અડધી કલાકમાં થાળી કરો પૂરી, તો જમવાના નહિ દેવા પડે પૈસા !!

June 5, 2019 at 11:41 am


મુંબઈમાં રહેતા લોકો માટે ખુશીના સમાચાર આવી ગયા છે. જ્યાં એક પ્લેટમાં અનેક પ્રકારની વાનગી મળશે. મુંબઇના પવઇમાં મિની પંજાબના લોકસાઇડથી જાણિતા રેસ્ટોરન્ટમાં લાજવાબ અને મસાલેદાર નોનવેજ થાળી બનાવી છે. આ પ્લેટમાં કુલ 44 પ્રકારની વાનગીઓ મળે છે. આ પ્લેટમાં સીક કબાબ, મકાઈની બ્રેડ, મટન, ચિકન, પાપડ, સલાડ, મટન મસાલા, ચિકન બિરયાની, ટગડીના કબાબ, કોલી વાડા, ચૂર-ચૂર નાન વગેરેનો સમાવેશ થાય છે આ ઉપરાંત પંજાબની પ્રસિદ્ધ લસ્સી, શિકંજી, છાશ, બ્લેક કેરોલ પીવા માટે મળશે. મીઠી વસ્તુઓ વિશે વાત કરીએ તો તેમાં રસગુલ્લા, જલેબી, રબડી, મૂંગ દાળ હલુઆ, પેટા બરફી, માલપૂઆ, આઈસ્ક્રીમનો સમાવેશ થાય છે. આ પ્લેટમાં નવનીત ચાવલાનાનું માનવું છે કે જો કોઈ ત્રીસ મિનિટની અંદર આ પ્લેટ ખતમ કરે તો તેના માટે આ થાળી ફ્રી મા છે તેવું રેસ્ટોરાંના માલિકે જણાવ્યુ હતું.

VOTING POLL

બહુ કરી.. ચોકલેટે પહોચાડ્યા કોર્ટે…!!!

June 4, 2019 at 11:31 am


બ્રિટનના લંડનમાં રહેતી એક મહિલાએ ફક્ત એક જ દિવસમાં લગભગ 26 લાખ રૂપિયાની ચોકલેટની ખરીદી કરી હતી. અને એમાં પણ ગજબની વાત તો એ છે કે આ અંગે  મહિલા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.  વાસ્તવમાં આ મહિલા 15 વર્ષથી જેલમાં બંધ ભ્રષ્ટાચારી બેન્કર જહાંગીર હજિયેવની પત્ની છે. જહાંગીર ઇન્ટરનેશનલ બેન્ક ઓફ અઝરબેજાનનો માજી પ્રમુખ હતો. તેની પત્નીએ લંડનના એક લકઝરી ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાંથી 26 લાખ રૂપિયાની ચોકલેટ ખરીદી. અહીં એક ચોકલેટના ડબાની કિંમત આશરે 53,000 રૂપિયા છે.

અહીંની રાષ્ટ્રીય ગુના શાખાએ મહિલાની આવક તપાસવા તેના પર કેસ કરી તપાસ હાથ ધરી છે.

VOTING POLL

ભણતરની લગની તો જુઓ, ભાઈ અને બહેન ૯૫ અને ૯૪ વર્ષની ઉમરે થયા ગ્રેજ્યુએટ…!!!

June 3, 2019 at 11:34 am


 

ભણતર એ શ્રેષ્ઠ જીવનનો પાયો છે. ભણતર વગર આજે બધું નકામુ છે ત્યારે અમેરિકાની ભણતર બાબતની એક વિચિત્ર ઘટના પ્રકાશમાં આવી છે. અમેરિકાના ડેનવર શહેરના બે ભાઈ-બહેનોએ 95 અને 94 વર્ષની ઉંમરે એક સાથે ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે. આશરે 80 વર્ષ પહેલાં છોડી દીધેલા ભણતરને તેમણે ધગશથી પૂરું કર્યું હતું. બીજા વિશ્વયુદ્ધને કારણે બંને ભાઈ-બહેનોએ નાની ઉંમરમાં ભણતરને તિલાંજલિ આપી દીધી હતી. પરંતુ બીજા ભણેલા લોકોને જોઇને મને ખુબ જ અફસોસ થતો હતો કે હું અને મારી બહેન ના ભણી શક્યા. અમે બન્ને એ અમારા પરિવારનું ગુજરાન ચલાવવા માટે 15 વર્ષની ઉંમરે સ્કૂલ છોડી દીધી હતી, પરંતુ હાલ તે બંનેએ અધૂરી ઈચ્છા પૂરી કરવા એકસાથે મેન્યુઅલ હાઈસ્કૂલથી ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે.

VOTING POLL

ચીનમાં ખુલ્યું મૂંગું કેફે, ઇશારાથી જ દેવાનો ઓર્ડર…

June 1, 2019 at 11:43 am


ઘણીવાર રેસ્ટોરાં અને કેફેમાં એટલો ઘોંઘાટ હોઈ છે કે આપણને એમ થઇ જાય કે આના કરતા ઘરે જ જમી લેવુ સારું. . ચીનમાં આ સમસ્યાનો ઉકેલ મળી જાય તેવું કેફે બન્યું છે.  ‘સ્ટારબક્સ’એ ચીનના ગ્વાંગઝૂમાં સાઇલન્ટ કેફે શરુ કર્યું છે. આ પ્રકારનું કેફે ચીનમાં પ્રથમ વખત ખુલ્યું છે. આ સ્પેશિયલ કેફે માં 30માંથી 14 કર્મચારી બધિર છે. કંપનીનો મુખ્ય હેતુ કેફેમાં આવતાં ગ્રાહકોને બધિર કર્મચારીઓની ભાષા સમજવા પ્રેરિત કરવાનો છે. સ્ટારબક્સ કંપનીના ચીનમાં કુલ 3800 સ્ટોર છે. તેમજ સાઇલન્ટ કેફેનું ઇન્ટિરિયર ઘણું ખાસ છે. અહીંયા દીવાલો પર સાઈન લેન્ગવેજના નિશાન અને ઇન્ડિકેટર બનાવ્યા છે. કેફેમાં ઓર્ડર લેવાના કામને પણ રસપ્રદ બનાવાયું છે. ગ્રાહકોને એક પણ શબ્દ બોલ્યા વગર જ ઓર્ડર સમજવાનો હોય છે. સ્ટારબક્સ કંપનીએ ગુઆંગડોન્ગ ડેફ પીપલ એસોસિએશન સાથે મળીને સાઇન લેન્ગવેજનો પ્રોગ્રામ પણ શરુ કર્યો છે, જેને કારણે સાઇલન્ટ કેફે પર આવતા કસ્ટમર બધિર લોકોની ભાષા સમજી અને શીખી શકે.

VOTING POLL

પબજી ગેમની લતના કારણે ૧૬ વર્ષના બાળકનું થયું મૃત્યુ !!!

May 31, 2019 at 11:51 am


પબજી ગેમે તો જાણે બાળકોથી માંડી તમામ લોકોને બરબાદ કરીને રાખી દીધા છે. પબજી ગેમ એક પ્રકારનું વ્યસન જ બની ગઈ છે તેના રસિયાઓ તેને છોડવાનું નામ નથી લેતા. ત્યારે પબજી ગેમ સંબધિત એક ચોકાવનારી ઘટના સામે આવી છે. મધ્યપ્રદેશના નીમચ શહેરમાં 16 વર્ષના ટીનેજરને સતત 6 કલાક પબજી ગેમ રમવાને લીધે કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો. હોસ્પિટલ લઈ જતાં ડોક્ટરે તેને મૃત ઘોષિત કર્યો હતો.

મૃતક ફરખાન કુરેશી ધોરણ 12નો વિદ્યાર્થી હતો. તેના પિતા હરુન રશીદ કુરેશીએ જણાવ્યું કે, આ ઘટના 28 મે ના રોજ બની હતી. બપોરનું જમવાનું પૂરું કર્યા બાદ મારો દીકરો 6 કલાક સુધી સતત એક જગ્યા પર બેસીને પબજી ગેમ રમી રહ્યો હતો. તેને ટોકવા છતાં તેને ગેમ રમવાનું ચાલુ જ રાખ્યું.

ગેમ રમતા રમતા ફરખાન જમીન પર પડ્યો તે પહેલાં ગેમના બીજા પ્લેયર પર બૂમો પાડી રહ્યો હતો કે, અયાન, જો તું ગેમમાં મને મારી નાખીશ, તો હું ફરી વખત તારી સાથે ક્યારેય નહીં રમું. ત્યારે અચાનક તેની બહેનનું ધન પડ્યું અને તેને જોયું ત્યાં તેના ભાઈનું મૃત્યુ થઇ ગયું હતું.

 

VOTING POLL

આ વ્યક્તિના પેટમાંથી નીકળી ૫ કરોડની કેપ્સુલ !!!

May 30, 2019 at 11:39 am


બ્રાઝીલના એક શખ્સ આઇજીઆઇ એરપોર્ટ પર નશીલો પદાર્થ લઇને આવી રહ્યા હતા. એનસીબીએ એરપોર્ટ પર પહોંચ્યા પછી તરત જ તે વિદેશી માણસને કસ્ટડીમાં લઇ લીધો, તે 25 વર્ષનો એન્ડરસન તરીકે ઓળખાયો હતો. ત્યારબાદ તેને હોસ્પીટલમાં લઇ જવામાં આવ્યો.  ડોક્ટરોએ જ્યારે તે વ્યક્તિનો  એક્સ-રે કર્યો તો  ડોકટરો પણ હેરાનથઇ ગયા.

તેના પેટમાં અનેક કેપ્સ્યુલ હતી. ત્યારબાદ ડોકટરોએ તેને એનિમા આપ્યો. ત્યારબાદ તેના પેટમાંથી કોકીનની 65 કેપ્સ્યુલ્સ બહાર કાઢી. જેનું વજન આશરે 900 ગ્રામ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત લગભગ 5 કરોડ છે.

આમ તો  આ કેપ્સ્યુલને પેટમાં 12 કલાક સુધી રાખી શકે છે. જો તેને આ સમય દરમિયાન કેટલાક ખાદ્યપદાર્થો ખાઇ તો કેપ્સ્યુલ ફૂટી જાય અને મોત પણ થઇ શકે છે.

VOTING POLL

દર્દીની કુંડળી જોયા પછી ડોકટરો કરે છે સારવાર !!

May 29, 2019 at 11:21 am


ડોક્ટરની પહેલી ફરજ એ હોઈ છે કે તે દર્દીની સારામાં સારી રીતે સારવાર કરે તેમજ  જ્યોતિષ અને વિજ્ઞાનને સામાન્ય રીતે પરસ્પર વિરોધી માનવામાં આવે છે.હજી ઘણા લોકો એવા છે જે વિજ્ઞાન કરતા વધારે જ્યોતિષમાં માનતા હોઈ છે.પરંતુ ક્યારેય એવું માનવામાં આવે કે ડોકટરો જ સારવાર માટે જ્યોતિષનો સહારો લેતા હોઈ ?? તો આવી જ એક આશ્ચ્ર્યજનક ઘટના સામે આવી છે. 

રાજસ્થાનની રાજધાની જયપુરમાં આવી જ એક હોસ્પિટલ છે. જ્યાં બીમારીની સારવાર અતિ આધુનિક રીતે કરવામાં આવે છે. પરંતુ એ જ હોસ્પીટલમાં સાથે એક જ્યોતિષ કાઉન્ટર પર રાખવામાં આવ્યું છે. 

આ હોસ્પિટલમાં બીમારીઓની સારવાર માટે આયુર્વેદ, યોગ, જ્યોતિષ અને એલોપેથી દરેક પ્રકારની સુવિધા છે.આ હોસ્પીટલમાં કોઈ પણ દર્દીની તાત્કાલિક સારવાર કરવાને બદલે પહેલા તેની કુંડળી બતાવવામાં આવે છે અને ત્યારબાદ જ જ્યોતિષ કહે તે પ્રમાણે સારવાર કરવામાં આવે છે અને દર્દીઓ પણ તેનાથી સંતુષ્ટ થાય છે.

હોસ્પીટલના આ પંડિતનું નામ અખિલેશ શર્મા છે જે લગભગ રોજની ૨૫-૩૦ કુંડળીઓ જુએ છે.

 

VOTING POLL

અરેરે.. જે પંડિતે કરાવ્યા લગ્ન તેની સાથે જ ભાગી દુલ્હન !!!

May 28, 2019 at 11:39 am


મધ્યપ્રદેશની એક ચોકાવનારી ઘટના સામે આવી છે. મધ્યપ્રદેશના વિદિશા જીલ્લાના સિરોંઝ શહેરના ટોરી બાગરોદમાં એક દુલ્હન પંડિત સાથે ફરાર થઇ ગઈ. આ યુવતીએ ૧૫ દિવસ પહેલા જ લગ્ન કાર્ય હતા અને જે પંડિતે તેના લગ્ન કરાવ્યા તે જ પંડિત સાથે યુવતી ૧૫ દિવસ પછી ફરાર થઇ ગઈ. ૧૫ દિવસ પછી યુવતી પહેલી વખત તેના પિયર આવી હતી અને એ સમયે જ તે પંડિત સાથે ભાગી ગઈ. આ દુલ્હનના લગ્ન ૭ મેના રોજ થયા હતા. યુવતીના લગ્ન બાસૌદાના આસઠ ગામમાં રહેતા યુવક સાથે થયા હતા. જાન આવ્યા બાદ આજ ગામના પંડિત વિનોદ મહારાજે બંનેના લગ્નના મંત્રોચ્ચાર કર્યા હતા અને ફેરા ફરાવ્યા હતા. પંડિત વિનોદ ગામના જ મંદિરમાં પૂજા-પાટ કરે છે.

પંડિતે 23મેના રોજ પણ એક લગ્ન કરાવવાના હતા. આ દરમ્યાન 23મેના રોજ ગામમાં એક લગ્ન સમારોહ હતો. લોકો લગ્નના સમારોહમાં વ્યસ્ત હતા. ખાસ વાત એ છે કે, આ પંડિતે અહીં પણ લગ્નમાં ફેરાની વીધિ કરવાની હતી. પરંતુ, લગ્નની વીધિ શરૂ તાય તે પહેલા જ તે ત્યાંથી ગાયબ થઈ ગયા. જ્યારે પંડિત ઘરમાં ન મળતા લોકોએ તેમને શોધવાનું શરૂ કરી દીધુ. આ સમયે કોઈકે જણાવ્યું કે, તે યુવતી પણ ઘરેથી ગાયબ છે.

ત્યારબાદ ગામના લોકોએ આ વાતની સરપંચને જાણ કરી અને સરપંચ અને પોલીસ દ્વારા હાલ તેમની શોધખોળ ચાલી રહી છે. યુવતી પર એ પણ આરોપ છે કે તે સાસરીમાંથી મળેલા દોઢ લાખ રૂપિયાની જ્વેલરી અને 50 હજાર રૂપિયા પણ લઈને ફરાર થઈ છે.

VOTING POLL

ચામડી વગર જ બાળકના જન્મથી માતાપિતા સહીત ડોકટરો પણ મુકાયા આશ્ચર્યમાં

May 27, 2019 at 12:16 pm


દુનિયામાં કંઇકને કંઇક વિચિત્ર ઘટનાઓ બનતી જ હોઈ છે પણ આ ઘટના વિશે વાંચીને તમે પણ ચોકી જશો. બ્રિટનમાં ૬ વર્ષ પહેલા ચામડી વગરના બાળકનો જન્મ થયો. ત્યારે ડોકટરો પણ આશ્ચર્યચકિત થઇ ગયા હતા. તેમના માટે તેના માતા પિતાને આ વાતની કઈ રીતે જાણ કરવી તે અઘરું થઇ ગયું હતું. ત્યારે હિમત કરીને ડોકટરે તેના માતા પિતાને જણાવ્યું હતું કે તમારું બાળક ચામડી વગર જ પેદા થયું છે અને તે ૧૦ દિવસથી વધારે જીવી નહી શકે. પરંતુ આ એક ચમત્કાર જ કહી શકાય કે બાળકે ૬ મહિના બાદ પણ જીવતું હતું. તે ૬ મહિના બાળક અને તેના માતાપિતા માટે અત્યંત પીડાદાયક હતા. તેમના માતાએ જણાવ્યું કે તેનું આ પ્રથમ જ બાળક છે અને ૧૯ વરહની ઉમરે જ તે માં બની ગઈ હતી. પહેલું બાળક જ ખૂબ જ નબળુ અને બીમાર જન્મ્યું હતુ. તેમની આ સ્થિતિ જોઈને, માતાપિતા સાથે નર્સ પણ રડતી હતી. જન્મ પછી દંપતીએ મળીને બાળકનું નામ કાઇદેન જૈક શૌટૉક રાખ્યું હતું. તેમજ ૬ મહિનામાં બાળકની ઘણી જગ્યાએ સારવાર કરાવડાવી હતી. જેસિકા કે જે બાળકની માતા છે તેને જણાવ્યું હતું કે અમે બનતી બધી કોશિશ કરી લીધી, જુદી જુદી ઘણી હોસ્પીટલમાં સારવાર માટે બતાવ્યું હતું. હાલ તેઓ કાઈદેનની ખુબ જ સંભાળ રાખે છે.

VOTING POLL

અજબ છે કેરીની આ જાત, આ કેરીની કીંમત છે રૂ.૫૦૦

May 25, 2019 at 6:59 pm


ભારતમાં કેરીના ચાહકોની સંખ્યા ઘણી છે એમાં પણ ખાસ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ કેરીના ચાહકો ઘણા વધારે છે. આ કેરીની પ્રજાતિનું નામ નુરજહાં છે જેના ઝાડ મધ્યપ્રદેશમાં વધારે જોવા મળે છે. કેરીની આ પ્રજાતિ લગભગ ૧ ફૂટ લાંબી હોય છે અને તેનું વજન ૧૫૦ થી ૨૦૦ ગ્રામ જેટલું છે. આ પ્રજાતિની ઘણી કેરીનું વજન ૩ કિલો પણ હોય છે  પરંતુ છેલ્લા એક દશક દરમ્યાન ચોમાસામાં મોડુ, અલ્પવર્ષા, અતિવર્ષા અને આબોહવાના ઉતાર-ચઢાવના કારણે નૂરજહાંના ફળનું વજન સળંગ ઘટી રહ્યું છે. આ કેરીની માવજત કરવી પણ એટલી જ અઘરી છે આ કેરીને એક નાના બાળકની જેમ સાચવીને રાખવી પડે છે.

VOTING POLL