નિયમિત સાઇકલ ચલાવવાથી પુરુષોમાં વધતી ઉંમરની અસર ઘટે છે

March 10, 2018 at 1:30 pm


વધતી ઉંમરની ચિંતા માત્ર યુવતીઓને જ સતાવે તેમ નથી. આજના સમયમાં પુરુષો માટે પણ વધતી ઉંમર ચિંતાનો વિષય બની જાય છે. વધતી ઉંમરની અસર ઘટાડવા માટે પુરુષો પણ અનેક પ્રકારની ટ્રીટમેન્ટ કરાવતાં હોય છે. આ ટ્રીટમેન્ટ પાછળ હજારોનો ખર્ચ પણ થઈ જતો હોય છે. પરંતુ કોઈપણ પ્રકારના ખર્ચ વિના પણ પુરુષો વધતી ઉંમરની અસરને ઘટાડી શકાય છે. આ કામ થઈ શકે છે સાઇકલ ચલાવવાથી.

બ્રિટનની યુનિવર્સિટી ઓફ બર્મિંઘમ અને કિંગ્સ કોલેજ લંડનમાં થયેલા એક સંશોધન બાદ આ તારણ કાઢવામાં આવ્યું છે. સંશોધકોના મતાનુસાર સાઇકલ ચલાવવાથી પુરુષોમાં હોર્મોન ઘટવાનું જોખમ ઓછું રહે છે. તેના કારણે વધતી ઉંમરની અસર ઘટી જાય છે. નિયમિત સાઇકલ ચલાવતાં પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનનું સ્તર યુવાની જેવું જ રહે છે. ટેસ્ટોસ્ટેરોનનું સ્તર ઘટવાની પ્રક્રિયાને પુરુષોમાં રજોનિવૃત્તિ ગણાવવામાં આવે છે.

સેક્સ કરતી વખતે પતિએ કંઈક એવું કર્યું કે પત્નીનું મોત થઈ ગયુ

March 9, 2018 at 5:28 pm


સેક્સ કરતી વખતે ક્યારેક કપલ્સ ભાન ભૂલીને એવું કરી બેસતા હોય છે કે જેના કારણે પાછળથી તેમને પસ્તાવું પડે છે. આવી જ એક વિચિત્ર કહી શકાય તેવી ઘટના સાઉથ અમેરિકન દેશ પેરુમાં બની છે. જેમાં ડોક્ટર પતિએ પત્ની સાથે ઈન્ટરકોર્સ દરમિયાન કંઈક એવું કર્યું કે જેના કારણે તેની પત્નીનું મોત નીપજ્યું હતું.

પોલીસના જણાવ્યા અનુસાર, આ સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, ડો. રુબેન વાલેરા કોર્નેજો પોતાની પત્ની સાથે ઈન્ટરકોર્સ કરી રહ્યાે હતો. આ દરમિયાન તે નશાની હાલતમાં હતો. તેણે પોલીસને કહ્યું હતું કે, તેની પત્ની એ તે વખતે તેને ઘરમાં પડેલી કોઈ વસ્તુનો સેક્સ ટોય તરીકે યુઝ કરવા માટે કહ્યું હતું.

નશામાં હોવાના કારણે રુબેનને બીજું કંઈ ન મળતા તે પોતાના ઘરમાં રાખેલા એક નિષ્ક્રિય મોટાર્ર બાેંબને લઈ આવ્યો હતો, અને તેનો તેણે સેક્સ ટોય તરીકે ઉપયોગ કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે, તેને થોડા સમયમાં જ ઉંઘ આવી ગઈ હતી, અને સવારે ઉઠીને તેણે જોયું તો તેની પત્ની બેભાન હાલતમાં બેડ પર પડી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, રુબેનની પત્નીનું મોત ઈન્ટરનલ હેમરેજને કારણે થયું છે.

તપાસ દરમિયાન પોલીસને બેડ પરથી 40 સેન્ટીમીટર લાંબો અને સાત સેમી પહોળો એક નિષ્ક્રિય મોટાર્ર બોમ્બ મળી આવ્યો હતો, અને તેના બ્લડ તેમજ પ્યુબિક હેર પણ ચાેંટેલા હતા.

આ કંપનીએ માત્ર ચોરને જ કરી નોકરીની આેફર, જાણો કારણ

at 5:21 pm


જ્યારે પણ કોઈ ચોરી કરે છે ત્યારે વ્યિક્ત ઈચ્છે છે કે તે ચોર પકડાઈ જાય અને તેને સજા મળે પરંતુ એક કંપની એવી પણ છે. જે ચોરને સજા આપવા નથી ઈચ્છતી. ન્યૂઝીલેન્ડની કંપની ચોરને સજા આપવાના બદલે તેને નોકરી પર રાખવા ઈચ્છે છે. આ કંપનીએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર પોસ્ટ કરીને આ વાતની જાણકારી આપી છે.
કંપનીએ ચોરોમાં રહેલા ગુણ જણાવતાં લખ્યું છે કે તેઆે ઈચ્છે તો કંપનીમાં નોકરી કરી શકે છે. આ કંપનીએ પોસ્ટ સાથે કેટલીક તસવીરો પણ શેર કરી છે. કંપનીએ લખ્યું છે કે,24 ફેબ્રુઆરી 2018ના રોજ આ તસવીરમાં જોવા મળતા વ્યિક્તએ જીન્સ રોડ, હેયરવુડ, ક્રાઈસ્ટ ચર્ચ સ્થિત અમારા સ્ટોર પરથી પાવર ટૂલ્સ સહિત કેટલીક વસ્તુઆે ચોરી છે. તસવીરની સાથે કંપનીએ ચોર માટે ખાસ સંદેશો પણ આપ્યો છે.

કંપનીએ ચોર માટે ખાસ સંદેશો આપતા લખ્યું હતું કે,અમને લાગે છે કે તમે અમારી કંપનીમાં નોકરી કરવાનું પસંદ કરશો. જીવન પસાર કરવા માટે તમે ચોરીની જગ્યાએ અન્ય કામ કરીને રુપિયા કમાઆે. તમને જોઇને લાગે છે કે તમારી અંદર સારા ગુણ છે. જે અમારા કામમાં આવી શકે છે. પહેલું, તમને સવારે વહેલા ઉઠવામાં અને રાત સુધી જાગવામાં કોઇ જ પ્રકારની મુશ્કેલી નહી થાય.

કંપનીએ ચોરની ખાસિયતો જણાવતા લખ્યું હતું કે, બીજું, તમને જોઇને એવું લાગે છે કે તમે તમારા પાવર ટૂલ્સ વિશે ઉત્તમ રીતે જાણતા હશો. ત્રીજુ, અમારા યાર્ડની આસપાસનો રસ્તો તમને સારી રીતે ખબર હશે. ચોથું, કામ પર પહાેંચવા માટે તમારી પાસે વાહનની પણ સુવિધા હશે (એક મહિના પહેલા જ અમારે ત્યાંથી એક નવી 2017ના મોડલની કારની ચોરી થઈ હતી. શું તમે એજ લોકો હતાંં

જો તમે વિચારી રહ્યાં છો કે કંપનીએ ચોરને પકડવા માટે આવું કર્યું છે તો તમે ખોટું વિચારી રહ્યાં છો. એક વેબસાઈટ અનુસાર કંપનીના માલિક ટિમ િસ્મથે જણાવ્યું કે જો ચોર ઈચ્છે તો તેની કંપનીમાં કામ માટે આવી શકે છે. આ કંપનીમાં પહેલાથી જ કેટલાક ભૂતપૂર્વ કેદી કામ કરી રહ્યાં છે. કંપનીએ ચોર વિશે જાણકારી આપનારને ઈનામની પણ જાહેરાત કરી છે.

182 કિલોના વાઈરલ થયેલા પોલીસકર્મીએ આટલું બધું વજન ઉતાર્યો

at 5:17 pm


એક ટ્રીટમેન્ટ કોઈ વ્યક્તીનું જીવન બદલાઈ શકે છે. એવામાં કેટલાક મધ્યમ પ્રદેશના ઈન્સ્પેક્ટર દોલતરામની સાથે થયું. દોલતરામના વધેલા પેટની તસવીર લેખિકા શોભા ડે ટ્વિટર પર પોસ્ટ કરીને તેમનો મજાક ઉડાવ્યો હતો.

શોભા ડેની મજાક પછી જાણીતા બની ગયેલા દોલતરામની મુંબઈમાં બેરિયાટિક સર્જરી કરવામાં આવી. હવે દોલતરામ શોભા ડેને મળીને તેમનો આભાર માનવા માગે છે.
દોલતરામ પાછલા વર્ષે 180 કિલોગ્રામના હતા. એક વર્ષમાં તેમનું 65 કિલોગ્રામ વજન આેછું થઈ ગયું છે. દોલતરામની સર્જરી એક જાણીતા બેરિયાટિક સર્જન ડો. મુãફજલ લકડાવાલાએ સૈફાલી હોસ્પિટલમાં કરી છે. દોલતરામ શોભા ડેને મળવા માગે છે. તેઆે તેમને મળીને ગુસ્સો કરવા કે તેમનો મજાક કરવા નથી માગતા પણ પરિવાર સાથે ઘૂંટણ પર બેસીને તેમનો આભાર માનવા માગે છે, કારણ કે તેમની મજાકવાળી ટિંટના કારણે દોલતરામનું જીવન બદલાઈ ગયું.

શોભા ડેએ જણાવ્યું કે, દોલતરામને મળીને ખુશ થઈશ. દોલતરામે કહ્યું કે તેમનું વધુ 30 કિલો વજન ઘટવાનું છે. આટલું થયા પછી તેઆે પોતાની મોટી બહેન શોભા ડેને મળશે.
મુંબઈમાં રુટીન ચેકઅપ માટે પહાેંચેલા દોલતરામે વજન ઘટવાની સર્જરી બાદ બદલાઈ ગયા છે. તેમના ચહેરા પર આત્મવિશ્વાસ સાફ દેખાય છે. હવે તેમનું વજન 115 કિલોગ્રામ થઈ ગયું છે. જોગાવતે કહ્યું કે તેઆે માને છે કે તેમની સર્જરી માત્ર શોભા ડેના કારણે જ શક્ય બની. જો તેમણે પોતાના ટિંટર પર આ તસવીર પોસ્ટ કરીને મજાક ન કરી હોત તો તેમની સર્જરી ના થઈ શકી હોત. ડોક્ટર્સે તેમની સર્જરીનો કોઈ ચાર્જ નથી લીધો.

પાછલા વર્ષે બીએમસીએ ચૂંટણી દરમિયાન શોભા ડેએ 21 ફેબ્રુઆરીએ ટિંટર પર દોલતરામની તસવીર પોસ્ટ કરી હતી. આ તસવીરમાં તેમણે લખ્યું હતું કે, હેવી બન્દોબસ્ત ઈન મુંબઈ ટુડે.

આ પોસ્ટ પછી શોભા ડેની પોસ્ટ પર વિવાદ શરુ થઈ ગયો. મુંબઈ પોલીસે કહ્યું કે દોલતરામ જોગાવત મુંબઈ પોલીસના ઈન્સ્પેક્ટર નથી. આજે શોભા ડે જોગાવત માટે ખુશ છે. તેઆે કહે છે કે તેમના ટ્વિટથી જોગાવતની સર્જરી શક્ય બની. વજન આેછું થવાથી તેઆે બીમારીઆેથી પણ બચશે. તેઆે ડોક્ટર લકડાવાલાનો પણ આભાર માનવા માગે છે કે, તેમણે દોલતરામની સર્જરી ફ્રીમાં કરી.

શોભા ડેએ કહ્યું, દોલતરામની તેમણે મજાક ઉડાવી પણ તેમને કોઈ ફરિયાદ નથી. તેમણે તેને આ સકારાત્મક લીધું કારણ કે તેમની મદદ થઈ. તેઆે દોલતરામને મળવા માગે છે.
ડો. લકડાવાલાએ પણ દોલતરામના અનુશાસન અને માનસિક સ્થિતિને શ્રેય આપ્યો છે. તેમણે કહ્યું કે દોલતરામના પેટનું ફેટ સરળ નહોતું. સર્જરી પછી દોલતરામ તેમનું ડાયટ સારી રીતે ફોલો કરી રહ્યા છે. ત્યારે જેઆે આવ્યા હતા, ત્યારે તેમનું બ્લડ શુગર અસ્થિર હતું, તેમને કોલેસ્ટ્રાેલ, હાઈપરટેન્શન, સ્લીપ એપનિયા, ઘૂંટણના દુખાવા સહિત કોઈ બીમારીઆે હતી. આ તમામ સમસ્યાઆે તેમનું વધુ વજન હોવાના કારણે હતી. હવે તેમના તમામ રિપોટ્ર્સ સામાન્ય છે.

દોલતરામ નીમચના પોલીસ કંટ્રાેલ રુમમાં તૈનાત હતા. હવે તેમને આશા છે કે તેમનું પોસ્ટિંગ ભોપાલ કે ઈન્દોરમાં થશે. તેમણે કહ્યું કે આગામી વર્ષે તેમનું રિટાયરમેન્ટ છે, તે પહેલા તેઆે સારી જગ્યાએ કામ કરવા માગે છે.

વરિષ્ઠ અધિકારીઆેએ તેમના સ્વાસ્થ્યની સમસ્યાને લઈને ચિંતા હતા. એટલું નહી પોતાનું વજન વધુ હોવાથી તેમને વીઆઇપી સામે શરમમાં મૂકાવું પડતું હતું, માટે તેમને સારી જગ્યાએ પોસ્ટિંગ આપવામાં નહોતું આવતું.

આ વ્યક્તિની 1 મહિનાની કમાણી છે 12 લાખ, વેંચે છે ફક્ત ચા !

March 6, 2018 at 7:26 pm


તમે અનેક વાતો ચા વેંચતાં લોકો વિશે સાંભળી હતી. પરંતુ આજે એક એવા ચાવાળા વિશે તમને જાણવા મળશે જે તમને આશ્ચર્યમાં મુકી દેશે. આ વ્યક્તિ મહારાષ્ટ્રના પુણેમાં રહે છે. તે એક ટી-સ્ટોલ ચલાવે છે અને ખાસ વાત એ છે કે તે ચા વેંચી અને મહિને 10થી 12 લાખની કમાણી કરે છે!

પુણેના નવનાથ યેવલેની એક પ્રખ્યાત ટી-સ્ટોલ છે. તે યેવલે ટી-સ્ટોલમાં ચા વેંચે છે. આ કામ તેણે વર્ષ 2011માં શરૂ કર્યુ હતું અને હવે યેવલે ટી હાઉસ ખૂબ ખ્યાતનામ થઈ ચુક્યું છે. નવનાથ દિવસમાં 3થી 4 હજાર કપ ચા વેંચે છે. મહત્વપૂર્ણ છે કે નવનાથે ટી-સ્ટોલ શરૂ કરતાં પહેલા ચાર વર્ષ ચા પર સ્ટડી અને રીસર્ચ વર્ક કર્યું હતું. ત્યારબાદ તેણે શ્રેષ્ઠ ગુણવત્તાવાળી ચા બનાવી અને વેંચવાની શરૂઆત કરી. હાલ નવનાથ યેવલેના ટી-હાઉસમાં 10થી 14 લોકો નોકરી કરે છે. યેવલેએ પોતાના ટી-હાઉસના બે આઉટલેટ પુણેમાં શરૂ કર્યા છે અને હવે તે દુનિયાભરમાં પ્રખ્યાત થવા અંગે વિચારી રહ્યા છે.

વિશ્વનો એકમાત્ર બલ્બ જે 117 વર્ષથી છે પ્રકાશિત

at 7:16 pm


બલ્બનો આવિષ્કાર થયા પછી વર્તમાન સમય સુધીમાં અનેક સંશોધનો થયા અને સાદા બલ્બમાંથી આપણે એલઈડી લાઈટ્સનો ઉપયોગ કરતાં થઈ ગયા. જો કે શરૂઆતના સમયમાં જે બલ્બનો ઉપયોગ આપણે કરતાં તે થોડા સમય બાદ ફ્યુઝ થઈ જતો. પરંતુ શું તમે એવા બલ્બ વિશે જાણો છો જે છેલ્લા 117 વર્ષોથી ચાલુ જ છે ? જી હાં દુનિયાનો આ એકમાત્ર એવો બલ્બ છે જે વર્ષ 1901માં ચાલુ કરવામાં આવ્યો હતો અને આજ સુધી તે ચાલે જ છે.

આ બલ્બ કેલિફોર્નિયાના લિવરમોર શહેરમાં છે. આ શહેરના ફાયરસ્ટેશનમાં આ બલ્બ લગાવવામાં આવ્યો છે. આ બલ્બ 4 વોટ વિજળથી ચાલે છે અને 24 કલાક તે ચાલુ જ હોય છે. અહીંના કર્મચારીઓનું જણાવવું છે કે વર્ષ 1901માં આ લગાવવામાં આવ્યો હતો ત્યારબાદ આજસુધીમાં એક જ વખત તે બંધ થયો હતો. 1937માં એક દિવસ ઈલેક્ટ્રીક લાઈનમાં કોઈ સમસ્યા થઈ હતી જેવા કારણે બલ્બ બંધ થયો હતો પરંતુ જ્યારે લાઈન બદલી દેવામાં આવી તો આ બલ્બ ફરીથી પ્રકાશિત થઈ ગયો જે આજ સુધી ચાલે છે.

મહત્વપૂર્ણ છે કે વર્ષ 2001માં આ બલ્બનો 100મો જન્મદિવસ પણ ઉજવવામાં આવ્યો હતો. તેના માટે ભવ્ય પાર્ટીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. હવે તો આ બલ્બ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે. લોકો આ બલ્બને જોવા માટે ફાયર સ્ટેશનની મુલાકાત લે છે. આ બલ્બની નોંધ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ કરવામાં આવી છે.

બરફના ટૂકડાથી આ રશિયને બનાવી મસિર્ડીઝ

at 6:07 pm


રશિયાના નોવોસિબિકસ ટાઉનમાં રહેતા એક મોટરિસ્ટે એક બરફ-શિલ્પીની સાથે મળીને મસિર્ડીઝ જી કલાસનું સ્પોર્ટસ યુટિલિટી વેહિકલ તૈયાર કર્યું છે. આ કારનું બહારનું આખું સ્ટ્રકચર બરફના ટૂકડાનું બનેલું છે એની અંદર જુનું એન્જિન ઈન્સ્ટોલ કર્યું છે. વ્લાદિસ્લેવ બારાશેન્કોવ નામના આ ભાઈ ગેરેજ 54 નામની યુ-ટયુબ ચેનલ ચલાવે છે. એમાં તેઆે કાર પર જાતજાતના અખતરા બતાવે છે. તાજેતરમાં વ્લાદિસ્લેવભાઈએ લકઝરિયસ કલાસની ગણાતી મસિર્ડીઝ જી કલાસની ગાડી એકદમ બજેટમાં બનાવી હતી. કારનું બહારનું આવરણ, સીટો અને અન્ય બીજું બધુ જ ઈન્ટીરિયર પણ બરફના બ્લોકસમાંથી જ બનાવ્યું હતું. એ પછીથી જૂના મિલિટરીના વાહનમાંથી કાઢેલું એન્જિન એની અંદર ફિટ કર્યુ હતું. બહારનો જે લુક હતો એ એકઝેકટ જી કલાસની મસિર્ડીઝ જેવો જ હતો. આઈસના બ્લોકસને તેણે ચોક્કસ પ્રકારના ગ્લુની મદદથી એકબીજા સાથે ફિકસ કરી દીધા હતા જેથી એન્જિન ચાલુ કરીને ગાડી રોડ પર ચલાવવી હોય તો એ ચલાવી પણ શકાય. સીદા અને ઉબડખાબડ વિનાના રોડ પર આ કાર સરળતાથી ચાલી શકે એવી હતી. એની અંદર કલરફૂલ લાઈટસ પણ મુકવામાં આવી હતી જેને કારણે કાર ચાલતી હોય ત્યારે વધુ સુંદર અને આકર્ષક લાગે.

18 ફૂટ 9 ઈંચ લાંબી ટોપી વિશ્વની સૌથી ટોલેસ્ટ હેટ હશે

March 5, 2018 at 7:38 pm


અમેરિકાના ફલોરિડા રાજ્યના ટેમ્પા શહેરમાં રહેતા આેડિલોન આેઝાર નામના ભાઈએ જાતે જ પોતાના માટે એક હેટ બનાવી છે. આેડિલોને સાત અઠવાડિયાની જાતમહેનતથી 18 ફૂટ 9 Iચ લાંબી હેટ બનાવી છે.
આ હેટ માત્ર શોભાની જ નથી. એ પહેરી પણ શકાય છે એ સાબિત કરવા ભાઈએ એ પહેરીને પોતે ફરતા હોય એવા વીડિયો પણ તૈયાર કરાવ્યા છે. ટેમ્પા શહેરના ગાર્ડનમાં ટહેલતો અને ફોકાર્ટ કેફેમાં આ હેટ પહેરીને જમતો વીડિયો તેમજ અન્ય જરૂરી દસ્તાવેજો તૈયાર કરીને આેડિલોને ગિનેસ વર્લ્ડ રેકોર્ડસમાં નામ નાેંધાવવાની અરજી કરી દીધી છે. આ હેટ પર મોરપીછ, કલરફુલ રિબન્સ અને પક્ષીઆેના માળા જેવું ડેકોરેશન પણ કરવામાં આવ્યું છે.
આ પહેલાંનો ટોલેસ્ટ હેટનો રેકોર્ડ 9 ફૂટ 9 Iચનો છે એટલે ટૂંક સમયમાં જ આ ભાઈની હેટ ગિનેસ વર્લ્ડ રેકોર્ડસમાં સ્થાન ધરાવતી હશે એવી આશા છે.

ભારતમાં આવેલા આ ગામોમાં પ્રવેશ માટે રાષ્ટ્રપતિએ પણ લેવી પડે પરવાનગી !

at 7:06 pm


આપણા દેશમાં મોટાભાગની વસ્તી નાના-નાના ગામોમાં વસવાટ કરે છે. આપણા દેશમાં વિવિધ સંસ્કૃતિ અને રીત-રીવાજોને માનતો વર્ગ છે, પરંતુ તે તમામ ઉપર દેશની કાયદા વ્યવસ્થા અને બંધારણ આવે છે. જો કે આપણા દેશમાં કેટલાક ગામ એવા પણ છે કે જેનું પોતાનું અલગ બંધારણ અને કાયદા છે. કહેવાય છે કે આ ગામમાં જો રાષ્ટ્રપતિ કે વડાપ્રધાનને પણ પ્રવેશ કરવા માટે મંજૂરી લેવી પડે છે.

આ ગામ ઝારખંડમાં આવેલા છે. ઝારખંડના 34 જેટલા ગામોના લોકોએ એકઠા થઈ અને પોતાનું અલગ બંધારણ બનાવ્યું છે. આ ગામોની સીમા પર જ મોટા મોટા પથ્થરોમાં ગામના કાયદાનો ઉલ્લેખ કરી દેવામાં આવ્યો છે. આ ગામના લોકો ભારતના બંધારણ અને કાયદાનું નહીં પરંતુ તેમના પોતાના જ કાયદાનું પાલન કરે છે. રાંચી શહેરથી થોડા અંતરે આવેલા આ ગામ શરૂ થાય તે પહેલા જ એક બોર્ડ પણ રાખવામાં આવ્યું, જેમાં લખવામાં આવ્યું છે કે “ગામમાં પરવાનગી વિના પ્રવેશ કરવાની મનાઈ છે”. અહીંના ગોડ્ડા, પાકુડ, લોહારદગા અને પલામૂ જિલ્લાના આ ગામોમાં લોકો જ ગામમાં પ્રવેશ કરતાં લોકો પર નજર રાખે છે. ગામના પ્રવેશ દ્વાર પરથી જ તેમને પરવાનગી લેવી પડે છે. જો કોઈ બહારની વ્યક્તિ ગામમાં પરવાનગી વિના પ્રવેશ કરી લે તો તેને ગ્રામસભામાં હાજર કરવામાં આવે છે અને તેને ગુના અનુસાર દંડ કરવામાં આવે છે.

ઘરમાં નહીં થાય ચોરી જો દીવાલ પર લગાવી હશે આ ઘડિયાળ

March 3, 2018 at 7:03 pm


ઘરમાં ચોરી ન થાય તે માટે તકેદારી સૌ કોઈ રાખતાં હોય છે. ચોર ઘરમાં ન ઘુસે તે માટે સીસીટીવી કેમેરા લગાવવા, ચોકીદાર રાખવા, ઈલેકટ્રોનિક લોક રાખવા જેવી જહેમત લોકો ઉઠાવતાં હોય છે. પરંતુ આ તમામ ખર્ચમાંથી મુક્તિ મળી જાય તેવું સંશોધન વૈજ્ઞાનિકોએ કર્યું છે. વૈજ્ઞાનિકો દ્વારા એક એવી ઘડિયાળ બનાવવામાં આવી છે કે જે ઘરમાં ચોરી થતી અટકાવી શકે છે.
વૈજ્ઞાનિકોએ એક સ્માર્ટ અલાર્મ બનાવ્યો છે જે ઘરના બારી-દરવાજા તુટે તો અવાજ કરવા લાગે છે. આ અલાર્મ સાથે ઘરના બારી-દરવાજાનું કનેક્શન રાખવામાં આવે છે. જ્યારે પણ કોઈ તેને તોડવાનો પ્રયત્ન કરે તો તુરંત જ અલાર્મ વાગે છે. આ ખાસ અલાર્મની શોધ જર્મનીમાં કરવામાં આવી છે. આ અલાર્મ કાચ કે અન્ય વસ્તુ તુટવા પર વાગે છે તેની સાથે જ જો ઘરમાં આગ લાગે તો પણ તે સંકેત આપે છે. આ ઘડિયાળ એવી રીતે બનાવવામાં આવી છે કે જે ઘરના બારી-દરવાજામાં થતી તોડફોડ કે ફેરફારને ઓળખી શકે છે અને તેના કારણે અલાર્મ વાગે છે.