…અને રોષે ભરાયેલા લોકોએ મારી નાખ્યાં 300 મગર, વાંચો સંપૂર્ણ અહેવાલ

July 16, 2018 at 7:47 pm


એક વ્યક્તિનો ગુસ્સો પણ મોટું નુકસાન કરે છે ત્યારે જો ટોળાંને ગુસ્સો આવે તો શું થાય… જી હાં આવો જ એક કિસ્સો ઈન્ડોનેશિયામાં બન્યો છે. જ્યાં રોષે ભરાયેલા લોકોએ 300 મગરને મારી નાખ્યાં છે. આશ્ચર્યની વાત તો એ છે કે અહીં મગર સંરક્ષિત પ્રાણીઓમાં ગણાય છે તેમ છતાં લોકોએ આ કામ કર્યું છે.

ઈન્ડોનેશિયાના સોરોંગ જિલ્લામાં એક મગરએ ગામના એક રહેવાસીનો શિકાર કર્યો હતો. આ વાતથી રોષે ભરાઈ ગામ લોકોએ એકઠા થઈ હથોડા, ચાકુ જેવા હથિયારો સાથે મગરના ફાર્મ પર હુમલો કર્યો અને ફાર્મમાં રહેલા 292 મગરને મારી નાંખ્યા.

આ ઘટના અંગે સ્થાનિક અધિકારનું જણાવવું છે કે લોકોએ ફાર્મમાં ઘુસી મગરના બચ્ચાથી માંડી મોટા મગરને પણ મારી નાખ્યા છે. લોકોની સંખ્યા વધારે હતી અને તેઓ હથિયાર સાથે ઘસી આવ્યા હોવાથી તેમને કાબૂમાં લેવામાં આવે તે પહેલાં જ તેમણે મગર પર હુમલો કરી દીધો. ઈન્ડોનેશિયાના ટાપુ પર મગરની અનેક પ્રજાતિ મળી આવે છે.

પતિ-સાસુએ પરાણે ડુંગળી-લસણ ખવડાવતા વહુએ જેલમાં પુરાવી દીધા

July 14, 2018 at 11:08 am


કડીમાં રહેતી એક 25 વર્ષીય યુવતીએ પોતાના પતિ અને સાસુ વિરુદ્ધ ગાંધીનગર પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં માનતી આ પરિણીતાનો આરોપ છે કે તેના પતિ અને સાસુએ તેને જબરજસ્તી ડુંગળી અને લસણ ખવડાવ્યા. અને પરિણીતાનું કહેવું છે કે આ તેના શ્રદ્ધાની વિરુદ્ધ છે.
મહિલાએ પોતાની ફરિયાદમાં કહ્યું કે, જ્યારે તેણે ડુંગળી અને લસણ યુક્ત ખોરાક ખાવાથી ઈનકાર કર્યો તો તેના પતિ અને સાસુએ તેના માર માર્યો. બાદમાં તેના પતિ અને સાસુએ તેના પર માતા સાથે વાતચીત કરવાનો કથિતપણ પ્રતિબંધ મુકી દીધો. જે બાદ 10 જુલાઈએ પરિણીતાએ સાંતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પરિણીતા ચાર વર્ષ પહેલા તેના ભાઈના મિત્ર સાથે પ્રેમમાં પડી હતી અને બાદમાં તેની સાથે લગ્ન કયર્.િ તેનો પતિ કલોલમાં ચા અને પાનનો સ્ટોલ ચલાવે છે, જ્યારે યુવતી પ્રાઈવેટ કંપ્નીમાં નોકરી કરે છે. પોતાની ફરિયાદમાં યુવતીએ જણાવ્યું કે, તે પટેલ સમાજમાંથી આવે છે અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં શ્રદ્ધા ધરાવે છે. મારા પતિ અને સાસુએ મને ડુંગળી અને લસણ ખાવા માટે ફરજ પાડી હતી.
આ મામલે સાંતેજ પોલીસે કહ્યું કે, પરિણીતાના પતિ રોનક પટેલ અને સાસુને ડોમેસ્ટિક વાયોલન્સ, ઈરાદાપૂર્વક હાનિ પહોંચાડવી અને ગુનાહિત ધાકધમકી આપવા બદલ ધરપકડ કરવામાં આવી છે.

સુખી લગ્નજીવન જીવતાં લોકો હૃદયરોગના બીજા હુમલાથી પણ બચી જાય છે !

July 10, 2018 at 7:05 pm


પત્ની વિના એકલું જીવન જીવવા માગતા હોય છે તેમણે પુનઃ વિચારણા કરવી જોઈએ.હૃદયરોગનો હુમલો આવી ગયો હોય તેવા પરિણીત લોકોના કિસ્સામાં છૂટાછેટા લઈને સિંગલ જીવન જીવી રહેલાઆેને મુકાબલે હૃદયરોગના બીજા હુમલામાં પણ બચી જવાની શક્યતા વધુ હોય છે. મળતા પુરાવા કહે છે કે લગ્નજીવન મહÒવપૂર્ણ આરોગ્ય વિષયક લાભો આપે છે.લગ્નજીવન વ્યિક્તને સ્મૃતિદોષથી માંડીને લોહીના દબાણ સુધીના રોગથી દૂર રાખે છે.
પુરાવા એમ પણ કહે છે કે પરિણીત વ્યિક્તને મુકાબલે વિધુર કે અપરિણીત વ્યિક્તના કિસ્સામાં બીજીવાર હૃદયરોગનો હુમલો આવવાની શક્યતા પણ વધી જાય છે. સંશોધકો કહે છે કે લગ્ન તે સૌથી વધુ સામાજિક બળ પૂરું પાડે છે. લગ્નજીવન વિસ્મૃતિ, લોહીના Kચા દબાણ ,Kચા કોલેસ્ટરોલ અને ટાઈપ ટુ ડાયાબિટીસ જેવા જોખમોને પણ ઘટાડે છે.

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો થતાં સળગી ઉઠ્યો દેશ: લોકોએ લૂંટ્યા શો રૂમ અને દુકાનો

at 10:57 am


હૈતી સરકારે પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારાની જાહેરાત કયર્િ બાદ દેશભરમાં હિંસા થઈ છે. લોકોએ વાહનોને ફૂકી માયર્િ છે. હોટલો, દુકાનો અને શોરૂમને લૂટી લેવામાં આવ્યા અને આ સામાન લોકો ઘરે લઈ ગયા. દેશમાં થઈ રહેલ હિંસક વિરોધ-પ્રદર્શન પછી હૈતી સરકારે તેલની કિંમત વધારવાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે.
વિરોધ દરમિયાન પ્રદર્શનકારીઓએ હિંસક રૂપ ધારણ કરી લીધું અને સંપત્તિને ઘણા મોટા પ્રમાણમાં નુકશાન પહોંચાડ્યું. રાજધાની પોર્ટ-યૂ-પ્રિન્સમાં કેટલીક સ્થાનો પર ચોરી અને તોડફોડની ઘટનાઓ પણ થઈ. પ્રદર્શનકારીઓએ પાટનગરની સૌથી મોંઘી બેસ્ટ વેસ્ટર્ન બોટલ ઉપર પણ હુમલો કરી દીધો.
દેશની રાજધાનીમાં સ્થિતિ એટલી બધી બગડી ગઈ કે, અમેરિકાએ પોતાના નાગરિકોને નોટિસ આપીને ઘરની અંદર જ રહેવાના આદેશ આપ્યા હતા. શહેરમાં થઈ રહેલ હિંસાના કારણે કેટલીક ફ્લાઈટને પણ કેન્સલ કરી દેવામાં આવી છે, કેમ કે એરપોર્ટ પર પાણી અને ભોજનની વ્યવસ્થા સીમિત હતી.

આ મહિલાને લાગ્યું લીલા રંગનું ઘેલું….

July 9, 2018 at 7:31 pm


અમેરિકાના ન્યૂયૉર્ક સિટીના બ્રુકલિન પરગણામાં રહેતાં ૭૭ વર્ષનાં એલિઝાબેથ માત્ર ગ્રીન રંગની જ વસ્તુઓનો ઉપયોગ કરે છે. તેમને લીલો રંગ અનહદ ગમે છે. તેમનો લીલો રંગ એટલો ગમે છે કે તેમણે તેની આસપાસની દરેક વસ્તુ ગ્રીન રંગના શેડની રાખી છે. એલિઝાબેથને આ ઘેલું 20 વર્ષથી લાગ્યું છે. આશ્ચર્યની વાત તો એ છે તે તેમના પતિને આ રંગ બિલકુલ પસંદ નથી તેમ છતાં પોતાની પત્નીના આ ક્રેઝને તેણે સ્વીકાર્યો છે. એલિઝાબેથ ગ્રીન શેડના જ કપડા પહેરે છે અને તેણે વાળ પણ ગ્રીન રંગના કરાવ્યા છે.

એક ભુલના કારણે આ વ્યક્તિનો પગાર થઈ ગયો 16.80 કરોડ રૂપિયા

July 7, 2018 at 7:25 pm


ફોર્ટિસ હેલ્થ કેર લિમિટેડ કંપનીની નુકસાની વર્ષ 2017-18ની માર્ચના ત્રિમાસીની નુકસાની વધીને 914 કરોડ થઈ ગઈ છે પરંતુ કંપનીના સીઈઓનો પગાર આશ્ચર્યજનક રીતે વધી ગયો છે. આ કંપનીના સીઈઓ ભવદીપ સિંહનો પગાર જુલાઈ 2015થી 2017 વચ્ચે ચાર ગણો વધ્યો છે. કંપનીના 2015-16 અને 2016-17ના વાર્ષિક રીપોર્ટમાં 3.91 કરોડ દર્શાવાયો હતો જ્યારે તેના પછીના વર્ષમાં આ પગાર 16.80 કરોડ થઈ ગયો છે. જો કે આ પગાર વધારો ટાઈપિંદ મિસ્ટેકના કારણે થયો છે. જી હાં વાર્ષિક રીપોર્ટમાં કેટલીક એરર આવી જતાં પગારના આંકડા ખોટા છપાઈ ગયા છે. આ ભુલને સુધારવા માટે કંપની પગલા પણ ભરી રહી છે.

સારું લગ્નજીવન જીવતાં લોકો હૃદયરોગના બીજા હુમલાથી પણ બચી જાય છે !

at 1:51 pm


પત્ની વિના એકલું જીવન જીવવા માગતા હોય છે તેમણે પુનઃ વિચારણા કરવી જોઈએ.હૃદયરોગનો હુમલો આવી ગયો હોય તેવા પરિણીત લોકોના કિસ્સામાં છૂટાછેટા લઈને સિંગલ જીવન જીવી રહેલાઓને મુકાબલે હૃદયરોગના બીજા હુમલામાં પણ બચી જવાની શક્યતા વધુ હોય છે. મળતા પુરાવા કહે છે કે લગ્નજીવન મહત્ત્વપૂર્ણ આરોગ્ય વિષયક લાભો આપે છે.લગ્નજીવન વ્યક્તિને સ્મૃતિદોષથી માંડીને લોહીના દબાણ સુધીના રોગથી દૂર રાખે છે.

પુરાવા એમ પણ કહે છે કે પરિણીત વ્યક્તિને મુકાબલે વિધુર કે અપરિણીત વ્યક્તિના કિસ્સામાં બીજીવાર હૃદયરોગનો હુમલો આવવાની શક્યતા પણ વધી જાય છે. સંશોધકો કહે છે કે લગ્ન તે સૌથી વધુ સામાજિક બળ પૂરું પાડે છે. લગ્નજીવન વિસ્મૃતિ, લોહીના ઊંચા દબાણ ,ઊંચા કોલેસ્ટરોલ અને ટાઈપ ટુ ડાયાબિટીસ જેવા જોખમોને પણ ઘટાડે છે.

આ ટચુકડા ફોનની કિંમત છે 40 લાખ…

July 6, 2018 at 6:42 pm


બજારમાં વર્તમાન સમયમાં એવી અનેક વસ્તુઓ ઉપલબ્ધ છે જેની કિંમત જાણી સામાન્ય માણસને હળવો હાર્ટ એટેક આવી શકે. જી હાંં હાથમાં પહેરવાની નાનકડી રીંગ હોય કે ટચુકડો મોબાઈલ તેની કિંમત લાખો-કરોડોમાં હોય છે. આવો જ એક ફોન ડેનમાર્કમાં તૈયાર કરવામાં આવ્યો છે. આ ફોન નક્કર સોનામાંથી બનાવવામાં આવ્યો છે. જો કે આ ફોનમાં ઈન્ટરનેટ, કેમેરો કે ગેમ્સનો સમાવેશ કરવામાં નથી આવ્યો તેમ છતાં તેને બનાવનારને અપેક્ષા છે કે આ ફોન 40 લાખમાં ખરીદનાર શોખીન તેને મળી જશે.

પ્રદૂષણ વધારે છે ગુનાખોરીનું પ્રમાણ

July 5, 2018 at 8:16 pm


શહેરોમાં વધતી ગુનાખોરી માટે જવાબદાર કારણ વધતું પ્રદૂષણ છે. જી હાં આ તારણ વૈજ્ઞાનિકોએ એક રીસર્ચ પછી રજૂ કર્યું છે. લંડનમાં હવાનાં પ્રદૂષણ અને ગુના વચ્ચેની કડી અંગે સંશોધન કરનારા વૈજ્ઞાનીકોઆેએ દાવો કર્યો છે કે હવાનાં પ્રદૂષણને પગલે હત્યા, હુમલાથી ગંભીર શારીરિક ઈજા અને બળાત્કાર જેવા ગંભીર ગુનાઆે ઉપર કોઈ અસર પડતી નથી. પરંતુ સંશોધકો કહે છે કે જ્યારે ધુમ્મસ વધુ હોય ત્યારે ગુનાઆે વધુ થાય છે, કેમ કે એ વખતે ઝેરી હવાનું પ્રમાણ વધુ હોય છે, જે શરીરમાં સ્ટ્રેસ હોર્મોન ર્કોટિસોલનું પ્રમાણ વધારે છે. સંશોધકોએ શિકાગો અને ન્યૂયોર્ક જેવાં મહાનગરો ઉપર પણ પ્રદૂષણનાં સ્તર અને ગુનાની અસર અનુભવી હોવાનું જણાવ્યું હતું. લંડન સ્કૂલ આેફ ઇકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સના નિષ્ણાતોએ એવું તારણ શોધ્યું હતું કે જ્યારે એર ક્વોલિટી ઇન્ડેક્સમાં હવાનું પ્રદૂષણમાં 10 પોઇન્ટનો વધારો થાય ત્યારે ગુનાના દરમાં 0.9 ટકાનો વધારો થાય છે. મતલબ કે લંડનમાં જ્યારે એર ક્વોલિટી ઇન્ડેક્સ સૌથી આેછો એટલે કે 9.3 ટકા હોય તેની સરખામણીએ એર ક્વોલિટી ઇન્ડેક્સ 103.6 ઉપર હોય, ત્યારે એ સૌથી વધુ પ્રદૂષિત દિવસે ગુનાનો દર 8.4 ટકા વધુ રહે છે. એ જ રીતે જ્યારે એર ક્વોલિટી ઇન્ડેક્સ ચારમાંથી એક દિવસે સરેરાશ 35 કરતાં વધુ હોય ત્યારે 2.9 ટકા વધુ ગુનાના દર હોય છે. આ અસર બીજા મોટાં શહેરો પર વતાર્તી જોવા મળી છે.