પાણીની બોટલ પર આ કારણે લખવામાં આવે છે એક્સપાયરી ડેટ…

May 26, 2018 at 5:35 pm


વેકેશનનો સમય ચાલી રહ્યાે છે અને લોકો ફરવા પણ નીકળતાં હોય છે. ફરવા જવાનું થાય ત્યારે સૌથી વધારે ઉપયોગ કરવો પડે છે પાણીનો. ખપ પુરતું પાણી લોકો સાથે લઈને નીકળતા હોય છે પરંતુ તેમ છતાં પાણીની બોટલ બહારથી લેવાની જરુર તો રહે જ છે. પાણીની બોટલનો ઉપયોગ જેણે પણ કર્યો હશે તે જાણતાં હશે કે તેના પર એક્સપાયરી ડેટ લખેલી હોય છે. આમ તો ખાવા પીવાની દરેક વસ્તુઆે પર સૌથી પહેલા આપણે આ ડેટ જ ચેક કરીએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે પાણી પર એક્સપાયરી ડેટ શા માટે આપેલી હોય છે ં નથી જાણતાં તો આજે જાણી લો કે પાણીની બોટલ પર એક્સપાયરી ડેટ શા માટે હોય છે.. પાણી ક્યારેય ખરાબ થતું નથી. આ વાત સૌ કોઈ જાણે છે. તેમ છતાં પાણીની પ્લાસ્ટિકની બોટલ પર ડેટ નાેંધવાનું કારણ તેની અંદરના પદાર્થ હોય છે. જી હાં બોટલમાં પેક પાણીમાં ખાંડ, મીઠા જેવા તત્વોનો સમાવેશ થતો હોય છે. આ તત્વો નિયત સમય માટે જ પાણીમાં રહે છે. તેથી બોટલ પર એક્સપાયરી ડેટ આપવામાં આવી હોય છે. આ ઉપરાંત આ ડેટ નાેંધવાનું બીજું કારણ સરકાર દ્વારા રજૂ કરાયેલો નિયમ છે. પાણી પણ ખાÛ પદાર્થોની શ્રેણીમાં આવે છે.
તેથી નિયમાનુસાર તેના પર પણ એક્સપાયરી ડેટ આપવી જરુરી છે. અત્રે નાેંધનીય છે કે પાણી તો ક્યારેય ખરાબ થતું નથી પરંતુ તે જે બોટલમાં પેક કરવામાં આવેલું હોય છે તે બોટલનું પ્લાસ્ટિક જરુર ખરાબ થાય છે. બોટલ પર એક ખાસ કોડ લખવામાં આવેલો હોય છે.

VOTING POLL
VOTING POLL

ડોલ્ફિને દેશ માટે આપ્યો જીવ

May 24, 2018 at 6:29 pm


ડોલ્ફિનના માણસ સાથેની મિત્રતાના ઘણા કિસ્સા સાંભળ્યા હશે, પણ આજે તમને જણાવીશુ સેનામાં શામેલ ડોલ્ફિનો વિશે. તમે આતુર થઈ રહ્યા હશો કે આજ સુધી તમે કુતરાને સેનામાં સાંભળ્યુ હશે, પણ યુક્રેનની ડોલ્ફિનોએ દેશભક્તિની એવી મિસાલ રજુ કરી કે જેને સાંભળીને દરેક લોકો થઈ જાય છે હેરાન…

યુક્રેનના એક અધિકારીએ દાવો કર્યો છે કે તેમની ડોલ્ફિને દુશ્મન દેશના કબ્જામાં ગયા બાદ જીવ આપી દિધો હતો. એક રિપોર્ટ પ્રમાણે, યુક્રેન સેનામાં નેવી મિશન માટે ઘણી ડોલ્ફિનને જાસૂસીની સ્પેશ્યલ ટ્રેનિંગ આપીને તૈયાર કરી હતી.આ ડોલ્ફિન જાસૂસી કરવાની સાથે બોમ પ્લાન્ટ કરવા અને શિપ કે સબમરીનને ઉડાડવા માટે પણ ટ્રેનિંગ અપાય હતી. આ સૈનિકો સાથે તેમની સીટીઓનો જવાબ આપીને વાત કર્યા કરતી હતી.યુક્રેનના પ્રતિનિધિ બોરિસ બાબિન અધિકારએ દાવો કર્યો છે કે બધી જ ડોલ્ફિન મરી ચુકી છે. તેમના કહ્યા પ્રમાણે આ ડોલ્ફિનોને રશિયાએ કબ્જામાં લઈ લીધી હતી જ્યાર બાદ રુશી અધિકારએ તેમને નિર્દેશ આપ્યો જે તેમણે માનવાથી ઈન્કાર કર્યો અને ડોલ્ફિનોએ તેમના હાથનું ખાવાનું પણ ન ખાધુ અને ભુખગડતાળ પર રહી જેનાથી તેની મોત થઈ ગઈ. દેશ ભક્તિ માટે આ ડોલ્ફીનોએ પોતાનો જીવ આપી દિધા હોવાનો દાવો અધિકારીએ કર્યો હતો.બીજી બાજુ રશિયાના અધિકારી ડેમેટ્રી બેલિકે તમામ આરોપોને ફગાવતા કહ્યુ કે 2014 બાદ આ ડોલ્ફિનોને વેચી કઢાઈ કાં તો તેમની નેચરલ ડેથ થઈ ગઈ છે. યુક્રેનની દેશભક્તિ જેવી કોઈ વાત નથી, કેમકે યુક્રેને આ દરેક સી મૈમલ્સને પહેલાથી ડિમિલિટ્રાઈઝ્ડ કરી દિધી હતી. તેમના અનુસાર આ યુક્રેનનો પ્રોપગંડા છે.

VOTING POLL

પરિણીત વ્યિક્તને હૃદયરોગના કારણે જીવ જવાનું જોખમ ઘટી જાય છે

May 23, 2018 at 6:34 pm


પત્ની વિના એકલું જીવન જીવવા માગતા હોય છે તેમણે પુનઃ વિચારણા કરવી જોઈએ.હૃદયરોગનો હુમલો આવી ગયો હોય તેવા પરિણીત લોકોના કિસ્સામાં છૂટાછેટા લઈને સિંગલ જીવન જીવી રહેલાઆેને મુકાબલે હૃદયરોગના બીજા હુમલામાં પણ બચી જવાની શક્યતા વધુ હોય છે. મળતા પુરાવા કહે છે કે લગ્નજીવન મહÒવપૂર્ણ આરોગ્ય વિષયક લાભો આપે છે.લગ્નજીવન વ્યિક્તને સ્મૃતિદોષથી માંડીને લોહીના દબાણ સુધીના રોગથી દૂર રાખે છે. પુરાવા એમ પણ કહે છે કે પરિણીત વ્યિક્તને મુકાબલે વિધુર કે અપરિણીત વ્યિક્તના કિસ્સામાં બીજીવાર હૃદયરોગનો હુમલો આવવાની શક્યતા પણ વધી જાય છે. સંશોધકો કહે છે કે લગ્ન તે સૌથી વધુ સામાજિક બળ પૂરું પાડે છે. લગ્નજીવન વિસ્મૃતિ, લોહીના Kચા દબાણ ,Kચા કોલેસ્ટરોલ અને ટાઈપ ટુ ડાયાબિટીસ જેવા જોખમોને પણ ઘટાડે છે.
આ દિશામાં સંશોધન હાથ ધરવા માટે િસ્વડનના 40થી 76 વર્ષની વયના અને એક વર્ષ પહેલાં હૃદયરોગનો હુમલો આવી ગયો હોય તેવા 29,૦૦૦ દર્દીઆેનું સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. ચાર વર્ષ સુધી તેમના પર વિવિધ સ્વરુપે સર્વેક્ષણ થતા રહ્યા હતા.
આ અભ્યાસ દરમિયાન ધ્યાને આવ્યું હતું કે આ 29,000 પૈકી જે લોકો છૂટાછેટા લઈને એકલવાયુ જીવન જીવી રહ્યા હતા તેવા 18 ટકા કિસ્સામાં હૃદયરોગના બીજા હુમલા કે પછી હૃદયરોગના હુમલામાં મૃત્યુ પામવાનું જોખમ વધી જતું હતું.તેમના ધ્યાને એ હકીકત પણ આવી હતી કે જે લોકો Kચી આવક ધરાવનારા પરિવારના હતા અને શિક્ષણ ક્ષેત્રે લાંબી કારકિદ} ધરાવતા હતા તેમના કિસ્સામાં બીજીવારના હૃદયરોગના હુમલાનું જોખમ ઘટી જતું હતું.

VOTING POLL

ગુરૂત્વાકર્ષણના કારણે એલિયન્સ પૃથ્વીનો નથી કરી શકતા સંપર્ક

at 6:31 pm


એલિયન અસ્તિત્વ ધરાવે છે કે નહી તે વાત પર હજૂ પણ વૈજ્ઞાનિકો સંશોધનો કરી રહ્યા છે. તેવામાં એક રિસર્ચના તારણમાં નિષ્ણાંતોએ જણાવ્યું છે કે પૃથ્વી પરના ગુરુત્વાકર્ષણના કારણે એલિયન પૃથ્વીવાસીઆેનો સંપર્ક કરી શકતાં નથી. એલિયન્સ સુપર અર્થની ગ્રેવિટીથી બહાર નિકળવા માટે સક્ષમ નથી તેથી તેઆે પૃથ્વી પર આવી શકતાં નથી. મહત્વપૂર્ણ છે કે વૈજ્ઞાનિકો એલિયન્સના અસ્તિત્વની પુષ્ટી પણ કરતાં નથી. પરંતુ જો એલિયન્સ સુપર અર્થ પર અસ્તિત્વ ધરાવે છે તો પૃથ્વી પર ન આવી શકવા પાછળ ગુરુત્વાકર્ષણ જવાબદાર છે. સુપર અર્થ સોલર સિસ્ટમનો એક એકસ્ટ્રાપ્લાનેટ છે જે યૂરેનસ અને નેપચ્યૂન જેવા ગ્રહથી ઘણો નાનો છે. જર્મનીના વૈજ્ઞાનિક માઇકલ હિપોક અનુસાર સુપર અર્થ પૃથ્વીથી મોટો અને વજનદાર છે. તેના કારણે ત્યાં ગુરુત્વાકર્ષણ પણ વધારે છે. આ ગુરુત્વાકર્ષણ સ્પેસ ફ્લાઈટને પણ પ્રભાવિત કરે છે.

VOTING POLL

પાણી પર જોઈ શકાશે 4ઉ ફિલ્મ, નિષ્ણાતોએ વિકસાવી ખાસ ટેકનિક

at 6:27 pm


વર્તમાન સમયમાં દર્શકો 2ડી અને 3ડી ફિલ્મોની જ મજા માણી શકે છે. પરંતુ આ અનુભવ ટુંક સમયમાં વધી જશે. કારણ કે નિષ્ણાંતો વોટર સ્ક્રીન પ્રાેજેક્શન નામની એક નવી ટેકનીક વિકસાવી રહ્યા છે. આ ટેકનીકની મદદથી તમે 4ડીની મજા માણી શકશો. 2ડીમાં ફિલ્મ જોવી સામાન્ય વાત થઈ ચુકી છે કારણ કે થોડા સમયથી 3ડી ફિલ્મોનું ચલણ વધ્યું છે. આ પ્રકારની ફિલ્મ જોવા માટે દર્શકોએ ખાસ પ્રકારના ચશ્મા પહેરવા પડે છે. પરંતુ ટુંક સમયમાં 4ડીમાં જોઈ શકાય અને તે પણ ચશ્મા વિના તેવી ટેકનોલોજી વિકસાવવામાં આવી રહી છે.

VOTING POLL

એસીમાં બેસવાથી થાય છે આ ગંભીર સમસ્યાઆે, જાણો છો તમે ?

May 22, 2018 at 5:07 pm


ઉનાળાના બળબળતા તાપથી રાહત એસીમાં બેસવાથી જ મળે છે પરંતુ વધુ પડતું એસી પણ બહુ ખરાબ આદત છે. કેટલાક લોકો એવા હોય છે સિઝન ગમે તે હોય ઘર, આેફિસ, કાર બધે જ એસી જોઈએ. આવા લોકો માટે એસી વગર રહેવું થોડું મુશ્કેલ છે. જો આવી ટેવ હોય તો સાવચેત થઈ જજો આરોગ્યલક્ષી નકારાત્મક અસર દેખાશે.
એસીનો ઉપયોગ જ ન કરવો એમ નથી, આજકાલ પડતી ગરમીમાં એસીનો ઉપયોગ અનિવાર્ય બની ગયો છે. બસ તેની માત્રા ઘટાડવાની છે.જ્યાં સુધી ચાલી શકે ત્યાં સુધી એસી ન કરો તો તમે જ ફાયદામાં રહેશો. બહુ એસીમાં રહેવાથી બ્લડપ્રેશર અને આર્થરાઇટિસના લક્ષણ વધે છે.
24 કલાક એસીમાં રહેતા લોકોના શરીરને તાજી હવાનો અભાવ રહે છે. કેમ કે એસી આેન કરવા પહેલા જ તમામા દરવાજા અને બારીઆે બંધ કરી દેવામાં આવે છે. આ કારમે રુમની હવા એટલા જ ભાગમાં કેદ થઈ જાય છે. તેમાં પણ નાના બાળકો માટે તાજી હવાનો અભાવ શારીરિક ગ્રાેથમાં અડચણ ઉભી કરે છે. એસીમાં સુવાથી રુમનું તાપમાન ઘણીવાર ખૂબ આેછું થઈ જાય છે. જેના કારણે શરીર ખૂબ ઠંડુ પડી જાય છે. આપણને અંદાજો પણ નથી રહેતો પણ અહીથી જ હાડકાને લગતીસમસ્યાઆે શરુ થાય છે. જે બીમારીઆેનું રુપ લે છે.
એક રિસર્ચ પ્રમાણે એસી આપણી આસપાસ એક આટિર્ફિશિયલ વાતાવરણ ઉભુ કરે છે. જે તમારી રોગપ્રતિકારક શિક્ત માટે ખતરનાક સાબિત થઈ શકે છે. જે લોકો એસીમાં સતત 4 કલાકથી વધુ બેસતા હોય છે તેમને સાઇનસ થવાની શક્યતા વધી જાય છે. તેમજ આેબેસિટીનો પ્રાેબ્લેમ પણ વધે છે. એસીના કારણે તેની ઠંડી હવાથી તમારો પરસેવો સુકાઈ જાય છે. આ સાથે જ એસી રુમની સાથે સાથે શરીરના મોઇશ્ચરાઇઝરને પણ ખેંચી લે છે. જેથી શરીરમાં પાણીની ઉણપ સજાર્ય છે. શરીર પર હાવી થઈ જાય છે.

VOTING POLL

આ દેશમાં સનસ્ક્રીન લોશન પર મુકાયો પ્રતિબંધ

May 21, 2018 at 5:58 pm


કોરલ બ્યુટી માટે પ્રખ્યાત હવાઈ દેશમાં સનસ્ક્રીન લોશનના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ લગાવ્યો છે. વૈજ્ઞાનિકોનું જણાવવું છે કે સનસ્ક્રીન લોશનમાં એવા કેમિકલ્સ હોય છે જે પર્યાવરણ માટે જોખમી છે અને ખાસ કરીને તેનાથી કોરલ રીફને વધારે નુકસાન થાય છે. તેથી હવાઈમાં સનસ્ક્રીન લોશન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
સનસ્ક્રીન લોશનમાં આેક્સીબેનઝોન નામનું તત્વ હોય છે જેના કારણે કોરલ રીફની બ્લીચિંગની સ્પીડ વધી જાય છે અને હવાઈ તેની કોરલ બ્યૂટીના કારણે પ્રખ્યાત છે તેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે જેથી કરોલ રીફની સુંદરતાને નુકસાન ન પહાેંચે. જો કે આ નિયમ પર અમલ 1 જાન્યુઆરી 2021ના રોજથી થશે.

VOTING POLL

400 રૂપિયામાં ઘરમાં વસાવો એસી…

at 5:54 pm


દિવસેને દિવસે તાપમાનનો પારો વધી રહ્યાે છે તેના કારણે ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. બળબળતા તાપના કારણે લોકો તોબા પોકારી જાય છે એટલા માટે જ ગરમીથી બચવા માટે લોકો એસીમાં બેસી રહે છે. જો કે એસી લેવું અને તેનો ઉપયોગ પણ કરવો તે દરેક વ્યિક્તના ખિસ્સાને પરવળતું નથી. આવા લોકો પણ એસીની ઠંડકની મજા લઈ શકે તે માટે એક કંપનીએ નાનકડું એસી તૈયાર કર્યું છે. આ એસીની ખાસ વાત એ છે આ એસી તમે 400 રુપિયા ખર્ચની કરીને ઘરમાં વસાવી શકો છો અને તે નાનકડું હોવાથી તેને સાથે લઈ જઈ શકાય છે. દુનિયાનું આ સૌથી નાનું એસી છે જેને કૂલિંગ ફેન નામ આપવામાં આવ્યું છે. આ એસીની ખાસ વાત એ પણ છે કે આ એસી યુએસબીની મદદથી પણ ચાલી શકે છે. આ નાનકડા એસીમાં નીચેના ભાગે બરફની ટ્રે રાખવામાં આવી છે જેના કારણે તમને ગરમીના વાતાવરણમાં ઠંડી ઠંડી હવાનો અનુભવ થશે. આ એસીને તમે મોબાઈલ, લેપટોપના ચાર્જરથી તેમજ પાવર બેન્કથી પણ ચલાવી શકો છો. આ એસીનું વેચાણ આેનલાઈન શરુ થઈ ચુક્યું છે.

VOTING POLL

પાણીનો વપરાશ કરવામાં અમેરિકા મોખરે, ભારતમાં રોજ વપરાય છે 3,000 લિટર પાણી

May 19, 2018 at 5:35 pm


આપણી જરુરિયાતની દરેક ચીજ બનાવવા માટે પાણીનો ઉપયોગ થાય છે. પહેરવાનાં કપડાંથી લઈને પ્લાસ્ટિકની બોટલોના ઉત્પાદનમાં ભરપૂર પાણીનો વપરાશ થાય છે. વોટર ફૂટપ્રિન્ટ દ્વારા જોઈએ કે આપણે ક્યાં કેવી રીતે પાણીનો ઉપયોગ અને બરબાદી કરીએ છીએ. વોટર ફૂટપ્રિન્ટ બતાવે છે કે કોઈ ઉત્પાદન અને સેવાઆે તૈયાર કરવામાં કેટલું પાણી વપરાઈ જાય છે.
એક દિવસમાં એક માણસ સરેરાશ 5000 લિટર પાણી વાપરે છે. આ દુનિયામાં થતો પાણીનો સરેરાશ વપરાશ છે. જો ભારતની વાત કરીએ તો આ આંકડો 3,000 લિટર છે. આ આંકડો એક દિવસમાં થતા પાણીના વપરાશનો છે. સૌથી વધારે પાણીનો ઉપયોગ અમેરિકાના લોકો કરે છે, જ્યારે પાણીના ઉપયોગની બાબતમાં ચીન દસમા નંબર પર છે.

VOTING POLL