ઠંડી ચા પીઆે અને ઘટી જશે વજન !

May 5, 2018 at 6:51 pm


એક નવા સંશોધનમાં ઠંડી ચા પીવાથી પણ વજન ઘટાડવામાં સહાય મળી રહે છે તે વાત પુરવાર થઈ છે. િસ્વસ વૈજ્ઞાનિકો દ્વારા હાથ ધરવામાં આવેલા એક નવા સંશોધન અનુસાર, વજન ઘટાડવા માટે ઠંડી ચા પીવી વધારે અસરકારક નીવડી શકે છે. પરંપરાગત આૈષધિયુક્ત ચા પરના એક અધ્યયનમાં એવી વાત બહાર આવી કે ઠંડી ચા પીવાથી બેવડો લાભ મળે છે. આરામના સમય દરમિયાન માણસ જે રીતે કેલરી બાળે છે તે દરે ઊજાર્ ખર્ચને વજન ઘટાડા માટે મહÒવપૂર્ણ ગણવામાં આવ્યો છે. અધ્યયનની આગેવાની લેનાર qફ્રબોર્ગ યુનિવસિર્ટીના સંશોધનમાં એવું માલૂમ પડયું કે ઠંડી ચા ચરબીના ગઠ્ઠાને આેગાળવામાં સહાય કરે છે તે ચરબી બાળી નાખે છે અને ઊજાર્ને છૂટી પાડે છે. પરંપરાગત હર્બલ ટી પીનાર 23 સ્વંયસેવકો પરના અધ્યયનમાં એવું પણ જણાયું કે તે હૃદય પરનો મેટાબોલિક બોજો પણ ઘટાડી શકે છે

.

સંશોધનમાં એવું પણ માલૂમ પડયું કે આરોગ્ય માટે અને વજન ઘટાડા માટે ચા પીવી સારી વાત છે અને તે ગ્લુકોમાના જોખમમાં પણ ઘટાડો કરી શકવા સક્ષમ છે. qફ્રબોર્ગ સંશોધકોએ હંમેશાં કપને બદલે આૈષધિયુક્ત ચા પીવાની અસરોનું અધ્યયન કર્યું. 23 સ્વયંસેવકોમાંના દરેકને 500 મિલીલિટર ચા આપવામાં આવી જે પછી તેમના હૃદયના ધબકારા, લોહીના પ્રવાહ, ધમની દબાણ, આેક્સિજન ખપતની ચકાસણી કરવામાં આવી. ત્યાર બાદ સંશોધકો એવા તારણ પર પહાેંચ્યાં કે ઠંડી ચા પીધા બાદ ઊજાર્ ખર્ચમાં સરેરાશ 8.3 ટકાનો વધારો જોવા મળ્યો હતો. અધ્યયનમાં જણાવ્યાનુસાર તેની તુલનાએ ગરમ ચાને કારણે ફક્ત 3.7 ટકા જેટલો ઊજાર્ વધારો થયો હતો.

VOTING POLL

૮.૩ કરોડ વેચાઈ હતી આ માછલી

May 2, 2018 at 5:15 pm


આજે એટલે કે 2 મેના રોજ ‘વર્લ્ડ ટુના ડે’ છે. દુનિયાના 80થી વધારે દેશોમાં ટુના નામની માછલીનો શિકાર થાય છે. આ માછલીનો શિકાર વધી જતા તેના સ્ટોકને નિયંત્રણ કરવા માટે યુનાઈટેડ નેશન્સે 2 મેના દિવસને ‘વર્લ્ડ ટુના-ડે’ તરીકે સેલિબ્રેટ કરવાનો નિર્ણય કર્યો હતો.જો તમને ફિશ ખાવી બહુ ગમે છે તો તમે ટૂના ફિશનું નામ તો સાંભળ્યું જ હશે. ફૂડ ડિશ તરીકે આ સૌથી મોંઘી માછલી માનવામાં આવે છે. ગત વર્ષે જાન્યુઆરી મહિનામાં જાપાનની રાજધાની ટોક્યોમાં ટૂના માછલીની હરાજી યોજાઈ હતી. 212 કિલોની ટૂના ફિશ 6,14,000 ડોલર એટલે કે 4.17 કરોડ રૂપિયામાં વેચાઈ હતી.

કોણે ખરીદી હતી ?
આ ટૂના માછલીને સુશી જનમાઈ રેસ્ટોરાં ચેન ચલાવતા કિયોશી કિમુરાએ ખરીદી હતી. કિમુરા છેલ્લા ઘણા વર્ષથી સતત આ હરાજી જીતતા આવ્યા છે. 2013માં કિમુરાએ એક માછલી 8.3 કરોડ રૂપિયામાં ખરીદી હતી. જે આજ સુધીનો રેકોર્ડ છે.

દુનિયાની સૌથી મોટા ફિશ માર્કેટમાં થઈ હરાજી
ટૂના માછલીની આ હરાજી દુનિયાની સૌથી મોટી ફિશ માર્કેટ ટોક્યોના સુકીજી ફિશ માર્કેટમાં થઈ હતી. આ હરાજીની માન્યતા છે કે હરાજીમાં જેટલી મોટી બોલી લાગે એટલો બિઝનેસ અને ટ્રેડ માર્કેટ માટે સારું ગણાય. પ્રશાંત મહાસાગરમાં જોવા મળતી બ્લૂફિ ટૂના જાપાનમાં ખુબ જ પસંદ કરવામાં આવે છે. ટૂનાને કિંગ ઓફ સુશી પણ કહેવામાં આવે છે. સુશી જાપાનમાં એક ફૂડ આઈટમ છે. જેને ભાતની સાથે સૂફૂડ, ફળ અને શાકભાજી સાથે મિક્સ કરી ખાવામાં આવે છે.

ભારત સહિતના દેશોમાં વધી માંગ
છેલ્લા કેટલાક વર્ષોમાં ટૂનાની ભારત સહિતના દેશોમાં માંગ વધી છે. જેના કારણે તેનું સ્મગલિંગ પણ વધ્યું છે. ગત વર્ષે જુલાઈમાં વૈજ્ઞાનિકોએ એક રિસર્ચમાં જણાવ્યું કે, વર્ષોની સરખામણીમાં ટૂનાની સંખ્યા માત્ર 2.6 ટકા જ રહી ગઈ છે.

VOTING POLL

ચ્યુઇંગ ગમથી દુનિયામાં પહેલીવાર બનવવામાં આવ્યા સ્નીકર શુઝ, જુઓ વિડીયો

May 1, 2018 at 7:02 pm


મોટે ભાગે લોકો ચ્યુઇંગ ગમ ખાઈને આજુબાજુની જગ્યાએ ફેંકી દે છે અને જે રસ્તા પર લોકો ચાલે છે તેમાં ચીપકી જાય છે. આ ચ્યુઇંગ ગમ વેસ્ટ ના જાય તે માટે દુનિયાના પહેલા સ્નીકર શુઝ બનવવામાં આવ્યા છે. સંશોધન વેયર ગમડ્રોપ નામક કંપનીએ સમજી વિચારી આ વસ્તુ બનાવી છે. GUMSHOE નામક રિસાઈકેબલ કમ્પોનેટેસને ૨૦ પ્રતિશત ગમથી બનવવામાં આવ્યા છે અને આને Gum-Tec નામ આપવામાં આવ્યો છે.રીપોર્ટ અનુસાર ૧ કિલોગ્રામ ગમના શુઝ ૪ જોડી તૈયાર કરી શકે છે.

આ કારણથી બનવવામાં આવ્યા આ શુઝ

નિદરલેન્ડની રાજધાની એમ્સ્ટર્ડમમાં લગભગ ૩.૩ મીલીયન પાઉન્ડ ચ્યુઇંગ ગમ રસ્તા પર દુર કરવા માટે મીલીયન ડોલર્સ ખર્ચ કર્યા છે. જેના પર ધ્યાન આપી આ ખાસ સ્નીકર શુઝ બનવવામાં આવ્યા છે. આને જુન મહિના સુધી ૨૩૨ ડોલર (૧૫,૩૯૪) રૂપિયામાં મળશે.

VOTING POLL

તુટેલા હાડકાંને તકલીફ વિના જોડી દેશે આ ‘પેચ’

April 30, 2018 at 12:54 pm


અકસ્માત કે પડવા-વાગવાથી ઘણીવાર શરીરના હાડકામાં ક્રેક થઈ જતી હોય છે. જો ઈજા ગંભીર હોય તો તેના કારણે હાડકું તુટી પણ જતું હોય છે. શરીરના તુટેલા હાડકાંને સાંધવા માટે ઓપરેશન કરી અને તેના પર પ્લેટ કે સ્ક્રૂ લગાવવામાં આવે છે. આવા ઓપરેશન પછી પણ દર્દીને મહિનાઓ સુધી આરામ કરવો પડે છે. પ્લાસ્ટર છૂટ્યા બાદ પણ હાડકા પર પ્લેટ હોવાના કારણે ખૂબ તકલીફ સહન કરવી પડે છે. આ સારવારને તકલીફરહિત બનાવવા માટે સંશોધકોએ ખાસ ઈલાજ શોધી કાઢ્યો છે.

હાડકાંને સાંધવા માટે નિષ્ણાંતોએ બાયોકમ્પાર્ટેબલ પેચ તૈયાર કર્યો છે. આ પેચ સ્વીડનની કંપનીએ તૈયાર કર્યો છે. હાડકાંને જોડવા માટે ડૉક્ટરોએ આ પેચને તેની પર ચીપકાવી દેવાનો હોય છે. પેચ લગાવ્યા બાદ હાડકા પર 5 મિનિટ સુધી એલઈડી લાઈટની ગરમી આપવી. 5 મિનિટમાં જ આ પેચ હાડકાં સાથે બરાબર ફીટ થઈ જશે અને હાડકું પહેલાની જેમ જ મજબૂત થઈ જશે. આ બોન પેચનું પરીક્ષણ ઉંદર પર કરવામાં આવ્યું હતું. નિષ્ણાંતોના મતાનુસાર આ પેચ હાડકાંને ઝડપથી જોડી શકે છે અને દર્દીને તકલીફ પણ ઓછી થાય છે.

VOTING POLL

હાર્ટ એટેકની ચેતવણી 5 મિનિટ પહેલા મળે તેવું ડિવાઈસ થયું તૈયાર

at 12:52 pm


કોઈપણ વ્યક્તિનો જીવ હાર્ટ એટેકના કારણે પળવારમાં જઈ શકે છે. આવા અનેક બનાવો વિશે છાશવારે સાંભળવા પણ મળે છે. આ સમસ્યાનો તોડ મેડિકલ બાયો સેન્સર તૈયાર કર્યું છે. આ સેન્સર હાર્ટ સંબંધિત તકલીફની ચેતવણી અગાઉથી જ આપી દે છે, જેના કારણે દર્દીનો જીવ બચાવી શકાય છે. તાઈવાનની નેશનલ ત્સિંગ હુઆ યૂનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ આ ડિવાઈસ તૈયાર કર્યું છે. આ ડિવાઈસની તમામ જાણકારી જાહેર કરવામાં નથી આવી પરંતુ નિષ્ણાંતોએ તેને પરીક્ષણ માટે તૈયાર કરી લીધું છે.

આ ડિવાઈસ રક્ત પરીક્ષણ કરી હાર્ટ એટેક અને સ્ટ્રોક આવવાની સંભાવના વિશે જણાવે છે. આ પરીક્ષણમાં લાંબો સમય લાગતો નથી. માત્ર 5 મિનિટમાં જ ડિવાઈસ જણાવી દે છે કે હાર્ટ એટેક આવવાની સંભાવના છે કે કેમ.. હાર્ટ એટેક અને સ્ટ્રોક સિવાય આ ડિવાઈસ કોરોનરી આર્ટિરીની બીમારીઓની શક્યતા પણ જણાવી દે છે. આ ખાસ ડિવાઈસ એક વર્ષમાં વેચાણ અર્થે મુકાશે, નિષ્ણાંતોનું માનવું છે કે આ ડિવાઈસની મદદથી દર્દીને ઝડપી સારવાર મળશે અને મૃત્યુઆંક પણ ઘટશે.

VOTING POLL

‘રુસ્તમ’ના આ યુનિફોર્મની લાગી રહી છે બોલી, 2.5 કરોડ સુધી પહોંચી કિંમત

April 28, 2018 at 11:59 am


અક્ષય કુમારની હીટ ફિલ્મ ‘રુસ્તમ’ તો તમને યાદ જ હશે. આ ફિલ્મમાં અક્ષય કુમાર જે યુનિફોર્મ પહેર્યો છે તેની કિંમત કરોડોમાં બોલાઈ રહી છે. જી હાં એક એનજીઓને મદદ કરવા માટે આ યુનિફોર્મને નિલામી માટે મુકવામાં આવ્યો છે.

અક્ષય કુમારે ફિલ્મમાં નેવીનો જે યુનિફોર્મ પહેર્યો છે તેને જેનિકાજ ટ્રસ્ટને આર્થિક મદદ કરવા માટે નિલામીમાં મુકવામાં આવ્યો હતો. આ નિલામીની શરૂઆત તો માત્ર 20,000થી થઈ હતી પરંતુ આ કિંમત 24 કલાકમાં 2.5 કરોડ સુધી પહોંચ્યો છે.

પશુ-પક્ષીઓના રક્ષણ માટે કામ કરતી સંસ્થાના માટે આ નિલામી શરૂ કરવામાં આવી છે. ખાસ વાતએ છે કે આ નિલામી આગામી 26 મે સુધી ચાલશે. આ યુનિફોર્મ માટે બોલી લગાવવાનું આહ્વાન અક્ષય કુમારે પણ કર્યું છે.

VOTING POLL

OMG! અહીં માત્ર ૧૩ કલાકમાં રેકોર્ડ બ્રેક ૩૭,૦૦૦ વખત વીજળી પડી

at 11:12 am


ભારતમાં દરવર્ષે વીજળી પડવાના કારણે હજારો લોકોના મોત થાય છે. પ્રાકૃતિક આપત્તિઓના કારણે થનારા મૃત્યુમાં ભારતમાંથી ૧૦ ટકા લોકોના મૃત્યું માત્ર વીજળી પડવાના કારણે જ થાય છે.
જોકે એકવાર ફરીથી દય કંપાવનારો આંકડો સામે આવ્યો છે. એક ન્યૂઝ ચેનલની રિપોર્ટ અનુસાર આંધ્ર પ્રદેશમાં મંગળવારે ૧૩ કલાકની અંદર જ ૩૬,૭૪૯ વખત વીજળી પડવાની ઘટના બની.
આંધ્ર પ્રદેશમાં વિજળી પડવાના કારણે ૯ લોકોના મૃત્યુ થઈ ચૂકયા છે. જેમાં એક ૯ વર્ષની છોકરી પણ શામેલ છે.
આ એક અલગ જ રેકોર્ડ છે, કારણ કે પાછલા વર્ષે સમગ્ર મે મહિના દરમિયાન કુલ ૩૦,૦૦૦ વખત વીજળી પડી હતી. જોકે આ વખતે માત્ર ૧૩ કલાકમાં જ જૂનો રેકોર્ડ તૂટી ગયો હતો.

આ મામલે વૈજ્ઞાનિકોનું માનવું છે કે ગ્લોબલ વોમિગના કારણે વીજળી પડવાની સંખ્યામાં આટલો મોટો વધારો થયો છે.

યારે એકસપર્ટના જણાવ્યા અનુસાર વાદળા ૨૦૦ કિમીના વિસ્તારમાં ફેલાયેલા હોવાના કારણે આટલી વધારે વખત વીજળી પડી. સામાન્ય રીતે વાદળાઓ ૧૫થી ૧૬ કિમી વિસ્તારમાં ફેલાયેલા હોય છે.

એક આંકડા અનુસાર ૨૦૦૫થી અત્યાર સુધીમાં દરવર્ષે એવરેજ ૨૦૦૦ લોકોના મૃત્યુ વીજળી પડવાના કારણે થાય છે. ભારતમાં દરવર્ષે હજારો પ્રાણીઓના મોત પણ વીજળી પડવાના કારણે થાય છે

VOTING POLL

ઓફિસમાં કર્મચારી કરે બમણું કામ જો મળે તેમને ફ્રીમાં ભોજન

April 27, 2018 at 12:38 pm


ઓફિસમાં બોસની પદ પર બેઠેલા લોકોને મોટાભાગે એવું લાગતું હોય છે કે તેનો સ્ટાફ યોગ્ય રીતે કામ કરી નથી રહ્યો. જો કોઈ બોસને એવી ઈચ્છા હોય છે કે તેનો સ્ટાફ સારી રીતે કામ કરે તો તેમણે આ સરળ પ્રયોગ કરવો જોઈએ. એક સંશોધન બાદ સ્પષ્ટ થયું છે કે જે ઓફિસમાં ફ્રીમાં ભોજન મળે છે ત્યાં ર્મચારીઓ સારી રીતે કામ કરતાં હોય છે.

કર્મચારીઓ પાસેથી સારી રીતે કામ કઢાવવું હોય તો બોસએ તેમને ભોજન કરાવવું અને તેમના વખાણ કરવા જોઈએ. આ બે કામ કરવાથી કર્મચારીઓની કામ કરવાની ઈચ્છા શક્તિ વધે છે અને તેઓ ખુશી ખુશી કામ કરવા લાગે છે.

સંશોધનમાં સ્પષ્ટ થયું છે કે વ્યક્તિ દિવસના 8થી 9 કલાક સતત કામ કરે છે તેના કારણે તેને માનસિક તાણ રહે છે. આવી સ્થિતીમાં તેમને બીપી, ડાયાબિટીસ જેવી બીમારીઓ પણ થઈ શકે છે. આમ થવાથી કર્મચારીનું મન કામમાં લાગતું નથી, ઓફિસમાં જ જો કર્મચારીઓને ભોજન પુરુ પાડવામાં આવે તો તેમનું સ્વાસ્થ્ય ખરાબ થતું નથી. ભોજન ઉપરાંત કર્મચારીના કરેલા કામના વખાણ કરવાથી પણ બોસને લાભ થાય છે.

VOTING POLL

ઘરની અંદર હવે લઈ શકો છો પ્રદૂષણમુક્ત શ્વાસ….

April 26, 2018 at 7:10 pm


જેમ જેમ લોકોની જીવનશૈલી આધુનિક થઈ રહી છે તેમ તેમ સમસ્યાઓ પણ વધી રહી છે. આધુનિકતાની સાથે લોકો રોજીંદા જીવનમાં અનેક પ્રકારના ઉપકરણો વાપરતાં થઈ ગયા છે. આ ઉપકરણોના કારણ પ્રદૂષણનું પ્રમાણ પણ વધ્યું છે. જળ પ્રદૂષણની સાથે સાથે વર્તમાન સમયમાં વાયુ પ્રદૂષણ પણ વિકરાળ સમસ્યા બની ગયું છે. મહાનગરોમાં પણ વાયુ પ્રદૂષણ સતત વધી રહ્યું છે. વાયુ પ્રદૂષણ ઘરની બહારની હવામાં જ નથી હોતું પરંતુ ઘરમાં પણ હવા પ્રદૂષિત જ હોય છે. આ પ્રદૂષિત હવા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે.

ઘરની બહાર ફેલાયેલા પ્રદૂષણને તો દૂર કરવું મુશ્કેલ છે પરંતુ અંદરની પ્રદૂષિત હવાને શુદ્ધ કરવાનું હવે શક્ય બનશે. વૈજ્ઞાનિકોએ એવું ઉપકરણ બનાવ્યું છે જે પ્રદૂષિત હવાને શુદ્ધ કરે છે. ડાયસન નામની કંપનીએ આ પ્યૂરીફાયર ફેન બનાવ્યો છે જે ઘરના વાતાવરણને પ્રદૂષણમુક્ત રાખે છે. આ ફેન શરૂ કરવાની સાથે જ ઘરની અંદરની હવા શુદ્ધ થવા લાગે છે. કંપનીનું કહેવું છે કે આ ઉપકરણથી ઘરની હવા 80% પ્રદૂષણમુક્ત થઈ જાય છે.

VOTING POLL

લાઈટ નહીં હોય તો પણ કપડા ધોઈ શકાશે મશીનમાં… 5 મિનિટમાં કપડા થઈ જશે સાફ

at 6:54 pm


વોશિંગ મશીન વર્તમાન સમયમાં દરેક વ્યક્તિની જરૂરીયાત બની ગયું છે. મહિલાઓના કામને અડધું કરી દેતાં વોશિંગ મશીન સમયનો બચાવ કરે છે. જો કે વોશિંગ મશીન માટે ઈલેક્ટ્રસીટી, પૂરતા પ્રમાણમાં પાણી અને ઘરમાં ખાસ જગ્યાની જરૂર પડે છે. કેટલાક લોકો એવા હોય છે જેમના ઘરમાં પાણી અને જગ્યાનો અભાવ હોય છે. આવા લોકો પણ વોશિંગ મશીનનો ઉપયોગ કરી શકે તે માટે ખાસ મશીનની શોધ કરવામાં આવી છે. આ મશીનનો ઉપયોગ કરવા માટે વીજળીની જરૂર પડતી નથી.

ટોરંટો ઓંટારિયોંની કંપનીએ ખાસ મશીન બનાવ્યું છે. આ મશીન 3થી 5 મિનિટમાં જ 2.25 કિલો સુધીના કપડા ધોઈ શકે છે. આ મશીન ચલાવવા માટે પેડલ આપવામાં આવ્યા છે. પેડલ મારવાથી કપડા ધોવાઈ જાય છે. આ મશીનમાં 5થી 12 લીટર પાણી ભરી શકાય છે. કપડા ધોયાં બાદ 30 સેકન્ડમાં તે સુકાઈ પણ શકે છે. આ પ્રોડક્ટ અમેરીકામાં લોન્ચ કરવામાં આવી છે અને તેની કીંમત 19 હજાર રૂપિયા છે.

VOTING POLL