તુટેલા હાડકાંને તકલીફ વિના જોડી દેશે આ ‘પેચ’

April 30, 2018 at 12:54 pm


અકસ્માત કે પડવા-વાગવાથી ઘણીવાર શરીરના હાડકામાં ક્રેક થઈ જતી હોય છે. જો ઈજા ગંભીર હોય તો તેના કારણે હાડકું તુટી પણ જતું હોય છે. શરીરના તુટેલા હાડકાંને સાંધવા માટે ઓપરેશન કરી અને તેના પર પ્લેટ કે સ્ક્રૂ લગાવવામાં આવે છે. આવા ઓપરેશન પછી પણ દર્દીને મહિનાઓ સુધી આરામ કરવો પડે છે. પ્લાસ્ટર છૂટ્યા બાદ પણ હાડકા પર પ્લેટ હોવાના કારણે ખૂબ તકલીફ સહન કરવી પડે છે. આ સારવારને તકલીફરહિત બનાવવા માટે સંશોધકોએ ખાસ ઈલાજ શોધી કાઢ્યો છે.

હાડકાંને સાંધવા માટે નિષ્ણાંતોએ બાયોકમ્પાર્ટેબલ પેચ તૈયાર કર્યો છે. આ પેચ સ્વીડનની કંપનીએ તૈયાર કર્યો છે. હાડકાંને જોડવા માટે ડૉક્ટરોએ આ પેચને તેની પર ચીપકાવી દેવાનો હોય છે. પેચ લગાવ્યા બાદ હાડકા પર 5 મિનિટ સુધી એલઈડી લાઈટની ગરમી આપવી. 5 મિનિટમાં જ આ પેચ હાડકાં સાથે બરાબર ફીટ થઈ જશે અને હાડકું પહેલાની જેમ જ મજબૂત થઈ જશે. આ બોન પેચનું પરીક્ષણ ઉંદર પર કરવામાં આવ્યું હતું. નિષ્ણાંતોના મતાનુસાર આ પેચ હાડકાંને ઝડપથી જોડી શકે છે અને દર્દીને તકલીફ પણ ઓછી થાય છે.

હાર્ટ એટેકની ચેતવણી 5 મિનિટ પહેલા મળે તેવું ડિવાઈસ થયું તૈયાર

at 12:52 pm


કોઈપણ વ્યક્તિનો જીવ હાર્ટ એટેકના કારણે પળવારમાં જઈ શકે છે. આવા અનેક બનાવો વિશે છાશવારે સાંભળવા પણ મળે છે. આ સમસ્યાનો તોડ મેડિકલ બાયો સેન્સર તૈયાર કર્યું છે. આ સેન્સર હાર્ટ સંબંધિત તકલીફની ચેતવણી અગાઉથી જ આપી દે છે, જેના કારણે દર્દીનો જીવ બચાવી શકાય છે. તાઈવાનની નેશનલ ત્સિંગ હુઆ યૂનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ આ ડિવાઈસ તૈયાર કર્યું છે. આ ડિવાઈસની તમામ જાણકારી જાહેર કરવામાં નથી આવી પરંતુ નિષ્ણાંતોએ તેને પરીક્ષણ માટે તૈયાર કરી લીધું છે.

આ ડિવાઈસ રક્ત પરીક્ષણ કરી હાર્ટ એટેક અને સ્ટ્રોક આવવાની સંભાવના વિશે જણાવે છે. આ પરીક્ષણમાં લાંબો સમય લાગતો નથી. માત્ર 5 મિનિટમાં જ ડિવાઈસ જણાવી દે છે કે હાર્ટ એટેક આવવાની સંભાવના છે કે કેમ.. હાર્ટ એટેક અને સ્ટ્રોક સિવાય આ ડિવાઈસ કોરોનરી આર્ટિરીની બીમારીઓની શક્યતા પણ જણાવી દે છે. આ ખાસ ડિવાઈસ એક વર્ષમાં વેચાણ અર્થે મુકાશે, નિષ્ણાંતોનું માનવું છે કે આ ડિવાઈસની મદદથી દર્દીને ઝડપી સારવાર મળશે અને મૃત્યુઆંક પણ ઘટશે.

‘રુસ્તમ’ના આ યુનિફોર્મની લાગી રહી છે બોલી, 2.5 કરોડ સુધી પહોંચી કિંમત

April 28, 2018 at 11:59 am


અક્ષય કુમારની હીટ ફિલ્મ ‘રુસ્તમ’ તો તમને યાદ જ હશે. આ ફિલ્મમાં અક્ષય કુમાર જે યુનિફોર્મ પહેર્યો છે તેની કિંમત કરોડોમાં બોલાઈ રહી છે. જી હાં એક એનજીઓને મદદ કરવા માટે આ યુનિફોર્મને નિલામી માટે મુકવામાં આવ્યો છે.

અક્ષય કુમારે ફિલ્મમાં નેવીનો જે યુનિફોર્મ પહેર્યો છે તેને જેનિકાજ ટ્રસ્ટને આર્થિક મદદ કરવા માટે નિલામીમાં મુકવામાં આવ્યો હતો. આ નિલામીની શરૂઆત તો માત્ર 20,000થી થઈ હતી પરંતુ આ કિંમત 24 કલાકમાં 2.5 કરોડ સુધી પહોંચ્યો છે.

પશુ-પક્ષીઓના રક્ષણ માટે કામ કરતી સંસ્થાના માટે આ નિલામી શરૂ કરવામાં આવી છે. ખાસ વાતએ છે કે આ નિલામી આગામી 26 મે સુધી ચાલશે. આ યુનિફોર્મ માટે બોલી લગાવવાનું આહ્વાન અક્ષય કુમારે પણ કર્યું છે.

OMG! અહીં માત્ર ૧૩ કલાકમાં રેકોર્ડ બ્રેક ૩૭,૦૦૦ વખત વીજળી પડી

at 11:12 am


ભારતમાં દરવર્ષે વીજળી પડવાના કારણે હજારો લોકોના મોત થાય છે. પ્રાકૃતિક આપત્તિઓના કારણે થનારા મૃત્યુમાં ભારતમાંથી ૧૦ ટકા લોકોના મૃત્યું માત્ર વીજળી પડવાના કારણે જ થાય છે.
જોકે એકવાર ફરીથી દય કંપાવનારો આંકડો સામે આવ્યો છે. એક ન્યૂઝ ચેનલની રિપોર્ટ અનુસાર આંધ્ર પ્રદેશમાં મંગળવારે ૧૩ કલાકની અંદર જ ૩૬,૭૪૯ વખત વીજળી પડવાની ઘટના બની.
આંધ્ર પ્રદેશમાં વિજળી પડવાના કારણે ૯ લોકોના મૃત્યુ થઈ ચૂકયા છે. જેમાં એક ૯ વર્ષની છોકરી પણ શામેલ છે.
આ એક અલગ જ રેકોર્ડ છે, કારણ કે પાછલા વર્ષે સમગ્ર મે મહિના દરમિયાન કુલ ૩૦,૦૦૦ વખત વીજળી પડી હતી. જોકે આ વખતે માત્ર ૧૩ કલાકમાં જ જૂનો રેકોર્ડ તૂટી ગયો હતો.

આ મામલે વૈજ્ઞાનિકોનું માનવું છે કે ગ્લોબલ વોમિગના કારણે વીજળી પડવાની સંખ્યામાં આટલો મોટો વધારો થયો છે.

યારે એકસપર્ટના જણાવ્યા અનુસાર વાદળા ૨૦૦ કિમીના વિસ્તારમાં ફેલાયેલા હોવાના કારણે આટલી વધારે વખત વીજળી પડી. સામાન્ય રીતે વાદળાઓ ૧૫થી ૧૬ કિમી વિસ્તારમાં ફેલાયેલા હોય છે.

એક આંકડા અનુસાર ૨૦૦૫થી અત્યાર સુધીમાં દરવર્ષે એવરેજ ૨૦૦૦ લોકોના મૃત્યુ વીજળી પડવાના કારણે થાય છે. ભારતમાં દરવર્ષે હજારો પ્રાણીઓના મોત પણ વીજળી પડવાના કારણે થાય છે

ઓફિસમાં કર્મચારી કરે બમણું કામ જો મળે તેમને ફ્રીમાં ભોજન

April 27, 2018 at 12:38 pm


ઓફિસમાં બોસની પદ પર બેઠેલા લોકોને મોટાભાગે એવું લાગતું હોય છે કે તેનો સ્ટાફ યોગ્ય રીતે કામ કરી નથી રહ્યો. જો કોઈ બોસને એવી ઈચ્છા હોય છે કે તેનો સ્ટાફ સારી રીતે કામ કરે તો તેમણે આ સરળ પ્રયોગ કરવો જોઈએ. એક સંશોધન બાદ સ્પષ્ટ થયું છે કે જે ઓફિસમાં ફ્રીમાં ભોજન મળે છે ત્યાં ર્મચારીઓ સારી રીતે કામ કરતાં હોય છે.

કર્મચારીઓ પાસેથી સારી રીતે કામ કઢાવવું હોય તો બોસએ તેમને ભોજન કરાવવું અને તેમના વખાણ કરવા જોઈએ. આ બે કામ કરવાથી કર્મચારીઓની કામ કરવાની ઈચ્છા શક્તિ વધે છે અને તેઓ ખુશી ખુશી કામ કરવા લાગે છે.

સંશોધનમાં સ્પષ્ટ થયું છે કે વ્યક્તિ દિવસના 8થી 9 કલાક સતત કામ કરે છે તેના કારણે તેને માનસિક તાણ રહે છે. આવી સ્થિતીમાં તેમને બીપી, ડાયાબિટીસ જેવી બીમારીઓ પણ થઈ શકે છે. આમ થવાથી કર્મચારીનું મન કામમાં લાગતું નથી, ઓફિસમાં જ જો કર્મચારીઓને ભોજન પુરુ પાડવામાં આવે તો તેમનું સ્વાસ્થ્ય ખરાબ થતું નથી. ભોજન ઉપરાંત કર્મચારીના કરેલા કામના વખાણ કરવાથી પણ બોસને લાભ થાય છે.

ઘરની અંદર હવે લઈ શકો છો પ્રદૂષણમુક્ત શ્વાસ….

April 26, 2018 at 7:10 pm


જેમ જેમ લોકોની જીવનશૈલી આધુનિક થઈ રહી છે તેમ તેમ સમસ્યાઓ પણ વધી રહી છે. આધુનિકતાની સાથે લોકો રોજીંદા જીવનમાં અનેક પ્રકારના ઉપકરણો વાપરતાં થઈ ગયા છે. આ ઉપકરણોના કારણ પ્રદૂષણનું પ્રમાણ પણ વધ્યું છે. જળ પ્રદૂષણની સાથે સાથે વર્તમાન સમયમાં વાયુ પ્રદૂષણ પણ વિકરાળ સમસ્યા બની ગયું છે. મહાનગરોમાં પણ વાયુ પ્રદૂષણ સતત વધી રહ્યું છે. વાયુ પ્રદૂષણ ઘરની બહારની હવામાં જ નથી હોતું પરંતુ ઘરમાં પણ હવા પ્રદૂષિત જ હોય છે. આ પ્રદૂષિત હવા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે.

ઘરની બહાર ફેલાયેલા પ્રદૂષણને તો દૂર કરવું મુશ્કેલ છે પરંતુ અંદરની પ્રદૂષિત હવાને શુદ્ધ કરવાનું હવે શક્ય બનશે. વૈજ્ઞાનિકોએ એવું ઉપકરણ બનાવ્યું છે જે પ્રદૂષિત હવાને શુદ્ધ કરે છે. ડાયસન નામની કંપનીએ આ પ્યૂરીફાયર ફેન બનાવ્યો છે જે ઘરના વાતાવરણને પ્રદૂષણમુક્ત રાખે છે. આ ફેન શરૂ કરવાની સાથે જ ઘરની અંદરની હવા શુદ્ધ થવા લાગે છે. કંપનીનું કહેવું છે કે આ ઉપકરણથી ઘરની હવા 80% પ્રદૂષણમુક્ત થઈ જાય છે.

લાઈટ નહીં હોય તો પણ કપડા ધોઈ શકાશે મશીનમાં… 5 મિનિટમાં કપડા થઈ જશે સાફ

at 6:54 pm


વોશિંગ મશીન વર્તમાન સમયમાં દરેક વ્યક્તિની જરૂરીયાત બની ગયું છે. મહિલાઓના કામને અડધું કરી દેતાં વોશિંગ મશીન સમયનો બચાવ કરે છે. જો કે વોશિંગ મશીન માટે ઈલેક્ટ્રસીટી, પૂરતા પ્રમાણમાં પાણી અને ઘરમાં ખાસ જગ્યાની જરૂર પડે છે. કેટલાક લોકો એવા હોય છે જેમના ઘરમાં પાણી અને જગ્યાનો અભાવ હોય છે. આવા લોકો પણ વોશિંગ મશીનનો ઉપયોગ કરી શકે તે માટે ખાસ મશીનની શોધ કરવામાં આવી છે. આ મશીનનો ઉપયોગ કરવા માટે વીજળીની જરૂર પડતી નથી.

ટોરંટો ઓંટારિયોંની કંપનીએ ખાસ મશીન બનાવ્યું છે. આ મશીન 3થી 5 મિનિટમાં જ 2.25 કિલો સુધીના કપડા ધોઈ શકે છે. આ મશીન ચલાવવા માટે પેડલ આપવામાં આવ્યા છે. પેડલ મારવાથી કપડા ધોવાઈ જાય છે. આ મશીનમાં 5થી 12 લીટર પાણી ભરી શકાય છે. કપડા ધોયાં બાદ 30 સેકન્ડમાં તે સુકાઈ પણ શકે છે. આ પ્રોડક્ટ અમેરીકામાં લોન્ચ કરવામાં આવી છે અને તેની કીંમત 19 હજાર રૂપિયા છે.

પ્લેનમાં મફતમાં મળેલું સફરજન મહિલાને 33,000 રૂપિયામાં પડયુ

April 25, 2018 at 5:22 pm


હવાઈ મુસાફરી દરમિયાન મળતી ખાવા-પીવાની વસ્તુઆે ઘણી વાર પૂરી ન થતાં ઉતરતી વખતે મુસાફરો તેને પોતાની સાથે લઈ જતા હોય છે. પરંતુ આ આદત માેંઘી પડી શકે છે. ડેલ્ટા એરલાઈનની ફ્લાઈટમાં જતી મહિલા યાત્રીને મુસાફરી દરમિયાન ફ્લાઈટમાં સફરજન મળ્યું હતું. જે ખાવાને બદલે તેણે પોતાના પર્સમાં મૂકી દીધું. જ્યારે તે એરપોર્ટ પર ઉતરી તો અમેરિકાના કસ્ટમ વિભાગે તેની પાસેથી 500 ડોલર એટલે કે 33,317 રુપિયા દંડ વસૂલ્યો. માહિતી પ્રમાણે પેરિસથી અમેરિકા આવેલી qક્રસ્ટલ ટૈડલોકે ફ્લાઈટમાં મળેલું સફરજન તેના પર્સમાં રાખી દીધું. qક્રસ્ટલે આગળની મુસાફરીમાં ખાવા માટે સફરજન રાખી મૂક્યું હતું. qક્રસ્ટલ અમેરિકાથી કોલોરાડોના ડેનવર જવાની હતી. અમેરિકાના કસ્ટમ આેફિસર્સે તેની પાસેથી 500 ડોલર દંડ વસૂલ્યો કારણકે qક્રસ્ટલે નહોતું જણાવ્યું કે તે પેરિસથી આવતી ડેલ્ટા એરલાઈનની ફ્લાઈટમાંથી મળેલું સફરજન લઈને આવી છે. qક્રસ્ટલ ડેનવર જવાની હતી ત્યારે તેની પ્રથમ ફ્લાઈટ પછી મિનિયાપોલિસમાં અમેરિકાના કસ્ટમ અધિકારીઆેએ તેની તપાસ કરી. દરમિયાન તેના પર્સમાંથી સફરજન મળ્યું. સફરજન ડેલ્ટા એરલાઈન્સની પ્લાસ્ટિકની બેગમાં મળ્યું હતું. મહિલાએ અધિકારીઆેને સફરજન ફ્લાઈટમાં મળ્યું હોવાનું કહ્યું પરંતુ અધિકારીઆેએ તેની એક વાત ન માની.

વારંવાર નહીં કરાવવો પડે હેરકલર, એક જ વાર કરો અને ભુલી જાઓ…

at 1:15 pm


વાળને કલર કરવોએ ફેશન છે. યુવક તેમજ યુવતીઓ થોડાથોડા સમયે વાળને કલર કરાવતાં જતા હોય છે. આ કામ કરવા માટે કરવા માટે સમય પણ ફાળવવો પડે છે. થોડા દિવસો પછી આ કલર ઝાંખો પડી જાય છે અને ફરી પાર્લરની મુલાકાતે જવું પડે છે. પરંતુ તમને એવા કલર વિશે જાણવા મળે કે જેને એક જ વખત લગાવવો પડે અને સાથે જ થોડા સમય પછી રંગ બદલી પણ જાય તો?

આશ્ચર્ય તો જરૂર થશે પરંતુ આ વાત ખરેખર સાચી છે. વૈજ્ઞાનિકોએ એવા કલરનું સંશોધન કર્યું છે કે જેને એકવાર વાળમાં લગાવી દેવાનો હોય છે પછી તેમાં જાતે જ ફેરફાર થઈ જાય છે. આ કલર ટુંક સમયમાં બજારમાં વેચાણ અર્થે મુકાશે, આ હેરકલરની ખાસિયત એ છે કે તે વાતાવરણ અનુસાર રંગ બદલે છે. ગરમી કે ઠંડી અનુસાર વાળનો રંગ જાતે જ બદલાઈ જાય. છે.

મગજ મુકવું છે બેન્કમાં ?

April 24, 2018 at 12:36 pm


આજસુધી તમે રોકડ રકમ બેન્કમાં મુકવાની વાત સાંભળી હશે પણ તમે જાણો છો કે લોકો પોતાના મગજ પણ બેન્કમાં મુકાવે છે? જી હાં બ્રિટનમાં એવી બેન્ક છે જ્યાં લોકોના મગજ સાચવવામાં આવે છે.

બ્રિટનમાં ટેસ્ટ ટ્યૂબમાં -150 ડીગ્રીમાં મગજને રાખવામાં આવે છે. આ કાર્ચ કરતી ટીમ વ્યક્તિના મૃત્યુના 72 કલાક સુધીમાં માથામાંથી મગજ કાઢી તેને બેન્ક લઈ આવે છે અને તેની સાથે કેમિકલ પ્રક્રિયા કરી અને તેને સુરક્ષિત રીતે સ્ટોર કરવામાં આવે છે. આ બેન્કમાં મગજ બે ભાગમાં લાવવામાં આવે છે તેમાંથી એકને 3 સપ્તાહ સુધી ફોર્મલિનમાં રાખવામાં આવે છે અને બીજાને સંશોધન માટે મોકલવામાં આવે છે.

કેમિકલમાં રાખેલા ભાગને ત્રણ સપ્તાહ બાદ મીણનો લેપ લગાવી અને સ્ટોર કરવામાં આવે છે. આ બેન્કમાં સાચવેલા મગજના આધારે અનેક ગંભીર બીમારીઓની સારવારમાં અને કેટલીક બીમારીઓની દવાઓ શોધવા માટે મદદ મળશે તેવી આશા શોધકર્તાઓએ રાખી છે.