીજાને મળવામાં સફળ રહી હતી. કેપટાઉનની રહેવાવાળી સેલેસ્ટેની દિકરી મિશે ત્રણ વર્ષની હતી ત્યારે તેણે 30 એપ્રિલ 1997નાં રોજ બીજી દિકરીને જન્મ આપ્યો હતો. જન્મનાં ત્રણ દિવસ પછી જ તેમની નવજાત બાળકીને હોસ્પિટલનીજ એક નર્સે ચોરી કરી લીધી હતી. જેના કારણે મિશે પોતાની નાની બહેનથી વિખુટી પડી ગઈ હતી. કેસિડીએ જ્યાં પ્રવેશ લીધો ત્યાં 20 વર્ષિય મીશે જવાનસ્વાક હાઇ સ્કૂલના અંતિમ વર્ષમાં હતી. બંનેનો ઘણીવાર સ્કૂલમાં સામનો થતો હતો. બંનેના મિત્રો તેમને કહેતા હતા કે ત્રણ વર્ષના તફાવત છતાં તેઓ બંને એક બીજાની જેમ લાગે છે. વળી, જ્યારે પણ બંને એકબીજાને મળતા, તેઓ સમજી ગયા કે સંભવત: બંને વચ્ચે કોઈ સંબંધ છે.મીશેએ કેસિડીને પૂછ્યું કે શું તેનો જન્મ 30 એપ્રિલ, 1997 ના રોજ થયો હતો, તેથી કેસિડીએ હા પાડી. ત્યાર બાદ સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી અને કેસિડીનું ડીએનએ પરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું, જે મિશે અને તેના પરિવારના ડીએનએ સાથે મેળ ખાતું હતું. ત્યારબાદ પોલીસે કેસિડીની બાળપણમાં ચોરી કરનાર નર્સ લોનોવાની પણ ધરપકડ કરવામાં આવી હતી.