ગાયના છાણમાંથી એક મહિલાએ તૈયાર કર્યા કપડા

August 6, 2018 at 7:15 pm


આપણા દેશમાં ગાયનું ખૂબ મહત્વ છે. ગાય પૂજનીય હોવાની સાથે તેમાંથી મળતી વસ્તુઓને ઉપયોગમાં પણ લેવામાં આવે છે. ગાયના દૂધનો ઉપયોગ તો કરવામાં આવે જ છે સાથે જ ગૌમૂત્ર અને ગોબર પણ અત્યંત ઉપયોગી છે. આયુર્વેદમાં તો ગાયમાંથી પ્રાપ્ત થતી આ વસ્તુઓમાંથી દવાઓ બનાવવાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. પરંતુ તમે આજ સુધી એવું નહીં સાંભળ્યું હોય કે ગાયના ગોબરમાંથી કપડા બનાવવામાં આવ્યા હોય… જી હાં ગાયના છાણનો ઉપયોગ હવે કપડા બનાવવામાં કરવામાં આવી રહ્યો છે.

નેધરલેન્ડની એક સ્ટાર્ટઅપ કંપનીએ ગાયના છાણનો ઉપયોગ કરી અને ડ્રેસ તૈયાર કર્યા છે. વન ડચ નામની કંપની થોડા સમય પહેલા જ શરૂ થઈ છે અને તેનું સંચાલન એક મહિલા કરે છે. તે બાયોઆર્ટ એક્સપર્ટ છે અને તેણે ગોબરનો ઉપયોગ કરી અને કપડા બનાવવાની પદ્ધતિ શોધી કાઢી છે.

આ પદ્ધતિનો ઉપયોગ કરી અને ટોપ તેમજ શર્ટ બનાવવામાં આવશે. તેના માટે ગાયના ગોબરને રીસાઈકલ કરી અને તેમાંથી પેપર, બાયો ડીગ્રેડેબલ પ્લાસ્ટિક પણ બનાવવામાં આવ્યા છે. આ કામ કરવા બદલ જલિલાને એવોર્ડથી સન્માનિત કરાઈ છે અને તેને 1.40 કરોડનું ઈનામ પણ આપવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે ગાયના છાણથી બનેલા કપડાનો એક ફેશન શો પણ યોજવામાં આવ્યો હતો.

હૈદરાબાદમાં શરુ થયું ભારતનું પહેલું બેબી સ્પા

August 4, 2018 at 8:24 pm


અત્યાર સુધી તમે દેશમાં વયસ્ક લોકોના સ્પા જોયા હશે અથવા સાંભળ્યું હશે હવે આ સિવાય બેબી સ્પા પણ જોવા મળશે. દેશના હૈદરાબાદ શહેરમાં પહેલું બેબી સ્પા સેન્ટર ખુલી ગયું છે. હજુ તો તેની શરૂઆત છે માટે કહી શકાય એમ નથી કે આઈડિયા કેટલો સફળ સાબિત થઇ શકે એમ છે.

હૈદરાબાદમાં શરુ થયેલા સૌથી પહેલા બેબી સ્પામાં માત્ર 9 મહિના સુધીના બાળકોને સ્પાની ટ્રીટમેન્ટ માટે લઇ જઈ શકાશે. તેથી મોટી ઉંમરના બાળકોને આ સુવિધાનો લાભ નહીં મળે.

નવજાત બાળકોને સ્પામાં લઇ જવું ઘણું ફાયદાકારક રહી શકે છે. તેમના સ્નાયુઓ અને હાડકાને મસાજ આપીને યોગ્ય કસરત પુરી પાડી શકાય છે. આ પ્રકારની કસરત કરાવતી વખતે અને સ્પા ટ્રીટમેન્ટ આપતી વખતે નવજાત બાળકોને ઘણી મજા પડતી હોય છે અને તેમની મસ્તીમાં જ રહેતા જોવા મળી શકે છે.

જોકે બેબી સ્પા ટ્રીટમેન્ટથી પહેલા થોડું રિસર્ચ કરવું પણ જરૂરી છે. કેટલીયે વાર સ્પામાં ઉપયોગમાં લેવાતી પ્રોડક્ટ્સના ગંભીર પરિણામો પણ સામે આવી શકે છે. હકીકતમાં બાળકોની સ્કિન ખુબ જ સેન્સિટિવ હોય છે એવામાં ડોક્ટર્સની સલાહ લીધા વિના પ્રોડક્ટ્સ યુઝ ના કરીએ એ જ હિતાવહ છે.

1000 લોકોના જીવ લેનાર બરમૂડાના ટ્રાયેંગલનો અંતે ખુલાસો થયો

August 3, 2018 at 8:31 pm


પોતાની અંદર દરેક વસ્તુ સમાવી લેનારા દુનિયાના સૌથી રહસ્યમયી વિસ્તાર બરમૂડા ટ્રાયેંગલનું ભેદી રહસ્ય ઉકેલાઈ ગયાનો દાવો કરવામાં આવ્યો છે. બ્રિટીશ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ સમુદ્રી વિસ્તારમાં 100 ફૂટ ઉંચા ખતરનાક મોજા ઉછળે છે જેનાથી તેની ઝપટમાં આવનારા જહાજ અથવા વિમાન ગુમ થઈ જાય છે. એટલાટિક મહાસાગરમાં આ ક્ષેત્ર સદીઆેથી વણઉકેલાયેલી ગુથ્થી છે. 70 વર્ષ સુધી કોઈ વૈજ્ઞાનિક તેના રહસ્ય પરથી પડદો ઉઠાવવાની હિંમત દાખવી શક્યો નહોતો કેમ કે ત્યાંથી પસાર થનારા જહાજ અને વિમાન વિશેષ ભૌગોલિક કારણોથી સમુદ્રમાં સમાઈ જઈ ગાયબ થઈ જતા હતા.

ચેનલ-5એ આ અંગે એક ડોક્યુમેન્ટ્રી પણ બનાવી છે. આ પહેલાં આેસ્ટ્રેલિયાઈ વૈજ્ઞાનિકે જણાવ્યું હતું કે બરમૂડા ટ્રાયેંગલનું રહસ્ય ત્યાંની ભૌગોલિક સ્થિત અને ખરાબ હવામાનમાં છુપાયેલું છે. આ કારરથી એટલાન્ટીક મહાસાગરના એ ક્ષેત્રમાં સમુદ્રી જહાજ અને વિમાન ગાયબ થઈ જાય છે. આ ક્ષેત્ર પર ચુંબકીય ઘનત્વના પ્રભાવની વાત પણ સ્વીકારવામાં આવી છે.આ ટ્રાયેંગલમાં અત્યાર સુધીમાં 75થી વધુ વિમાનો અને 100થી વધુ જહાજો સમાઈ ચૂક્યા છે. અહીથી પસાર થનારા વાદળો પણ અલગ પ્રકારના હોય છે. અમેરિકી અંતરિક્ષક એજન્સી નાસાએ સેટેલાઈટની તસવીરોમાં જોવામાં આવ્યું કે વાદળોનો આકાર ષટકોણીય છે. આ વાદળોની નીચે 275 કિ.મી. પ્રતિ કલાકની તીવ્રતાવાળી તોફાની હવાઆેનું વાવાઝોડું છે. વૈજ્ઞાનિકોએ આ વાવાઝોડાને એરબોમ્બ ગણાવતાં રસ્તામાં આવનારી દરેક વસ્તુ તેમાં સમાવી લેતી હોવાનો એકરાર કર્યો છે.

સ્માર્ટફોન કે ટેબલેટની ચમકતી બ્લૂ લાઇટ કેન્સર જેવા રોગ નોતરે છે !

August 1, 2018 at 4:28 pm


સ્માર્ટફોન કે ટેબ્લેટ્સ કે એલઈડી સ્ટ્રીટ લાઇટનો બ્લૂ રંગનો પ્રકાશ કેન્સરની બીમારીને નોતરે છે તેવું નવા અભ્યાસનું તારણ છ. જે લોકો રાત્રે આ પ્રકારની બ્લૂ લાઇટમાં વધુ સમય રહે છે તેમને પ્રોસ્ટેટ કેન્સર થવાનું જોખમ બમણું રહે છે જ્યારે બ્રેસ્ટ કેન્સર થવાનું જોખમ દોઢ ગણું વધી જાય છે. યુનિવર્સિટી ઓફ એક્સ્ટર દ્વારા આ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો છે. ઇલેક્ટ્રોનિક્સ ડીવાઈસમાંથી નીકળતો પ્રકાશ આપણી બોડી ક્લોકને ખોરવી નાખે છે જે લોકો વધારે લાંબો સમય ઊંઘવા માટે કેન્ડલ્સનો ઉપયોગ કરે છે તેમને માટે પણ આવો પ્રકાશ ખતરનાક છે. જે શરીરમાંથી સમયાંતરે નીકળતા હોર્મોન્સને પણ અસર કરે છે પરિણામે કેન્સર જેવા રોગો થવાની શક્યતા વધે છે. આપણા ઘરમાં તેમજ એલઈડી સ્ટ્રીટલાઇટમાંથી નીકળતો પ્રકાશ પણ આરોગ્ય માટે જોખમી છે. બાર્સેલોના ગ્લોબલ હેલ્થ ઇન્સ્ટિટયૂટ દ્વારા કરાયેલો અભ્યાસ એવું જણાવે છે કે આંતરિક કે બાહ્ય રીતે શરીરમાં પ્રવેશતો બ્લૂ લાઇટનો પ્રકાશ કેન્સરને નોતરે છે. સંશોધકો એ ૧૧ રિજિયનમાં ૪,૦૦૦થી વધુ લોકોનો આ માટે અભ્યાસ કર્યો હતો.

આ ગ્રહ પર 7 કલાકમાં જ બદલી જાય છે વર્ષ….

July 31, 2018 at 4:31 pm


એક વર્ષમાં 365 દિવસ હોય છે. આ સમય દરમિયાન ધરતી સૂર્યનો એક ચક્કર પૂર્ણ કરે છે. ધરતી પર એક વર્ષ દરમિયાન અનેક તહેવાર આવે છે અને ત્રણ ઋતુ બદલી જાય છે. પરંતુ સંશોધકોએ એક નવો ગ્રહ શોધી કાઢ્યો છે જેના વિશે જાણી તમે આશ્ચર્યમાં પડી જાશો. આ ગ્રહનું નામ એપિક છે જેના એક વર્ષનો સમય માત્ર 7 કલાક છે. જી હાં આ ગ્રહ પર સાત કલાક પસાર થતાંની સાથે જ વર્ષ બદલી જાય છે.

મહત્વપૂર્ણ છે કે કેપલર ટેલીસ્કોપએ કે2 પ્લેનેટ હન્ટિંગ મિશન દરમિયાન અંદાજે 2300 ગ્રહ શોધી કાઢ્યા છે. પરંતુ આ ગ્રહની શોધ તાજેતરમાં જ થઈ છએ. આ ગ્રહની વિગતો અનુસાર તે પૃથ્વી કરતાં પાંચ ગણો વધારે મોટો છે. વૈજ્ઞાનિકોના જણાવ્યાનુસાર આ ગ્રહ પર આયરનની માત્રા 70 ટકા આસપાસ હોય શકે છે. જો કે વૈજ્ઞાનિકો હાલ એ નથી જાણી શક્યા કે આ ગ્રહ પર દિવસ કેટલાક કલાકનો હશે પરંતુ આ ગ્રહ પર જીવન શક્ય નથી તે નિશ્ચિત છે.

video ગેમના કારણે વધે છે મેન્ટલ ડિસઓર્ડર

at 4:12 pm


વ્યક્તિના મેન્ટલ ડિસઓર્ડર પાછળ વીડિયો ગેમ્સ જવાબાદાર હોવાનો દાવો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કર્યો છે. ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન ઓફ ડિસીઝ અંતર્ગત આ વાત કહેવામાં આવી છે. રિસર્ચ કરનાર એજન્સીએ જણાવ્યું હતું કે, ગેમ્સની ચોક્કસ પેટન્ટ અને તેના પાત્રોની વર્તણૂક વ્યક્તિ પર સીધી અસર કરે છે. રોગના વર્ગીકરણ કરવા પાછળનો હેતું સ્વાસ્થ્ય નિષ્ણાંતોને એલર્ટ કરવાનો અને ગેમ્સ એડિક્ટેડ લોકોને યોગ્ય માનસિક સારવાર મળી રહે એ માટેનો છે. ગેમિંગ ડિસઓર્ડરના મુખ્ય ત્રણ લક્ષ્ણો છે. ગેમ્સમાં પાત્રોનો વ્યવહાર અને ગતિવિધિઓ જે વ્યક્તિમાં થોડું રહસ્ય જન્માવી ગેમ્સમાં જકડી રાખે છે. જેની માઠી અસર જે તે વ્યાપાર-ધંધા, વ્યવસાય, પરિવાર અને વ્યક્તિગત રીતે થાય છે.

બાળકોમાં આ પ્રકારનું ગેમ્સનું વળગણ હોય તો અભ્યાસ પર તેની અવળી અસર થાય છે. ગેમ્સની ચોક્કસ પેટન્ટ ઊંઘને અસર કરે છે. જેથી ઊંઘ બગડે છે. શારીરિક પ્રવૃત્તિઓ તરફ ઉદાસીનતા જન્માવે છે. આ ઉપરાંત પાચનશક્તિના રોગ થવાની સંભાવનાઓ વધી જાય છે. તેના કારણે શરીર અસ્વસ્થ થતું જાય છે. સતત ગેમિંગને કારણે ખાસ કરીને બાળકોમાં તેની આદત પડી જાય છે. નિષ્ણાંતો કહે છે કે, વર્ચ્યુઅલ ગેમ્સ પ્રત્યેનું જે વળગણ છે તેને દૂર કરીને રિલેક્સ કરવાની જરૂર છે. તબીબો કહે છે કે, સતત નવા નવા ગેઝેટને કારણે સ્ક્રીનિંગ વધી રહ્યું છે. તેથી વ્યક્તિ વ્યક્તિ વચ્ચેનો પરસ્પર સંવાદ ઓછો થઈ રહ્યો છે. લાગણીઓ ઓછી થતી જાય છે.

તમારી જાતને યુવાન માનવાથી મગજ ઉંમર વધવાની ગતિ મંદ પાડી શકે છે

July 27, 2018 at 6:51 pm


એક નવા સંશોધનમાં એવું તારણ વ્યક્ત કરવામાં આવ્યું છે તમારી જાતને યુવાન માનવાથી મગજ ઉંમર વધવાની ગતિ મંદ પાડી શકે છે. પોતાની જાતને યુવાન માનનાર લોકો સારી સ્મરણશક્તિ ધરાવે છે. પોતાની જાતને યુવાન માને છે તેમના મગજમાં ગ્રે મેટર વધે છે. ગ્રે મેટર સાંભળવા, લાગણી વ્યક્ત કરવામાં તથા નિર્ણયો લેવામાં અને સ્વઅંકુશમાં ભાગ ભજવે છે. આવા લોકો તીવ્ર સ્મરણશક્તિ પણ ધરાવે છે અને પોતાની જાતને તંદુરસ્ત માને છે.
દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલની નેશનલ યુનિ.ના સ્ટડી ઓથરે કહ્યું કે અમને માલૂમ પડયું છે કે જે લોકો પોતાની જાતને યુવાન માને છે તેમનં મગજ યુવાન બની રહે છે. લોકોને ગ્રે મેટરના અભાવને કારણે વૃદ્ધાવસ્થાનો ભાસ થાય છે. સંશોધકોએ 59, 84 વર્ષના 68 તંદુરસ્ત લોકોના બ્રેઈન સ્કેનનું પૃથ્થકરણ કર્યું. સંશોધકોએ આ લોકોને એવો સવાલ પૂછયો કે તમારી સાચી ઉંમરની તુલનાએ તમને તમારી ઉંમર કેટલી લાગે છે, જવાબ મળ્યો કે હું મારી સાચી વય કરતાં જવાન છું, હું મારી સાચી વય કરતાં ઘરડો છું.
ઘરડા લોકો માટે બેઠાડુ જીવન ખતરનાક બની રહે છે તેવું સંશોધનમાં સામે આવ્યું. સંશોધન કરનાર ટીમે કહ્યું કે વર્ષભર કાર્યસ્થળે ત્રણથી ચાર કલાક ઊભા રહેવાથી 1 વર્ષમાં 10 મેરેથોન દોડવા બરોબર છે. ઘણા કલાક સુધી બેસી રહેનાર લોકો સક્રિય લોકો કરતાં બે વર્ષ ઓછું જીવે છે. તમને રોજની કસરતની ટેવ હોય તો પણ તેનાથી કંઈ ખાસ ફરક પડતો નથી.
વિન્સ્ટન ચર્ચિલ, અર્નેસ્ટ હેમિંગ્વે જેવા વિશ્વપ્રસિદ્ધ હસ્તીઓ પણ ઊભા ઊભા લેખનકાર્ય કરતા હતા. જો પાંચ દિવસ સુધી દિવસમાં ત્રણ કલાક ઊભા રહીએ તો અંદાજે 750 કેલરી ખર્ચ થાય છે. એક વર્ષમાં તમે 30,000 વધારાની કેલરી 81 બિલિયન ચરબીમાંથી છુટકારો મેળવો છો.

લિફ્ટમાં શા માટે હોય છે અરીસો ? જાણો મુખ્ય કારણ

at 6:48 pm


ઓફિસ, ઘર તેમજ અન્ય સ્થળોએ પણ લિફ્ટ વગર ચાલતું નથી. જેમ જેમ બિલ્ડિંગો ઊંચી થતી જઈ રહી છે તેમ આધુનિક સુવિધાવાળી નવી ટેક્નોલોજીની લિફ્ટ જોવા મળે છે. જોકે, શું તમને ક્યારેય એવો વિચાર આવ્યો છે કે પળભરમાં જ નીચેથી ઉપર અને ઉપરથી નીચે પહોંચાડતી લિફ્ટમાં અરીસો શા માટે રાખવામાં આવે છે? હકીકતમાં આમ કરવા પાછળનું એક ખાસ કારણ છે.
એન્જિનિયર્સ અને લિફ્ટ બનાવનાર કંપ્નીઓએ ખૂબ સમજી વિચારીને આવી ડિઝાઈન તૈયાર કરી છે. જ્યારે ઔદ્યોગિક ક્રાંતિની શરુઆત થઈ તે દરમિયાન ઉંચી ઈમારતોનું નિમર્ણિ થવાનું શરુ થયું હતું. જેમ જેમ બિલ્ડિંગો ઊંચી થતી ગઈ તેમ લિફ્ટની જરુરિયાત ઉભી થઈ હતી. જોકે, જ્યારે લોકો લિફ્ટમાં જતાં ત્યારે તેઓ એવું અનુભવતા હતાં કે તેમનો સમય બરબાદ થઈ રહ્યો છે. ઉપરાંત સમય પણ બગડવાનો વિચાર થતો. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે લોકોનું ધ્યાન અન્ય સ્થાને ડાઈવર્ટ કરવા માટે લિફ્ટમાં અરીસો મુકવાનો વિચાર કરવામાં આવ્યો.
લિફ્ટમાં અરીસો લગાવવાનો ઉપાય સફળ પણ સાબિત થયો. અરીસાના કારણે લોકો પોતાને જોવામાં જ રચ્યાપચ્યા રહેવા લાગ્યા. તેમનું ધ્યાન બીજે ભટકવાનું બંધ થઈ ગયું. ત્યારપછી લિફ્ટમાં અરીસો મુકવાની શરૂઆત થઈ..

દેશમાં મળી આવી દુર્લભ બ્લડ ગ્રુપ ધરાવતી પહેલી વ્યક્તિ

at 10:35 am


કણર્ટિકની કસ્તૂરબા મેડિકલ કોલેજ મણિપાલને એક રેર બ્લડ ગ્રુપ મળી આવ્યું છે. આ બ્લડ ગ્રુપ્નું નામ પીપી એટલે કે પી નલ ફેનોટાઈપ છે. ડોક્ટરોનું કહેવું છે કે, આ દેશનો પહલો અને અત્યાર સુધીનો એકમાત્ર એવો વ્યક્તિ છે જેમાં પીપી બ્લડ ગ્રુપ મળી આવ્યું છે.
ડોક્ટરોએ જણાવ્યું કે, એક દર્દીને તાત્કાલિક લોહી ચડાવવાની જરૂર પડી હતી. કસ્તૂરબા હોસ્પિટલના બ્લડ બેંકમાં દર્દીનું સેમ્પલ લેવામાં આવ્યું. ડોક્ટરોએ બ્લડ ગ્રુપ જાણવા માટે સેમ્પલની તપાસ કરી, પરંતુ તેઓ બ્લડ ગ્રુપ જાણી શક્યા નહીં. ડોક્ટરોએ એક પછી એક 80 વખત સેમ્પલની તપાસ કરી, પરંતુ બ્લડ ગ્રુપ જાણી ન શકાયું તો તેઓ આશ્ચર્યમાં મૂકાઈ ગયા. ત્યાં સુધી કે દર્દીના બ્લડ ગ્રુપ્ની વિસ્તૃત રીતે લોહી સંબંધી રોગો વિશે તપાસ કરવામાં આવી. ડોક્ટરોની મોટી ટીમ આ કામમા લાગી હતી, પરંતુ બધાના આશ્ચર્ય વચ્ચે તેમને કંઈ જાણવા મળી શક્યું નહીં.
આખરે ડોક્ટરોએ દર્દીના બ્લડ સેમ્પલને ઈન્ટરનેશલન બ્લડ ગ્રુપ રેફરન્સ લેબોરેટરી (આઈબીજીઆરએલ) બ્રિસ્ટલ યુકેમાં તપાસ માટે મોકલી આપ્યું. રેફરન્સ લેબોરેટરીમાં તપાસ બાદ જણાયું કે, દર્દીના બ્લડમાં પીપી ફેનોટાઈપ સેલ્સ છે.
ફેકલ્ટી ઓફ હેલ્થ સાયન્સ મણિપાલ એકેડમી હાયર એજ્યુકેશનના પ્રો વાઈસ ચાન્સેલર ડો. પૂર્ણિમા બલિગાએ જણાવ્યું કે, એવું પહેલી વખત થયું છે કે નલ ફેનોટાઈપ્નું પી બ્લડ ગ્રુપ ભારતમાં મળી આવ્યું છે. તેમણે બ્લડ બેંકની પહેલને પણ વખાણી છે, જેના પ્રયાસથી આ બ્લડ ગ્રુપ્ની જાણ થઈ શકી છે. ઈમ્યુનો હેમોટોલજી એન્ડ બ્લડ ટ્રાન્સફ્યૂઝન ડિપાર્ટમેન્ટના હેડ પ્રોફેસર શામી શાસ્ત્રીએ જણાવ્યું કે, દર્દીના શરીરમાં ઘણું જ રેર બ્લડ ગ્રુપ પી નલ અને એન્ટી પીપી 1 પીકે બોડી બ્લડ મળી આવ્યું છે. જોકે, દર્દીના બ્લડ ગ્રુપ્નું લોહી મળી ન શકવાને કારણે હાડકાંના વિશેષજ્ઞ પ્રોફેસર કિરણ આચાર્યની ટીમે દર્દીની સર્જરી બ્લડ ટ્રાન્સફ્યૂઝન વિના જ કરી. તેમણે કહ્યું કે, દર્દીનું હિમોગ્લોબિન વધ્યા બાદ તેને તેને બીજી દવાઓ આપવામાં આવશે.

આ દેશમાં દિવસો સુધી નથી ડૂબતો સૂર્ય….

July 24, 2018 at 7:26 pm


દુનિયાભરમાં સૂર્યોદય થાય એટલે દિવસની શરૂઆત થાય છે અને સૂર્યાસ્ત સાથે દિવસનો અંત થાય છે. આ ઘટનાક્રમ 12 કલાકનો હોય છે. પરંતુ કદાચ તમે દુનિયાના એવા દેશ વિશે જાણતાં નહીં હોય જ્યાં કલાક નહીં પરંતુ દિવસો સુધી સૂર્ય અસ્ત થતો નથી. તો આજે જાણો વિશ્વના આવા કેટલાક દેશ વિશે.

નોર્વે- પર્વતોથી ઘેરાયેલો આ દેશ એવો છે જ્યાં સૂર્યાસ્ત 76 દિવસ સુધી થતો નથી. આ દેશમાં મેથી જુલાઈ સુધીના સમયમાં સૂર્યાસ્ત થતો નથી. તેના કારણે આ દેશને લેન્ડ ઓફ ધ મિડ નાઈટ સન પણ કહેવાય છે.

સ્વીડન- સ્વીડન પણ એવો દેશ છે જ્યાં અડધી રાતે પણ સૂર્યનો પ્રકાશ રહે છે. આ દેશમાં મે માસની શરૂઆતથી ઓગસ્ટ સુધી અડધી રાત થયા બાદ સૂર્ય ડૂબે છે.

આઈસલેન્ડ- યૂરોપના સૌથી મોટા આઈલેન્ડમાઁથી એક છે. અહીં 10 મેથી જુલાઈ સુધી દિવસ જ રહે છે. જો કે અહીંના જ્વાલામુખી, ગ્લેશિયર્સ, કુદરતી સૌંદર્ય તમારું મન મોહી લેશે.